For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Ganesh Jayanti 2021: જાણો, આજની ગણેશ જ્યંતીનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે...

- ગણેશ જ્યંતી પર ઉપવાસ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ આવે છે

Updated: Feb 15th, 2021

Article Content Imageનવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2021, સોમવાર 

માઘ માસમાં મનાવવામાં આવતી ગણેશ ચતુર્થીને માઘી ગણેશ ચતુર્થી અથવા માઘી ગણેશ જ્યંતી પણ કહેવામાં આવે છે. આ વર્ષે માઘી ગણેશ જ્યંતી 15 ફેબ્રુઆરીએ મનાવવામાં આવી રહી છે. હિન્દૂ ધર્મની માન્યતાઓ અનુસાર, માઘ શુક્લ પક્ષની ચતુર્થીએ સર્વપ્રથમ ગણેશ તરંગ ધરતી પર આવી રહી હતી. લંબોદરને સમર્પિત ગણેશ જ્યંતી પર ઉપવાસ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ આવે છે. 

ગણેશ જ્યંતી અથવા વિનાયક ચતુર્થીના દિવસે લાલ રંગના વસ્ત્ર, લાલ ફૂલ, અને લાલ ચંદનને પૂજામાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે.આ દિવસે યોગ્ય વિધિ વિધાન અને નિયમની સાથે ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવાથી વિઘ્નહર્તા પોતાના ભક્તોના જીવનથી તમામ પ્રકારના કષ્ટ અને દુખને દૂર કરે છે. 

ગણેશ જ્યંતી તિથિ તેમજ શુભ મુહૂર્ત

વિનાયક ચતુર્થી :- 15 ફેબ્રુઆરી 2021

ચતુર્થી તિથિ 15 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યાથી 16 ફેબ્રુઆરીએ 3 કલાકને 35 મિનિટ સુધી રહેશે. 

ગણેશ જ્યંતી પૂજા વિધિ

ગણેશ જ્યંતિના દિવસે સવારમાં જલ્દી ઉઠીને સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણ કરો. ભગવાન ગણેશની મૂર્તિ અથવા પ્રતિમાને એક ચોકી પર સ્થાપિત કરો અને પૂજા શરૂ કરો, સૌથી પહેલા વ્રતનો સંકલ્પ લો. ત્યારબાદ ભગવાન ગણેશની વિધિ વિધાનથી પૂજા કરો. 

આ દિવસે ઘણા બધા લોકો વ્રત પણ રાખે છે. આ વ્રતમાં ફળહાર કરી શકાય છે. 

સાંજના સમયે સૂર્યાસ્ત થતાં પહેલા ફરીથી સ્નાન કરો અને ભગવાન ગણેશની પૂજા અર્ચના કરો. ત્યારબાદ રાત્રે ચંદ્રમાના દર્શન બાદ ચંદ્ર દેવને અર્ધ્ય આપો. ચંદ્રમાની પૂજા કરો અને ત્યારબાદ ફળાહાર ભોજન ગ્રહણ કરો. જો કે ભગવાન ગણેશને મોદક અને લાડૂ ખૂબ જ પ્રિય હોય છે એવામાં ગણેશ જ્યંતિની પૂજામાં આ બંને અથવા તેમાંથી કોઇ એક વસ્તુને સામેલ કરવાનું ન ભૂલશો. 

મંત્ર

ભગવાન ગણેશની પૂજા દરમિયાન ‘गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलचारु भक्षणम्ं. उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम्॥’ મંત્રનો જાપ કરો. આમ કરવાથી વધારે લાભ થશે. 

Gujarat