Breaking News
નકલી મૂર્તિઓ વેચવાના આરોપસર ભારતીયને અમેરિકામાં જેલ * * * * ભાજપ મહારાષ્ટ્રમાં ૧૦૦થી વધુ બેઠકો જીતનારો ૨૪ વર્ષમાં પહેલો પક્ષ * * * * મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર રચાશે, જીત કોંગ્રેસ મુક્ત ભારત તરફ આગેકૂચ ઃ અમિત શાહ * * * * મુંબઇમાં સિંગાપૌર એરલાઇન્સના વિમાનને ઉતરાણ વખતે અકસ્માતઃ ૨૨ ગાયલ

Latest North Gujarat News

પરિણીતા ઉપર જલદ તેજાબ છાંટીને ગંભીર ઇજા પહોંચાડી

October 23 at 2:00am

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ગંભીરપુરા ગામે ગત સોમવારની રાત્રીના દશેક વાગ્યાના સૂમારે એક પરિણીતા ઉપર જલદ તેજાબ છાંટીને તેને ગંભીર ઇજા પહોંચાડવાના બનાવે ગામલોકોમાં ચકચાર મચાવી મૂકી હતી...
More...
મેગાળ દૂધ મંડળીમાંથી ગુમ થયેલો જથ્થો કોઈ પરત મુકી ગયું

October 23 at 2:00am

વડગામ તાલુકાના મેગાળ ગામની દૂધ મંડળીમાંથી અંદાજીત બે વર્ષ અગાઉ બનાસ દાણની બોરીઓ અને ઘી નો જથ્થો ગુમ થયો હતો. આ બાબતે ગામલોકોએ જથ્થો ગુમ થવા બાબતે દૂધ મંડળીના એક કર્મચારી ઉપર શંકા કરતાં તે કર્મચારીએ તે જથ્થાની રકમ દૂધ મંડળીમાં ભરપાઈ કરી લીધી હતી. પરંતુ તે કર્મચારી નિર્દોષ હોય મેગાળ ગામમાં આવેલ ચેહર માતાજીને અસલી ચોર સામે લાવવા પ્રાર્થના કરી હતી ત્યારે બે વર્ષ બાદ મંગળવારે રાત્રે કોઈ ઈસમ બનાસ દાણની બોરીઓ અને ઘીના ટીન દૂધ મંડળી આગળ મુકી જતાં આ ઘટના સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બની છે...
More...
ધો-૬ના કિશોરને કિડનીની બિમારીથી પરિવારમાં ચિંતા

October 23 at 2:00am

બેચરાજી ગામના એક કિશોરને માત્ર ૧૨ વર્ષની નાની ઉંમરે કિડનીની બિમારી ઉભી થતાં પરિવારજનો માથે આભ ફાટી પડયું છે. માત્ર ૭૦૦ રૃપિયાના પેન્શનમાં પરિવારનું ગુજરાન ચલાવતા દાદા તેમના પૌત્રની બિમારીના ઓપરેશન પાછળ ખર્ચ ઉઠાવી શકે તેમ ન હોઈ કોઈ દાનવીરની મદદનો હાથ લંબાવે તો તેની જિંદગીમાં ઉજાસ પથરાઈ શકે તેમ છે...
More...
પ્રવેશદ્ધારે પુરવામાં આવતી રંગોળી શુભ પ્રવાહ આકર્ષે છે

October 23 at 2:00am

લંકામાં રાવણનો વધ કરી દિવાળીને જયારે ભગવાન શ્રી રામ અયોધ્યામાં પ્રવેશ કર્યો ત્યારે અયોધ્યાવાસીઓએ દિપમાળ અને વિવિધ રંગોની રંગોળી બનાવી ભગવાનનું સ્વાગત કર્યું હતું. ત્યારથી આજ સુધી રંગોળી પુરવાની કળા અકબંધ રહી છે. જો કે આજની રંગોળીએ મોર્ડન લૂક અપનાવ્યો હોવાની સાથે સાથે રંગોળી રંગોળીનું મહત્વ પણ વધી રહ્યું છે...
More...
મહેસાણામાં કાળી ચૌદશ નિમિત્તે હનુમાન મંદિરોમાં ભારે ભીડ જામી

October 23 at 2:00am

ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં કાળીચૌદશના દિવસે હનુમાનજીના મંદિરે શ્રીફળ, સિંદુર, તેલ અને વડા ચડાવી ભક્તો બાધા, આખડી પુરી કરતા હોય છે. તો કેટલાક ભુવાઆ તંત્ર-મંત્ર દ્વારા સ્મશાનમાં આખી રાત બેસી સાધના કરી સિધ્ધિ પ્રાપ્ત કરતા હોય છે. ..
More...
પ્રકાશ પર્વ દિપાવલીની આજે આતશબાજીથી ઉજવણી

October 23 at 2:00am

આનંદ, ઉમંગ અને ઉત્સાહના પ્રકાશપર્વ દિપાવલીની આજે ઉતર ગુજરાતમાં ભવ્ય આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવશે. દિવાળીની ઉજવણી માટે બજારોમાં ઘોડાપુર ઉમટયુ છે. કપડા, ફટાકડા અને મીઠાઈ બજારમાં વ્યાપક પ્રમાણમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના બજારોમાં હૈયેહૈયુ દબાય તેવી ભીડ જામી રહી છે...
More...

North Gujarat  News for Oct, 2014