બાળ મજુરીના મામલે હોટલના સંચાલક સામે ફરિયાદ નોંધાઇ


- તારાપુર-વટામણ હાઇવેની હોટલનો કિસ્સો

- શ્રમ અધિકારીએ તપાસ કરી તારાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી

આણંદ : તારાપુર-વટામણ હાઈવે ઉપર આવેલ એક હોટલમાં બાળ મજૂરોને કામે રાખવા બાબતે હોટલના સંચાલક વિરુધ્ધ આણંદના શ્રમ અધિકારીએ તારાપુર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના નાનીયાડી ગામના લીંબાભાઈ રેવાભાઈ ગમારાની તારાપુર-વટામણ હાઈવે રોડ ઉપર કસ્બારા ગામે હોટલ બલદેવ કાઠીયાવાડી (ચોટીલા)વાળા નામે હોટલ આવેલ છે. આ હોટલ પર સગીર વયના બાળકોને બાળ મજૂર તરીકે કામે રાખ્યા હોવાની ફરિયાદસ મળી હતી.

આ મામલે આણંદના  શ્રમ અધિકારીએ સ્થળતપાસ કરતા હોટલમાંથી કામ કરતા બાળમજૂરો મળી આવ્યા હતા. આ બનાવ અંગે શ્રમ અધિકારીએ તારાપુર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે હોટલના સંચાલક લીંબાભાઈ ગમારા વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

City News

Sports

RECENT NEWS