Breaking News
દિલ્હી કેબ રેપ: આરોપી ડ્રાઇવર પોતાની કાકી પર પણ બળાત્કાર કરી ચૂક્યો છે

Latest Surat News

GIPCLમાં લિગ્નાઇટ વહન કરતા ટ્રાન્સપોર્ટરોની હડતાળ

December 21 at 2:00am

માંગરોળના નાનીનરોલી સ્થિત જીઆઇપીસીએલ કંપનીનો લિગ્નાઇટ સગેવગે કરવા સંદર્ભે ટ્રાન્સપોર્ટના એક ચાલક સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવ્યા બાદ કંપનીએ તે ટ્રકના માલિકની અન્ય ૯ ટ્રકો પણ બંધ કરી દેતાં આજે લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટરોએ હડતાળ પાડી હતી. ૯૦ ટ્રકના પૈંડા થંભી ગયા છે અને બંધ કરેલી ૯ ટ્રકો ચાલુ નહીં કરે ત્યાં સુધી તમામ ટ્રકો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે...
More...
લોહી આપવામાં સુરતીઓ અવ્વલ ઃ વર્ષમાં ૩૨૩૦૯ યુનિટ રક્ત આપ્યું

December 21 at 2:00am

વર્ષ ૨૦૧૪માં સુરતમાં વિવિધ દાનનો પ્રવાહ વહેતો રહ્યો, જેમાં રક્તદાન કરવામાં પણ સુરતીઓ પાછળ રહ્યાં નથી. મહિના દિવસો કરતાં પણ વધુની સંખ્યામાં દર મહિને રક્તદાન કેમ્પ થયા છે. ૧લી જાન્યુઆરી ૨૦૧૪થી ૧૫મી ડિસેમ્બર ૨૦૧૪ દરમિયાન વર્ષમાં સુરતમાં ૩૯૯ રક્તદાન કેમ્પ યોજાયા છે. જેમાં ૩૨,૩૦૯ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. વર્ષમાં ૩૬૫ દિવસ સુરતીઓ રક્ત આપી બ્લડ બેંકોને છલકાવી હતી. તેમાં પણ રક્ત આપવામાં યંગસ્ટર્સ આગળ રહ્યા હતાં...
More...
હાઇટેન્શન લાઇનમાંથી કોપર, કેબલ ચોરતી ગેંગ ઝડપાઇ

December 21 at 2:00am

સુરત શહેરના છેવાડાના વિસ્તારમાં લગાવવામાં આવેલા હાઇટેન્શન લાઇનના કોપર અને એલ્યુમિનિયમના કેબલની ચોરી કરતી ટોળકીને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી બે ચોરીના ભેદ ઉકેલ્યા હતાં. ક્રાઇમ બ્રાંચે તેમની પાસેથી કોપર - એલ્યુમિનિયમના તાર, ટર્મીનેશન કીટ અને થ્રી વ્હીલ ટેમ્પો મળી કુલ રૃ. ૨.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો...
More...
ઓટો સંચાલક, ટેક્સટાઇલ બ્રોકરનું રૃ।.૬ કરોડનું કાળું નાણું

December 21 at 2:00am

સુરત ઇન્કમટેક્સ વિભાગની રેન્જ-૭ની ટીમે ગઇકાલે મગોબના સિધ્ધિ ઓટોના સંચાલક તથા સુરત ટેક્સ ટાઇલ માર્કેટના બ્રોકર ડી.એમ.બ્રોકરને ત્યાં હાથ ધરેલી સર્વેની કામગીરી આજે પૂર્ણ થતાં બંને વ્યવસાયીઓની કુલ રૃ।.૬ કરોડની બેનામી આવક શોધી કાઢી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે મોડી સાંજે આયકર વિભાગની રેન્જ-૯ની ટીમે મોટાવરાછા તથા સરથાણા ખાતે આવેલા મણીધરા રીયલ એસ્ટેટ તથા અવધ બિલ્ડર જુથોના ધંધાકીય સ્થળો પર સર્વેની કામગીરી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે...
More...
જાહેરમાં યુવાનને ફટકારનાર કોન્સ્ટેબલને ભાગવું પડયું !

December 21 at 2:00am

ઉધના-મગદલ્લા રોડ ચોસઠ જોગણી માતાના મંદિર નજીક બપોરના એક કોન્સ્ટેબલે એક કાર ચાલક યુવાનને બે-ત્રણ લાફા ઝીંકી દીધા હતા. આ કોન્સ્ટેબલે એક યુવાન સાથે જાહેરમાં દંડાવાળી કરતાં ટોળું એકઠું થઇ ગયું હતું. જો કે, ટોળું ઉશ્કેરાય અને કશી નવાજુની થાય તે પહેલાં કોન્સ્ટેબલ બાઇક લઇને શિફતપૂર્વક નીકળી ગયો હતો...
More...
ફિલ્મમાં હિરો-હિરોઇન બનવા માંગતા અનેકે નાણાં ગુમાવ્યા

December 21 at 2:00am

ટેક્ષ્ટાઇલ માર્કેટ વિસ્તારમાં મજૂરી કામ કરતો લિંબાયતનો યુવાન હીરો બનવાના સ્વપ્ન સાથે માર્કેટ વિસ્તારમાં લગાવેલા પોસ્ટરને જોઇ લિંબાયત વિસ્તારમાં ફિલ્મ પ્રોડકશનની ઓફિસમાં ગયો હતો. માયાનગરી મુંબઇમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાન પાસે પોતાની ફિલ્મ બનાવવાની વાત કરતા પ્રોડકશન ઓફિસના યુવાનોએ રૃ. ૧૦,૦૦૦ની માંગણી કરતા તે યુવાન તો નીકળી ગયો હતો પરંતુ ગણતરીના દિવસોમાં તે ઓફિસ બંધ થઇ જતાં હીરો બનવા માંગતા ઘણાંના પૈસા ડૂબી ગયા હતાં. સુરતના ઉધના, લિંબાયત અને પાંડેસરા વિસ્તારમાં આવી ઓફિસ ખોલી યુવક-યુવતીઓને હીર..
More...

Surat  News for Dec, 2014