દારૂ પી ને ધમાલ કરતા સસરાને જમાઈએ લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો


લાઠી તાલુકાના જાનબાઈ દેરડી ગામે પરપ્રાંતીય પરિવારમાં બન્યો બનાવ : ઈજાગ્રસ્ત સસરાએ સારવાર લેવાની ના પાડતા વહેલી સવારે લોહી નીંગળતી હાલતમાં દમ તોડી દીધો 

અમરેલી, :  લાઠી તાલુકાના જાનબાઈ દેરડી ગામે વાડી વિસ્તારમાં રહેતા મધ્યપ્રદેશના મજુર પરિવારમાં હત્યાનો બનાવ બન્યો છે. જેમાં દારૂના નશામાં અવારનવાર દિકરી જમાઈને પરેશાન કરતા સસરાને તેના જમાઈએ માથામાં લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બની છે.  અમરેલી જિલ્લામાં પરપ્રાંતીય ક્રાઈમનું ખાસ્સુ એવું પ્રમાણ વધી ગયું છે. મોટા ભાગના ક્રાઈમ પરપ્રાતીય લોકોના જ હોય છે. લાઠી તાલુકાના જાનબાઈ દેરડી ગામે સીમ વિસ્તારમાં રહીને મજુરી કામ કરતા પ્રતાપ ચૌહાણ (રહે. મધ્યપ્રદેશ) નશાની ટેવ ધરાવતો હોવાનું કહેવાય છે અને નશાની હાલતમાં એના આખા પરિવારને રંજાડતો રહેતો હતો. એમનો પરિવાર અને એમની દીકરીનો પરિવાર ભાગિયા ખેતર રાખવાનું અને મજુરી કામ કરવાનું કામ કરે છે. આજે પ્રતાપ એની દીકરી મંજીલા પાસે દારૂ પી ને પહોંચ્યો હતો. એ વખતે મંજીલા અને જમાઈ સંજય કામ કરતા હતા જે બધાને બેફામ ગાળો ભાંડવા લાગ્યો હતો. તેમજ મોટી ધમાલ મચાવી દીધી હતી. જથી બધા ઓરડીમાં ચાલ્યા ગયા હતા .આમ છતા પ્રતાપ ઓરડી તરફ ધસી આવ્યો હતો. જમાઈ કંઈ સમજે એ પહેલા એની સાથે ઝપાઝપી કરી હતી. તેમજ એના હાથમાં લાકડું હતુ એ જમાઈને મારી દીધું હતુ. આથી જમાઈ સંજયને માથા પર કાળ સવાર થઈ જતાં સસરા પ્રતાપ પાસેથી લાકડુ આંચકી લઈ એના માથામાં ફટકારવા લાગ્યો હતો. ઉપરાઉપરી ત્રણ ઘા મારી દેતા  તે નીચે પડી ગયો હતો. માથામાંથી લોહીની ધારો વછુટવા લાગી હતી. પ્રતાપની પત્નીએ આસપાસના ખેતરોમાં કામ કરતા લોકોને બોલાવી લીધા હતા અને પ્રતાપને સારવારમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પણ પ્રતાપ સારવાર લેવાની ના પાડતો હતો. જેથી એને રાતભેર એમ જ રહેવા દીધો હતો.વહેલી સવારે પ્રતાપે બોલવાનું બંધ કરી દીધું હતુ. જેથી તેની પત્ની ભુરી બેનને શંકા જતા સારવારમાં લાઠી હોસ્પિટલમાં ખસેડયો હતો. પણ એનું મોત નીપજ્યું હતુ. અને બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો. 

City News

Sports

RECENT NEWS