મોબાઈલ ફોનમાં વાત કરી રહેલા કોન્ટ્રાકટર પર ટ્રેન ફરી વળી

- ચલાલા નજીક રેલવે ટ્રેક પર બનેલો બનાવ

- ફોનમાં એટલા મશગૂલ હતા કે ટ્રેનનો અવાજ પણ ન સંભળાયો ! અને  એજ મોબાઈલ ફોન મોતનો નિમિત્ત બન્યો

અમરેલી


એકવીસમી સદીમાં મોબાઈલ ફોન જેટલો ઉપયોગી છે એટલો જ ઘાતક છે. અહી એક કોન્ટ્રાકટર રેલવેનું કામ રાખવા માટે ટ્રેક જોવા ગયા હતા એ વખતે ફોનમાં એટલા મશગૂલ થઈ ગયા હતા કે પાટા ઉપરથી આવતી ટ્રેને અવારનવાર વ્હીસલ વગાડવા છતા એને અવાજ સુદ્ધા સંભળાયો ન હતો. આખરે ટ્રેન સાથે અથડાઈ જતાં મોત નીપજ્યું હતુ ,અને મોતનો નિમિત મોબાઈલ ફોન બન્યો હતો.

કેટલાક લોકો ચાલુ વાહને ડ્રાઈવીંગ કરતા કરતા મોબાઈલ ફોનમાં નંબર ડાયલ કરતા હોય છે. તો કેટલાક લોકો ફોન રિસીવ કરીને ચાલુ વાહને વાતોમાં મશગૂલ બની જાય છે. અથવા તો હેન્ડસ ફ્રી એટેચ કરીને ગીતો સાંભળતા સાંભળતા વાહન ચલાવતા હોય છે જેના કારણે પોતાની જીંદગી તો જોખમમાં મૂકે જ છે સાથોસાથ અન્યની જીંદગીને પણ જોખમમાં મુકે છે.

વાત એમ છે કે ટ્રાન્સપોર્ટ અને કાન્ટ્રાકટર વ્યવસાય કરતા રાજેશભાઈ દેવશીભાઈ જોગરાજિયા ચલાલા રેલવે સ્ટેશને પટરી સફાઈ (ડ્રેસિંગ બોકસિંગ)નું કામ ચાલતુ હતુ.ે એમા ચલાલા ધારી રોડ રેલવે ફાટકથી ૩૦૦ મીટરનું રેલવેનું કામ એ રાખવા માગતા હતા આથેી તે કામ જોવા ગયા હતા. આ વખતે કોઈની ફોન આવતા કે પોતે ફોન કરતા એવા ફોન વાતચીતમાં મગ્ન બની ગયા હતા કે એને દુનિયાદારીનુું કોઈ જ ભાન રહ્યું ન હતુ. વાતચીત દરમિયાન ચલાલાથી ધારી તરફ જતી ટ્રેન આવી ગઈ હતી. આમ છતાં તે ટ્રેનના  માર્ગ પરથી દુર થયા ન હતા, અને રેલવે ટ્રેક પર વાતો કરતા કરતા આગળ વધતા હતા અને ટ્રેન આવી પહોંચી હતી. તેઓ તેની હડફેટે ચડી જતા કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતુ. આ બનાવના પગલે તેના ભાઈ કડવાભાઈ જોગરાજિયાએ ચલાલા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

City News

Sports

RECENT NEWS