30 થી વધારે કોલેજના વિદ્યાર્થીઓએ ભવાઇ, નાટક થકી મતદાન જાગૃતિ ફેલાવી


- મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અપીલ

- મતદાન કેમ કરવું જોઇએ, મતદાનમાં કેટલી તાકાત છે, તેના ફાયદા, ફરજ વિશે જાણકારી અપાઇ

આણંદ : સ્વીપ અંતર્ગત આણંદ જિલ્લામાં મતદાન જાગૃતિ અર્થે આણંદ જિલ્લાની ૩૦થી વધારે કોલેજના વિદ્યાર્થીઓએ ભવાઈ તેમજ શેરી નાટક રજૂ કરી નાગરિકોમાં મતદાન અવશ્ય કરવાનો સંદેશો પાઠવ્યો હતો.

વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની તમામ વિધાનસભા મતદાન વિભાગની ચૂંટણી બીજા તબક્કામાં તા.૫-મી ડીસેમ્બરના રોજ યોજાનાર છે. જેને લઈ ચૂંટણી દરમ્યાન મતદારોમાં જાગૃતિ આવે અને મતદાન વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આણંદના અધિક નિવાસી કલેક્ટર અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સહિત સ્વીપના નોડલ અધિકારી તેમજ આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ મતદાર વિભાગમાં મતદાર જાગૃતિ અર્થે અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં આણંદ જિલ્લાની ૩૦ કરતાં વધારે કોલેજોના યુવાઓની સરેરાશ ત્રણથી પાંચ ટીમોએ કોલેજ તેમજ આસપાસના વિસ્તારોમાં જઈ મતદાર જાગૃતિ અર્થે ભવાઈ તેમજ શેરી નાટકો રજુ કરી મતદારોને મતદાનના દિવસે અવશ્ય મતદાન કરવા સંદેશો પાઠવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાની ૩૦થી વધુ કોલેજના પ્રત્યેક કોલેજદીઠ ત્રણથી પાંચ ટીમના કુલ મળી ૮૮૦ જેટલા યુવાઓ જોડાયા હતા.


City News

Sports

RECENT NEWS