વજનકાંટા ઉદ્યોગમાં દેશભરમાં જાણીતા સાવરકુંડલાને વજનદાર નેતાની શોધ

- કોંગ્રેસ, ભાજપ અને આમ આદમીનાં પાર્ટીનાં ઉમેદવાર વચ્ચે જામશે ચૂંટણી જંગ

- પાટીદાર મતદારોનું પ્રભુત્વ હોવાથી ચૂંટણીમાં રાજકીય પક્ષો પાટીદાર ઉમેદવારને જ સામસામા મેદાનમાં ઉતારે છે, આ વખતે અન્ય જ્ઞાાતિના મતદારોનો મિજાજ બનશે નિર્ણાયક

સાવરકુંડલા

સાવરકુંડલા વિધાનસભા બેઠક પર સાવરકુંડલા અને લીલીયા તાલુકાનો સમાવેશ થાય છે.આ બેઠક પર પટેલ,બ્રાહ્મણ,લુહાણા,દલીત,કુંભાર,કોળી લઘુમતી સમાજના લોકો વસે છે જેમાં ખાસ કરીને અહીં પટેલ,કોળી જ્ઞાાતી,લુહાણા જ્ઞાાતિ નું વધારે પ્રભુત્વ જોવા મળી રહ્યું છે.સૌથી વધુ પાટીદાર મતદારો આ બેઠક પર છે.

આ બેઠક પર જીત મેળવવા માટે પાટીદાર ઉમેદવારોને ભાજપ કોંગ્રેસ દ્વારા મેદાને ઉતારામાં આવે છે.જેથી આ બેઠક પર પાટીદાર વર્સીસ પાટીદારનો જંગ જોવા મળતો હોય છે.પાટીદાર મતોનું વિભાજન થતું હોવાને કારણે અહીં બેઠક કબ્જે કરવા માટે અન્ય જ્ઞાાતિઓના મતદારોનો મિજાજ બેઠક કબ્જે કરવા માટે મહત્વનો માનવામાં આવે છે.

 ૨૦૧૨ની ચૂંટણી

કોંગ્રેસના પ્રતાપ દુધાત આ બેઠક પરથી ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા બન્યા હતા.જયારે ભાજપના કમલેશ કાનાણીનો હારનો સ્વાદ ચાખવો પડયો હતો.આ મુકાબલામાં પ્રતાપ દુધાતને ૬૬૩૬૬ મતો મળ્યા હતા.જયારે ભાજપના કમલેશ કાનાણીને ૫૭૮૩૫ મતો મળ્યા હતા.જેથી પ્રતાપ દુધાત ૮,૫૩૧ મતોથી જીત મેળવી હતી.

આ વિધાનસભા બેઠક પર છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનો દબદબો જોવા મળતો હતો પરંતુ કોંગ્રેસના યુવા નેતા પ્રતાપ દુધાત આ બેઠક કબ્જે કરવામાં સફળ રહ્યા હતા અને લડાયક નેતા તરીકેની હાલ તેઓ છાપ ધરાવે છે.તેવામાં ભાજપને ૨૦૧૭ની ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખવો પડયો હતો.

૨૦૧૨ની વાત કરીએ તો ભાજપમાથી હાલના કૃષિમંત્રી વીવી વઘાસિયા એ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને કોંગ્રેસમાથી પ્રતાપ દૂધાત ચુંટણીમાં ઊભા રહ્યા હતા જેમાં ભાજપના વિવિ વઘાસિયા ૨૭૦૦ જેટલા નજીવી સરસાઈથી જીત્યા હતા.તો આ ચુંટણીમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણીને ભાજપ તરફથી ટિકિટ ના મલતા કાળુભાઇએ અપક્ષ ઉમેદવાર તરીકે જંપલાવું હતું જેમાં કાળું વિરાણીને ૧૪૫૧૭ જેટલા મત મળ્યા હતા તો ગત ચુંટણીમાં કેશુભાઈ પટેલ પીએન પોતાની  અલગ પક્ષ ઊભો કર્યો હતો જેમાં સાવકુંડલામાથી મહેશભાઇ સુદાની એ ચુંટણીમાં જંપલાવતા તેઓને ૧૪૧૦૭ મત મળ્યા હતા આમ મતો નું વિભાજન થતાં ભાજપના વી.વી. વઘાસિયા નજીવી સરસાઈથી જીત્યા હતા.

મત વિસ્તારમાં ી-પુરૂષ અને નવા મતદારની સંખ્યા સાવરકુંડલા વિધાનસભા બેઠક પર કુલ ૨૫૪૨૧૯ મતદારો છે. જેમાં ી મતદારોની સંખ્યા ૧૨૨૩૨૦ અને પુરુષ મતદારોની સંખ્યા ૧૩૧૮૯૧ છે. જેમાં નવા પુરુષ મતદારો ૧૧૬૯ અને ી મતદારો ૧૧૪૭ છે જેથી આ બેઠક પર ૨૬૪૨ નવા મતદારો નોંધાયા છે.

વિસ્તારની મુખ્ય સમસ્યાઓ

સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતક્ષેત્રમાં અહી કોઈ મોટો ઉધ્યોગ નથી.સાવરકુંડલા માં ભારત નો પ્રખ્યાત કાંટા ઉધ્યોગ ધમધમી રહયો છે પરંતુ અહિના વેપારીઓની વર્ષોથી જીઆડીસી ની માંગ કરેલ છે પરંતુ આજદિન સુધી અહી જીઆઈડીસી શરૂ થઇ નથી.અહીંના લોકોની માંગ છે કે જો સાવરકુંડલામાં કોઈ મોટો ઉધ્યોગ સ્થપાય તો સ્થાનિક લોકોને રોજગારી મળી રહે,લીલીયાની વાત કરીએતો અહી વર્ષોથી મેઇન બજારમાં તેમજ સોસાયટીમાં વરસાદી પાણી ભરાય જાય છે તો ગટર ની સમસ્યા પણ સ્થાનિક લોકોને પડી રહી છે.આ ઉપરાંત રોડ,રસ્તાઓના પ્રશ્નો તો અનેક વિસ્તારોમા ગામોમાં જોવા મળે છે.આ ઉપરાંત આ બંને વિસ્તારોમાં ખેડૂતોને પીજીવીસીએલને લગતા અનેક પ્રશ્નો છે.જેના કારણે અનેક વખત પીજીવીસીએલ ખાતે બબાલો પણ જોવા મળતી હોય છે.

કેવા ઉમેદવાર જીતી શકે છે તેનો અંદાજ :-

આ બેઠક પર કોંગ્રેસમાંથી ચાલુ ધારાસભ્ય પ્રતાપ દૂધાતની ટિકિટ નિશ્ચિત માનવામાં આવી રહી છે.તો સામે ભાજપમાં ત્રણ પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી,પૂર્વ ધારાસભ્ય હનુભાઈ ધોરાજીયા અને પૂર્વ કૃષિ મંત્રી વી.વી વઘાસીયાએ ટિકિટ માંગી છે.આ ઉપરાંત ભાજપના સ્થાનિક વર્ચવાસ ધરાવતા અને સુરેશ પાનસુરીયા સહીત ૧૬ લોકોએ પણ ટિકિટ માંગી છે. તો આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાને હોવાથી સમીકરણ અલગ છે.

તેવામાં ટિકિટને લઈને ભાજપમાં અનેક લોકો માથામણ ચાલી રહી છે.તેવામાં અંદરખાને ચાલી રહેલ જૂથવાદ ભાજપને ખુબજ નુકશાન કરી શકે છે.જયારે તે વાત કોંગ્રેસ માટે  ફાયદારૂપ સાબિત થઇ શકે છે.જયારે આપ મેદાને ઉતરે તો મતોનું વિભાજન થવાને કારણે ભાજપને સિદ્ધો ફાયદો મળી શકે છે.

આ વખતે લોકોની સમસ્યાને ધ્યાને રાખી અને ખાસ કરીને ગામડાના મુદાઓને અને ખેડૂતોને ટચ કરતા મુદ્દાને ધ્યાનમાં રાખી જે ઉમેદવાર મેદાને ઉતારશે તેને ચોક્કસ ફાયદો મળી શકે છે.જયારે શહેરના મતો બંને પાર્ટીઓના સિક્યોર હોવાને કારણે ગામડા પર  ધ્યાન રાખી અને લોકોની વચ્ચે ઉતરશે તે ઉમેદવારની જીત થઇ શકે છે.

City News

Sports

RECENT NEWS