Get The App

ઈન્ડેક્સ માટે 65500 અને નિફટી ફયુચરમાં 19470 મહત્ત્વના સપોર્ટ

Updated: Jul 17th, 2023

GS TEAM


Google News
Google News
ઈન્ડેક્સ માટે 65500 અને નિફટી ફયુચરમાં 19470 મહત્ત્વના સપોર્ટ 1 - image


બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૬૬૦૬૦.૯૦ તા.૧૪-૦૭-૨૩) ૬૨૮૬૭.૫૩નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૬૫૦૨૭.૮૩  અને ૪૮ દિવસની ૬૩૩૧૦.૩૩ તેમ જ ૨૦૦ દિવસની ૬૦૮૩૩.૨૦ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ઍધોરણે ઓવરબોટથી  ન્યુટ્રલ, અઠવાડિક  તેમ જ માસિક ધોરણે ઓવરબોટ  પોજીસન દર્શાવે  છે. ઉપરમાં ૬૬૧૬૦ ઉપર ૬૬૪૩૦,  ૬૬૮૩૦, ૬૭૨૩૦ સુધીની શક્યતા. નીચામાં ૬૫૫૦૦, ૬૫૧૭૫ નીચે  નબળી સમજવી બજાર જોખમી તબક્કામાં હોવા છતાં પણ વધે છે એ હકીકત છે.

હિન્દાલ્કો (બંધ ભાવ રૂ.૪૪૬.૯૫ તા.૧૪-૦૭-૨૩)૪૦૭.૪૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૨૫.૨૮ અને ૪૮ દિવસની ૪૨૧.૫૦ તેમ જ ૨૦૦ દિલસની ૪૨૬.૬૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ  તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૪૯ ઉપર ૪૫૮, ૪૬૮, ૪૭૮, ૪૮૮ સુધીની શક્યતા. નીચામાં ૪૩૯ અને ૪૨૮ નીચે ૪૨૨ સપોર્ટ ગણાય.

જ્યુબીન્ટ ફુડ (બંધ ભાવ રૂ.૪૭૦.૭૦ તા.૧૪-૦૭-૨૩)૫૦૮.૬૮નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૮૫.૨૧ અને ૪૮ દિવસની ૪૮૧.૨૬ તેમ જ ૨૦૦ દિવસની ૪૯૭.૯૯ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૮૧ ઉપર ૪૮૭  પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં  ૪૬૫ નીચે  ૪૬૦ , ૪૫૪, ૪૪૮ સુધીની શક્યતા.

રિલાયન્સ (બંધ ભાવ રૂ.૨૭૪૦.૭૦ તા.૧૪-૦૭-૨૩) ૨૧૮૦નાં બોટમથી સુધારા તરફી છે.  હાલલ ૧૨ દિવસની એવરેજ ૨૬૬૨.૬૬ અને ૪૮ દિવસની ૨૫૪૨.૩૯ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૭૩.૬૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૮૪૫ ઉપર ૨૮૪૮ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૭૨૨ નીચે ૨૭૦૦, ૨૬૮૦ મહત્ત્વનો સપોર્ટ ગણાય.

ટેક મહેન્દ્ર (બંધ ભાવ રૂ.૧૨૨૮.૬૫ તા.૧૪-૦૭-૨૩) ૧૦૬૦.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરજ ૧૧૪૯.૫૯ અને ૪૮ દિવસની ૧૧૧૦.૪૯ તેમ જ ૨૦૦ દિવસની ૧૦૮૬.૯૩ છે.  દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ તરફ અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૨૩૨ ઉપર ૧૨૩૯, ૧૨૭૬, ૧૩૧૫, ૧૩૪૫ સુધીની શક્યતા. નીચામાં  ૧૧૮૩ નીચે ૧૧૬૦ સપોર્ટ ગણાય.

નેશનલ એલ્યુમિનિયમ (બંધ ભાવ રૂ.૮૯.૩૦ તા.૧૪-૦૭-૨૩) ૮૦.૬૫નાં બોટમથી  સુધારા તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૮૩.૭૭ અને ૪૮  દિવસની ૮૩.૦૬ તેમ જ ૨૦૦ દિવસની ૮૦.૩૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડીસુધારા તરફી છે.  દૈનિક ધોરણે ઓવરબોટ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૯.૫૦ ઉપર ૯૦, ૯૪, ૯૮, ૧૦૧ સુધીની શક્યતા. સપાટી ૮૩ ગણાય.

એમ્ફેસીસ(બંધ ભાવ રૂ.૨૦૬૯.૫૫ તા.૧૪-૦૭-૨૩) ૧૭૬૦.૦૬નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૮૭૭.૩૭ અને ૪૮ દિવસની ૧૮૫૨.૦૨  તેમ જ ૨૦૦ દિવસની ૧૮૫૯.૨૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી  સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૦૮૦ ઉપર ૨૦૯૧, ૨૧૪૪, ૨૧૯૭, ૨૨૬૦ સુધીની શક્યતા. નીચામાં ૨૦૩૮ નીચે ૧૯૩૫ સપોર્ટ ગણાય.

બેંક નિફટી ફયુચર (બંધ ૪૪૯૦૨.૬૫  તા.૧૪-૦૭-૨૩) ૪૩૩૧૩.૩૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૪૪૭૯૩.૩૦ અને ૪૮ દિવસની  ૪૪૦૩૩.૪૯   તેમ જ ૨૦૦ દિવસની ૪૧૯૪૮.૫૯   છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડ સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૫૧૩૫ ઉપર ૪૫૩૧૦ કુદાવે તો ૪૫૭૪૮ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર ૪૫૯૪૦, ૪૬૨૮૦, ૪૬૬૨૦, ૪૬૯૬૦ સુધીની શક્યતા. નીચામાં ૪૪૬૭૪ નીચે નબળાઈ સમજવી.

નિફટી ફયુચર (બંધ ૧૯૫૯૮.૮૫ તા.૧૪-૦૭-૨૩) ૧૮૬૬૫નાં બોટમથી  સુધારા તરફી છે.  હાલ ૧૨ દિવ સની એવરેજ ૧૯૩૨૯.૧૨  અને ૪૮ દિવસની ૧૮૮૦૬.૫૫  તેમ જ ૨૦૦ દિવસની ૧૮૦૬૯.૩૮  છે. દૈનિક  અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે.  દૈનિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૯૬૨૮ ઉપર ૧૯૬૬૫, ૧૯૭૩૦,  ૧૯૮૦૦, ૧૯૯૩૦ સુધીની શક્યતા. નીચામાં ૧૯૪૭૦, ૧૯૩૫૦ સપોર્ટ ગણાય.

સાયોનારા

રમતાં-રમતાં બાળકે લીટા કર્યા, હસ્તરેખા થઈ ગઈ દીવાલની!

-ભાવેશ ભટ્ટ.

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

Tags :