Breaking News
નકલી મૂર્તિઓ વેચવાના આરોપસર ભારતીયને અમેરિકામાં જેલ * * * * ભાજપ મહારાષ્ટ્રમાં ૧૦૦થી વધુ બેઠકો જીતનારો ૨૪ વર્ષમાં પહેલો પક્ષ * * * * મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર રચાશે, જીત કોંગ્રેસ મુક્ત ભારત તરફ આગેકૂચ ઃ અમિત શાહ * * * * મુંબઇમાં સિંગાપૌર એરલાઇન્સના વિમાનને ઉતરાણ વખતે અકસ્માતઃ ૨૨ ગાયલ

Latest Rajkot News

એ સમયે પાંચ રૃપિયામાં સુંડલો ભરીને ફટાકડા આવતા

October 24 at 7:16pm

આજે દિવાળીનો પવિત્ર તહેવાર છે અને દેશભરમાં લોકો તેને રંગેચંગે ઉજવી રહ્યાં છે. ખાસ કરીને ફટાકડાની બજાર ગરમાગરમ છે અને કરોડો રૃપિયાનાં ફટાકડાનો ધુમાડો થઈ રહ્યો છે ત્યારે હાલમાં ચાઈનીંઝ ફટાકડા ઉપર જે રીતે પ્રતિબંધ મુકાયો છે, એ જ રીતે ૮૦ વર્ષ પહેલા પોરબંદરમાં પણ ''ગુડુદીયા બોમ્બ'' ફોડવા ઉપર મહારાણા નટવરસિંહજીએ લોકોની સલામતીના હેતુસર પ્રતિબંધ મુકી દીધો હતો...
More...
રાજકોટ સિટી બસમાં ૫ દિવસ ૫૦ ટકાનું ડિસ્કાઉન્ટ

October 24 at 7:15pm

દિવાળીના તહેવારોમાં લોકો બહારગામથી આવ-જા કરતા હોય માર્ગ પરિવહન વધી જતું હોય છે તે સ્થિતિમાં જ્યાં ભીડ હોય ત્યાં રિક્ષાભાડા અને ટ્રાવેલ્સ બસો પણ ભાડા વધારી દેતી હોય છે તેના બદલે મહાપાલિકા સંચાલિત ૬૦ સિટી બસો અને ૧૦ બી.આર.ટી.એસ. એ.સી. બસોમાં ભાડામાં ૫૦ ટકાનો ઘટાડો કરવા નિર્ણય લેવાયો છે જેનો અમલ આવતીકાલથી થશે. મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું કે ભાડા ઘટાડવાથી મુસાફરો વધતા ખોટ એકંદરે વધતી નથી પણ ઘટે છે...
More...
પોરબંદરમાં કાળી ચૌદશની રાત્રે સ્મશાનમાં ભાવભીનું સ્નેહમિલન

October 24 at 2:00am

સામાન્ય રીતે સ્મશાનની અંદર શોકમગ્ન કાર્યક્રમો યોજાતા હોય છે પરંતુ પોરબંદરના ઇતિહાસમાં પહેલી વખત કાળીચૌદશે ભાવભીનુ સ્નેહમિલન યોજવામાં આવ્યુ હતું, ત્યારે પોરબંદરને વિશ્વસ્તરે ભાગવત કથાના માધ્યમથી પ્રસિદ્ધ કરનાર રાષ્ટ્રીય સંત પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ પણ ખાસ હાજરી આપીને એવું જણાવ્યુ હતું કે 'આજે આપણે અહીં શિવજીને ઘરે દિવાળી મનાવવા આવ્યા છીએ.'..
More...
મેંદરડાના કુખ્યાત શખ્સની બે ગોળી ધરબી દઇ હત્યા

October 24 at 2:00am

મેંદરડા- સાસણ વચ્ચે આવેલી હોટલ ખાતે દારૃની પાર્ટી દરમ્યાન ડખ્ખો થતાં મેંદરડાના કુખ્યાત શખ્સે જૂનાગઢના શખ્સની રિવોલ્વર તથા મોબાઇલ ફોન ઝુંટવી લીધો હતો. આ બાબતના સમાધાન માટે રાત્રે મેંદરડાના સાસણ રોડ પર આવેલી લોજ સામે યુવાનને બોલાવ્યો હતો જયાં રિવોલ્વર તેની પાસેથી લઇ તેને બે ગોળી ધરબી દઇ તેની હત્યા કરી નાંખી હતી. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે...
More...
ગોંડલના સ્વપ્નદ્રષ્ટા મહારાજા સર ભગવતસીંહ રાજવીની આજે ૧૫૦મી જન્મજયંતી

October 24 at 2:00am

ગોંડલના સ્વપ્નદ્રષ્ટા સંસ્કૃતિ સર્જક મહારાજા સર ભગવતસીંહની આજે ૧૫૦મી જન્મજયંતિ છે. ગોંડલમાં એક નવા યુગનું સર્જન કરનાર મહારાજા ભગવતસીંહ શહેરની નગર રચના પહોળા રસ્તા, ભૂગર્ભ ગટર વગેરે જોતાં આજે પણ ચિરંજીવ અને ધબકતા અનુભવી શકાય...
More...
સૌરાષ્ટ્રમાં ઉત્સાહભેર ઉજવાતું પ્રકાશનું પર્વ, આજે બેસતુ વર્ષ

October 24 at 2:00am

રંગીલા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં તહેવારોનો રાજા, જીવનને પ્રકાશથી ઝળહળતું કરનાર પ્રકાશનું પર્વ દિપાવલિની લોકોએ આજે ઉમંગ અને શ્રધ્ધાપૂર્વક પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. બજારો-ઉદ્યોગોમાં જોઈએ તેવી તેજી નથી, ફટાકડા સહિતની ખરીદી ઘટી હતી અને ફરવાના બજેટમાં પણ કાપ મુકાયો હતો પણ પર્વ ઉજવણીના ઉત્સાહમાં લેશમાત્ર મંદી જોવા મળી ન્હોતી...
More...

Rajkot  News for Oct, 2014