For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Kalashtami 2021: કાલાષ્ટમીના દિવસે શિવના ભૈરવ સ્વરૂપની પૂજા થાય છે

- જાણો, કાલાષ્ટમી વ્રતના મહત્ત્વ વિશે...

Updated: Jan 6th, 2021

નવી દિલ્હી, તા. 06 જાન્યુઆરી 2021, બુધવાર 

આજે વર્ષની પ્રથમ માસિક કાલાષ્ટમી મનાવવામાં આવી રહી છે. કાલાષ્ટમીનો તહેવાર દર મહિનાની કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિએ મનાવવામાં આવે છે. આ દિવસે કાલભૈરવની પૂજા કરવામાં આવે છે જેને શિવજીને એક અવતાર માનવામાં આવે છે. કાલાષ્ટમીને ભૈરવાષ્ટમીના નામથી પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે મા દુર્ગાની પૂજા અને વ્રતનું પણ વિધાન માનવામાં આવે છે. 

કાલાષ્ટમી પૂજા વિધિ 

નારદ પુરાણ અનુસાર, કાલાષ્ટમીના દિવસે કાલભૈરવ અને માતા દુર્ગાની પૂજા કરવી જોઇએ. આ રાત્રે દેવી કાળીની ઉપાસના કરતા લોકોએ મધરાત્રી બાદ માતાની એવી રીતે પૂજા કરવી જોઇએ જેવી રીતે દુર્ગા પૂજામાં સપ્તમી તિથિએ દેવી કાલરાત્રીની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે રાત્રે માતા પાર્વતી અને ભગવાન શિવની કથા સાંભળવા અને રાત્રે જાગરણનું આયોજન કરવામાં આવે છે. કાલભૈરવની સવારી કૂતરો છે એટલા માટે કૂતરાને ભોજન કરાવવાનું શુભ માનવામાં આવે છે. 

કેમ રાખવામાં આવે છે કાલાષ્ટમીનું વ્રત? 

કથા અનુસાર એક દિવસ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે શ્રેષ્ઠ હોવાનો વિવાદ સર્જાયો. વિવાદના સમાધાન માટે તમામ દેવતા અને મુનિ શિવજી પાસે પહોંચ્યા. તમામ દેવતાઓ અને મુનિની સહમતિથી શિવજીને શ્રેષ્ઠ માનવામાં આવ્યા પરંતુ બ્રહ્માજી તેનાથી સહમત થયા નહીં. બ્રહ્માજી, શિવજીનું અપમાન કરવા લાગ્યા. અપમાનજનક વાતો સાંભળીને શિવજી રોષે ભરાયા જેનાથી કાળભૈરવનો જન્મ થયો. આ દિવસથી કાલાષ્ટમીનો પર્વ શિવના રોદ્ર સ્વરૂપ કાળભૈરવના જન્મ તરીકે મનાવવામાં આવે છે. 

કાલાષ્ટમી વ્રતનો લાભ 

કાલાષ્ટમી વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે વ્રત રાખીને વિધિ-વિધાનથી કાળ ભૈરવની પૂજા કરવાથી વ્યક્તિના બધા કષ્ટ દૂર થઇ જાય છે. કાળ તેનાથી દૂર થઇ જાય છે. આ ઉપરાંત વ્યક્તિ રોગોથી દૂર રહે છે અને તેને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ભૈરવ પરમાત્મા શંકરનું જ સ્વરૂપ છે એટલા માટે આજના દિવસે આ મંત્રનો જાપ કરવો ફળદાયી હોય છે :- 

'अतिक्रूर महाकाय कल्पान्त दहनोपम्, भैरव नमस्तुभ्यं अनुज्ञा दातुमर्हसि!!'

Gujarat