આવતી કાલના મંગળનું વિશેષ મહત્ત્વ, ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, બજરંગબલી કરશે બેડો પાર
Bada Mangal 2025 : જેઠ મહિનાનો પહેલો મોટો મંગળવાર 13 મે એટલે કે આવતીકાલે છે. આ દિવસે હનુમાનજીની પૂજા ઉપાસના કરવામાં આવે છે. આ મોટા મંગળને બુધવા મંગળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે કેટલીક જગ્યાએ હનુમાનજીના નામે ભંડારો પણ કરવામાં આવે છે. આવો જાણીએ કે, મોટા મંગળના દિવસે કઈ વસ્તુઓ ઘરે લાવવી શુભ માનવામાં આવે છે.
પંચમુખી હનુમાન મૂર્તિ
મોટા મંગળવારના દિવસે પંચમુખી હનુમાનજીની મૂર્તિ ઘરમાં લાવવી જોઈએ. આ મૂર્તિની પૂજા કરો અને તેને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર લગાવો. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે અને બરકત થશે.
બુંદીના લાડુ
બુંદીના લાડુ વગર હનુમાનજીની પૂજા કે ધ્યાન અધૂરું કહેવાય છે. જેથી મોટા મંગળવારના દિવસે હનુમાનજીને બુંદીના લાડુનો ભોગ ધરાવો.
લાલ સિંદૂર
લાલ સિંદૂર વગર હનુમાનજીની પૂજા અધૂરી માનવામાં આવે છે. આ દિવસે લાલ સિંદૂર ઘરે લાવો અને પછી હનુમાનજીના જમણા પગ પર સિંદૂર લગાવો.
આ પણ વાંચો: મકર-મીન સહિત આ 6 રાશિના જાતકોને મળશે ધન, સન્માન અને પ્રમોશન, વૃષભમાં સૂર્યનું ગોચર
લાલ રંગની ધજા
મોટા મંગળવારના દિવસે ઘરમાં લાલ કે કેસરી રંગની ધજા ફરકાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં ધજા લગાવવાથી નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી.