Get The App

ધમાકેદાર છે 'મિશન રાનીગંજ'નું ટ્રેલર, અક્ષય કુમાર જોરદાર કમબેક કરવા માટે તૈયાર, જુઓ VIDEO

Updated: Sep 25th, 2023

GS TEAM


Google News
Google News
ધમાકેદાર છે 'મિશન રાનીગંજ'નું ટ્રેલર, અક્ષય કુમાર જોરદાર કમબેક કરવા માટે તૈયાર, જુઓ VIDEO 1 - image


નવી મુંબઇ, 25 સપ્ટેમ્બર 2023, સોમવાર 

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'મિશન રાનીગંજ'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં અક્ષય કુમાર ફરી એકવાર નવા અંદાજમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં અક્ષય કુમાર એક શીખના ગેટઅપમાં જોવા મળી ર્હોય છે. ટ્રેલર રિલીઝ થયા બાદ હવે ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ ટ્રેલરમાં, રાણીગંજમાં કોલસાની ખાણમાં થયેલા અકસ્માત અને બચાવની દર્દનાક કહાની બતાવવામાં આવી છે, જે તમને હંફાવી દેશે.

શું છે મિશન રાણીગંજની સ્ટોરી?

‘મિશન રાણીગંજ’ની સ્ટોરી એક સત્ય ઘટના પર આધારિત હોવાનું કહેવાય છે. ફિલ્મની સ્ટોરી માઇનિંગ એન્જિનિયર સ્વર્ગસ્થ જસવંત સિંહ ગિલના જીવન પરથી પ્રેરિત છે. 

વર્ષ 1989માં પશ્ચિમ બંગાળમાં 104 ફૂટ ઊંડી કોલસાની ખાણમાં અકસ્માત થયો હતો, જેમાં લગભગ 65 કામદારો ફસાયા હતા. આ ઘટનામાં જસવંત સિંહે બહાદુરી બતાવી ફસાયેલા મજૂરોને બહાર કાઢ્યા અને તેમનો જીવ બચાવ્યો હતો. 

ફિલ્મના સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, ટીનુ સુરેશ દેસાઈ દ્વારા દિગ્દર્શિત અને વાશુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ અને અજય કપૂર દ્વારા નિર્મિત ફિલ્મ 'મિશન રાણીગંજ'માં અક્ષય કુમાર ઉપરાંત પરિણીતી ચોપરા, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય, રવિ કિશન, કુમુદ શર્મા, રાજકુમાર મિશ્રા, રાજકુમાર રાઠવા જેવા કલાકારો છે. વરુણ બડોલા અને પવન મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 6 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Tags :