Breaking News
જિનપિંગે ગાંધીજીની સમાધી પર ફૂલ ચઢાવી શ્રદ્ધાંજલી આપી * * * * બે મિત્રો સાથે ગોવા ફરવા ગયેલા અંબાચના રહીશ પાંચ માસથી ગૂમ * * * * ભાજપ સાથે છેડો ફાડનાર ૧૨ સભ્યોના રાજીનામા યથાવત * * * * ટામેટાં અને ડુંગળી પછી હવે મગ તુવેર અને અડદના ભાવ આસમાને * * * * ચુમુરમાં ભારત અને ચીનની સેના વચ્ચેની ફલેગ મિટિંગ નિષ્ફળ

Latest Vadodara News

ભરુચ પાસે ટ્રેન રોકવા 30 વખત ચેઈન પુલીંગ!!!

September 18 at 4:24pm

ભરુચ નજીક પાનોલી ખાતે ઉશ્કેરાયેલા મુસાફરોએ ભારે હોબાળો મચાવીને ટ્રેનને બે કલાક સુધી રોકી રાખી હતી..
More...
ભાજપ સાથે છેડો ફાડનાર ૧૨ સભ્યોના રાજીનામા યથાવત

September 18 at 2:00am

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાજપમાં નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત ૧૨ સભ્યોએ રાજીનામા હજી પરત ખેંચ્યા નથી ત્યારે આવી જૂથ બંધી વચ્ચે પણ ભાજપને સાવલી નગરમાંથી ૫૦૪૯ માંથી ૩૫૧૬ મત મળતા વડોદરા જિલ્લાના ભાજપના આગેવાનો એ પ્રદેશ મોવડીઓને વિગતવાર અહેવાલ સુપ્રત કર્યો છે...
More...
ખાતર માટે ખેડૂતોને વલખા

September 18 at 2:00am

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીના ખરા સમયે જ ખાતર માટે ખેડૂતો ટળવળી રહ્યા છે. વડોદરા જિલ્લામાં ખાતરના ધાંધીયા સર્જાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. જિલ્લામાં યુરીયા ખાતરની ૨૦ હજાર ટનની માંગ સામે માત્ર ૪ હજાર ટન જથ્થો જ મોકલી શકાયો હોઇ ખેડૂતો દયાજનક સ્થિતિમાં મુકાયા છે...
More...
એમ.એસ.યુનિવર્સિટી પરામર્શ ફેસ્ટીવલમાં નવી ઈવેન્ટસનો ઉમેરો કરાયો

September 18 at 2:00am

એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં પરામર્શ ઈવેન્ટનો શુક્રવારથી પ્રારંભ થવાનો છે.સતત ૧૪મા વર્ષે એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓનો નોન ટેકનીકલ ઈવેન્ટ યોજાવા જઈ રહ્યો છે.આ વખતે પરામર્શમાં નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે...
More...
ભરૃચ પોલીસ પર વાહનચોર દ્વારા સશસ્ત્ર હુમલો થતા પોલીસ ફાયરીંગ

September 18 at 2:00am

ભરૃચ ખાતેથી ચોરાયેલી બોલેરો કારના કેસમાં કરજણ પાસે પોલીસ પર હુમલો કરી વાહનચોરો ફરાર થઇ ગયા હતા તેની તપાસ માટે રાજસ્થાનના બાડમેરના ગાંધવ ગામે વાહનચોરોને પકડવા ગયેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર વાહનચોરોએ સશસ્ત્ર હુમલો કર્યો હતો. ઝપાઝપીમાં એલસીબી પીઆઇ તથા પીએસઆઇને ઇજાઓ થઇ હતી. આખરે પોલીસે ફાયરીંગ કરતા ઇજાગ્રસ્ત બનેલા બંને વાહનચોર ઝડપાઇ ગયા હતા. હુમલા અંગ પોલીસે રાજસ્થાનના ગુડામાલન પોલીસ મથકમાં ફરિયાદ લખાવી બન્ને વાહનચોરોની ધરપકડ કરી ભરૃચ લાવી તેમના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે...
More...
ભારે વરસાદ અને પૂરથી રૃા.૫૨ કરોડનું નુકશાન

September 18 at 2:00am

વડોદરા શહેરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રીના વિનાશક પૂરને કારણે આશરે રૃા.૫૨ કરોડનું રોડ, રસ્તા વગેરેને નુકશાન થયું હોવાનું પ્રાથમિક અભ્યાસમાં જાણવા મળ્યું છે અને આ માટેનો એક રીપોર્ટ વડોદરા મ્યુનિ. કોર્પોરેશને તૈયાર કર્યો છે. જે ટૂંક સમયમાં રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે...
More...
તીબેટીયન વિદ્યાર્થીઓની પોલીસ પહેરા હેઠળ ભૂખ હડતાળ

September 18 at 2:00am

પોતાની અટક કરાયાના વિરોધમાં તીબેટીયન વિદ્યાર્થીઓએ પોલીસ હેડક્વાર્ટર ખાતે અને યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસ ખાતે ગઈકાલે રાતથી શરુ કરેલી ભૂખ હડતાળ આજે પણ ચાલુ રાખી હતી.જેના પગલે ૫ ગર્લ્સની તબીયત લથડતા દોડધામ મચી ગઈ હતી...
More...

Vadodara  News for Sep, 2014