નવી દિલ્હી, 9 ઓક્ટોબર 2019, બુધવાર
શાસ્ત્રો અનુસાર માતા લક્ષ્મી ધનની દેવી છે. તેમની કૃપા પ્રાપ્ત કરવા લોકો અનેક પ્રયત્નો કરે છે. માતા લક્ષ્મીની કૃપાદ્રષ્ટિ જેના પર હોય તેનું જીવન સુખ, સમૃદ્ધિમાં પસાર થાય છે.
માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા પઠોર પરિશ્રમ કરવા સાથે આચાર, વિચાર અને સ્વભાવમાં પણ ફેરફાર કરવા જરૂરી છે. આ ફેરફાર કરવાથી પણ માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
1. ઘરમાં તુટેલો અરીસો હોય તો તેને દૂર કરવો, તેનાથી નકારાત્મક ઊર્જા ફેલાય છે અને લક્ષ્મીનું હરણ થાય છે.
2. ઘરમાં ખરાબ ગાડી કે ઈલેક્ટ્રોનિકસ ન રાખવા તેનાથી પણ ધનહાનિ થાય છે.
3. જે સ્ત્રીનો વ્યવહાર કઠોર, નિર્દયી હોય અને ઘરમાં ક્લેશ કરતી હોય તેના ઘરમાં પણ લક્ષ્મીજી આવતા નથી.
4. માતાપિતાનો નિરાદર કરનાર અને તેમને માન ન આપનારના ઘરમાં પણ દરિદ્રતા રહે છે.
5. ઘરની સ્ત્રી કે પુરુષ ચરિત્રહિન હોય અને ખરાબ કર્મ કરે તેના ઘરે પણ લક્ષ્મી આવતી નથી.
6. જે ઘરમાં ક્લેશ થાય છે અને જ્યાં પ્રેમની લાગણી ન હોય ત્યાં પણ લક્ષ્મીનો અભાવ રહે છે.
7. ઘરને વ્યવસ્થિત ન રાખે, ઘરમાં વાસણ બરાબર ન હોય ત્યાં પણ લક્ષ્મીજી વાસ કરતા નથી.
8. વિચારો શુદ્ધ ન હોય તેવા વ્યક્તિના ઘરમાં પણ લક્ષ્મીજીનો વાસ થતો નથી.
9. જે ઘરમાં પૂજા પાઠ ન થતા હોય ત્યાં પણ દરિદ્રતા રહે છે.
10. આળસુ અને સૂર્યોદય પછી પણ સૂતી વ્યક્તિના ઘરમાં લક્ષ્મીજી વસતા નથી.
11. વ્યસની અને નશીલા પદાર્થોનું સેવન કરતા લોકોના ઘરમાં પણ દરિદ્રતા રહે છે.
12. જે પુરુષ ઘરની સ્ત્રીનું અપમાન કરે તેના ઘરમાં પણ લક્ષ્મીજીનો વાસ થતો નથી.
13. સંધ્યા સમયે સૂતી રહે તે વ્યક્તિના ઘરમાં લક્ષ્મીજી વસતા નથી.
14 મેલા વસ્ત્ર ધારણ કરનાર અને અવ્યવસ્થિત જીવન જીવનાર પર પણ લક્ષ્મીજીની કૃપા રહેતી નથી.


