દીવાળીના સાત દિવસ દરમિયાન દિવમાં એક કરોડનો શરાબ સ્વાહા

- સાકી ઈતના ના પિલા કી મેરી જાન નીકલ જાયે ,બસ ઈતના દે ગમ નીકલ જાયે

- દુર દુરના સહેલાણીઓએ બેફામ મદીરાપાન કરતા શરાબના ૯૫ ધંધાર્થીઓને તડાકો પડયો 

દિવ

કોરોના કાળ દરમિયાન બે વર્ષ સુધી પ્રવાસન પ્રવૃતિ પર રોક લાગી ગયા પછી આ સાલ કોરોનામુકત તહેવારો આવતા જ દિવમાં આ સાલ લાખો સહેલાણીઓની દસ દિવસ દરમિયાન ભારે અવરજવર રહી હતી. દિવાળી સમયગાળામાં દીવમાં એક કરોડ પાંચ લાખ રૂપિયાનો શરાબ સહેલાણીઓ મદહોશ બનીને ગટગટાવી ગયા હતા. !

દિવ કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી અહી શરાબ સેવન અને વેચાણની છૂટ છે. જયારે ગુજરાતમાં દારૂબંધી છે. જયારે જયોરે તહેવારો આવે એ વખતે મોટી સંખ્યામાં સહેલાણીઓ મદીરાપાનના આકર્ષણના કારણે દીવમાં પહોંચી જાય છે. દીવમાં ૯૫ શરાબ વિક્રેતા લાયસન્સ ધરાવે છે. અહી તહેવારો પહેલા જ બીયર ,ફોરેન લીકર, અને અવનવી બ્રાન્ડના શરાબોનો જથ્થો એકત્ર કરી  લેવામાં આવે છે. જેવા તહેવારો આવે કે શરાબ રસિયાઓ દિવ પહોચીને જામ ઉપર જામ ભરીને શરાબ ગટગટાવી જાય છે.કેટલાય લોકો બીચ નજીક કે હોટલોમાં પોઢી જાય છે.દિવાળી કે અન્ય તહેવારો પર  હોટલ રેસ્ટોરન્ટ ફુલ થઈ જાય છે. અહી શરાબ પીવાની ભલે છુટ હોય પણ શરાબ પીને છાકટા થવાની મનાઈ છે. એમની સામે કાર્યવાહી થાય છે. બસ બધા એક જ વાતમાં મગ્ન હોય છે કે ગમ ભૂલાને કે લિયે મેં તો પિયે જાઉંગા... સાકી ઈતના ના પિલા કી મેરી જાન નીકલ જાયે ,બસ ઈતના દે ગમ નીકલ જાયે !

City News

Sports

RECENT NEWS