Breaking News
.
Ravi Purti
  • Monday
  • May 25, 2015

Ravi Purti Top Story

એનકાઉન્ટર - અશોક દવે

એનકાઉન્ટર - અશોક દવે

May 25 at 5:42pm

કેજરીવાલથી એક વાર છેતરાઈ ચૂકેલી દિલ્હીની જનતાએ એમને બીજી વાર કેમ તક આપી ? -એમ કાંઈ એકાદવાર છેતરાઈ જવાથી આપણે હિમ્મત હારી ન જવાય... આપણે ઈન્ડિયન છીએ
ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી

ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી

May 25 at 2:00am

એપ્રિલ મહીનામાં 'આઇડેન્ટીકલ ટ્વીન્સ' એક યા બીજા કારણસર ન્યુઝમાં રહ્યા હતાં. લ્યુસી અને ઈના કેન્સીક્યું એ ૧૩ લાખ પાઉન્ડ જેટલી રકમ પ્લાસ્ટીક સર્જરી પાછળ ખર્ચી ચુકી છે. બંને એક જ બોયફ્રેન્ડ
બેંકિંગ ક્ષેત્રનું કૌભાંડ ઃ સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર ઊડતા છાંટા

બેંકિંગ ક્ષેત્રનું કૌભાંડ ઃ સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર ઊડતા છાંટા

May 25 at 2:00am

બેંક. આ શબ્દ એટલે વિશ્વાસ. ભારત હોય કે વિશ્વનો નાનામાં નાનો દેશ હોય. તમામ દેશોમાં બેંકોની એક આગવી ભૂમિકા હોય છે. દેશના અર્થતંત્રમાં, નાણાંકીય સિસ્ટમમાં, સામાજીક વ્યવહાર તેમજ રોજીંદા કામકાજમાં બેંકની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે.
ફિલ્લમ ફિલ્લમ

ફિલ્લમ ફિલ્લમ

May 24 at 2:00am

કોઈ નવી રીલીઝ થયેલી ફિલ્મને વાત નીકળે અને સો કે સવાસો કરોડનો આંકડો સાંભળીએ એટલે વધુ એક ફિલ્મની સો કરોડી ક્લબમાં એન્ટ્રી થઇ હશે એવું લાગે. પરંતુ 'બોમ્બે વેલ્વેટટની વાત સાથે સંકળાયેલો આ આંકડો ફિલ્મની કમાણીનો નહિ, પરંતુ આ ફિલ્મમાં ડૂબેલાં પૈસાનો છે. અનુરાગ કશ્યપે અત્યાર સુધી બનાવી એ બધી જ ફિલ્મોના બજેટનો સરવાળો કરવામાં આવે તો પણ 'બોમ્બે વેલ્વેટ'માં
ધરતીનો ધબકાર - દોલત ભટ્ટ

ધરતીનો ધબકાર - દોલત ભટ્ટ

May 24 at 2:00am

મુંબઈની વડી અદાલતમાં બે શ્રીમંત વેપારીઓ વચ્ચે એક સોદા અંગે એક મોટો કેસ ચાલે, લાખોની હારજીત એમાં સમાયેલી હતી. પૈસા કરતાં પ્રતિષ્ઠાનો સવાલ મોટો હતો. સમગ્ર કેસનો આધાર એક સાક્ષીની જુબાની પર હતો કે જેની રૃબરૃમાં સોદો નહોતો થયો તો વાદી કેસ હારી જાય અને પ્રતિવાદી કેસ જીતે અને પ્રતિવાદી લાખોના નુકશાનમાંથી બચે.
લોકજીવનનાં મોતી - જોરાવરસિંહ જાદવ

લોકજીવનનાં મોતી - જોરાવરસિંહ જાદવ

May 24 at 2:00am

લોકભાષાની લીલુડી વાડીમાં કહેવતોરૃપી રંગબેરંગી ફૂલડા ખીલેલા જોઈ શકાય છે. એમાંની લોકહૈયે ને હોઠે રમતી તો કહેવત 'ધરમની ગાયના દાંત ન જોવાય' 'ફલાણા ભાઈ તો ધરમનો થાંભલો છે !' અર્થાત્ અત્યંત ધાર્મિક વૃત્તિના છે. ધરમથી કહેવું- ધરમ માથે રાખીને સત્ય હોય તે કહેવું. ધરમનો એક અર્થ પ્રમાણિકપણું છે, પણ આજે મારે વાત કરવી છે સૌરાષ્ટ્રના લુપ્ત થઈ ગયેલા લોક-સંસ્કારમાં ધરમનાં
હું, શાણી અને શકરાભાઈ  - પ્રિયદર્શી

હું, શાણી અને શકરાભાઈ - પ્રિયદર્શી

May 24 at 2:00am

પ્રોફેસર પ્યારેલાલ પર ફોન આવ્યો કે રણછોડદાદા જઉં જઉં કરતા રહ્યા છે. તમારે મળવું હોય તો વેળાસર આવી જાવ. રણછોડદાદા એમના સગામાં હતા. એમની જાહોજલાલી હતી. દોઢેક કરોડનો બંગલો હતો. પરિવાર પણ ભર્યો ભર્યો. બે દીકરા, એમની વહુઓ, સાસુ અને નાનાં મોટાં બચ્ચાં કચ્ચાં.
ખુલ્લા બારણે ટકોરા! - ખલીલ ધનતેજવી

ખુલ્લા બારણે ટકોરા! - ખલીલ ધનતેજવી

May 24 at 2:00am

તાજેતરમાં જ, એટલે કે, આ મહિનાની શરૃઆતમાં અમદાવાદનાં આંગણે, શાનદાર પુસ્તકમેળો યોજાઈ ગયો ! અમદાવાદવાસીઓએ એ મેળો ઉમળકાભેર ઉજવ્યો ! ઉજવી જાણ્યો અથવા ગુજરાતી ભાષાની ચિંતા કરનારાઓને મેળો ઉજવી દેખાડયો ! મેળામાં ઉમટી પડેલી ભીડને મે મહિનાના ધીકતા સૂરજનો તડકો પણ આંતરી શક્યો નહિ ! વીસ ત્રીસ કિલોમિટરના અંતરે વિકસી ચુકેલા અમદાવાદના નગરજનો
ઝાકળઝંઝા - પરાજિત પટેલ

ઝાકળઝંઝા - પરાજિત પટેલ

May 24 at 2:00am

'નાહોય? બને જ નહિ? ક્યાં અડતાલીસ વરસનો છોટુકાકો, ને ક્યાં બાવીસ વરસની ખેમલી! બને જ નહિ!' ગલગોટા જેવા ખોબા જેવડા ગામમાં કોઇ માને જ નહિ, એવી ઘટના બની ગઇ હતી! માને નહિ, એટલું જ નહિ, એને ટાઢા પહોરનું ગપ્પુ જ ગણી લે! ઉપરથી કહે ઃ 'કહેતા ભી દીવાના, ઔર સુનતા ભી દીવાના!'
જીવનના હકારની કવિતા - અંકિત ત્રિવેદી

જીવનના હકારની કવિતા - અંકિત ત્રિવેદી

May 24 at 2:00am

ગુરૃજી મ્હારા હૃદયમાં આપ પધારો... ગુરૃજી મ્હારા અંતરની જ્યોત પ્રગટાવો... અંધારા અંતરના દૂર કરીને, જ્ઞાાનની દિવડી અંતર ધરીને

Ravi Purti  News for May, 2015