Breaking News
મગરના બચ્ચાને ખરીદનાર ડો. હિમાંશુ ખારા વનખાતા સમક્ષ હાજર * * * * મોદી મેજીકઃ જુનાગઢ કોર્પોરેશનમાં પણ કેસરીયો લહેરાયો * * * * વડોદરાઃભવન્સ સ્કૂલ સામે આંદોલન કરી રહેલા 100 ઉપરાંત વાલીઓની અટકાયત * * * અફધાનિસ્તાનઃ કાબુલમાં આત્મઘાતી હુમલો, ત્રણ વિદેશી સલાહકારોના મોત

Latest Kutch News

ભચાઉ પાસે ૩.૩ની તીવ્રતાનો ધરતીકંપ

July 17 at 2:00am

ભચાઉથી ૧૩ કિલોમીટર દુર સવારના ૮.૩૦ વાગ્યે ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો...
More...
વાગડ પંથકને ભીંજવતા મેઘરાજા અડધાથી પોણો ઈંચ વરસાદ

July 17 at 2:00am

કચ્છમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વાગડ પંથકને સવારના સમયે મેઘરાજાએ ભીંજવ્યો હતો અને રાપરના આડેસર અને આસપાસના વિસ્તારોમાં અડધાથી પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો અને લોકોમાં આનંદની લહેરખી ફેલાય હતી પરંતુ ત્યાર બાદ અકળામણથી લોકો ત્રાહિકામ પોકારી ઉઠયા હતા...
More...
બરંદામાં દલિત દંપતિ પર નવ શખ્સોનો કુહાડી વડે ખૂની હુમલો

July 17 at 2:00am

લખપત તાલુકાના બરંદા ગામે રહેતા દંપતિ પર નવ ઈસમોએ ખૂની હુમલો કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો જ્યારે મુંદરા તાલુકાના ભુજપુર વાડી વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ એક મહિલાને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી. જો કે, આ બન્ને કિસ્સામાં કારણો હજુ સ્પષ્ટ થઈ શક્યા નથી...
More...
જમીનના રેકર્ડ સાથે ચેડા કરીને છેતરપીંડી આચરાઈ

July 17 at 2:00am

અબડાસા તાલુકાના ડુમરા ગામે જમીન માલિક પાકિસ્તાન હોવા છતાં બે શખ્સોએ તેઓની જાણ બહાર રેકર્ડ સાથે ચેડા કરીને ખોટી નોંધો રેવેન્યુ રેકર્ડમાં પડાવીને છેતરપીંડી આચરતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઈ છે. આ કેસમાં પોલીસને ૩૦ દિવસમાં તપાસ પુર્ણ કરીને રીપોર્ટ આપવા હુકમ કરવામાં આવ્યો છે...
More...
કોટડા(જ.)માં વિદ્યાર્થીઓનું ત્રણ કલાક સુધી ચક્કાજામ

July 17 at 2:00am

નખત્રાણાથી આવતી નેત્રા રૃટ સહિતની અન્ય લોકલ બસનો સ્ટોપ હોવા છતાં ઉભી નહીં રખાતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ આજે કંટાળી કોટડા(જ.)ગામે ત્રણ કલાક સુધી એસ.ટી.બસોને રોકી રાખતા ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને અન્ય વાહનોની કતારો લાગતા પોલીસને પણ ઘટના સ્થળે દોડી આવવું પડયું હતું. આખરે એસ.ટી.ના અધિકારીએ લેખિતમાં બાંહેધરી આપતા વિદ્યાર્થીઓએ આંદોલનને અટકાવ્યું હતું...
More...
મોટા વાલકા બાદ લાખાપરમાંથી ૧૭ કારતુસ ઝડપી પાડતી એસ.ઓ.જી

July 17 at 2:00am

તાજેતરમાં બે દિવસ પૂર્વે નખત્રાણા તાલુકાના મોટા વાલકા ગામે કારતુસ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી જેની પૂછપરછ દરમિયાન વધુ એક શખ્સનું નામ ખુલવા પામતા તેની પણ આજે લાખાપરમાંથી ધરપકડ કરીને વધુ ૧૭ કારસુત કબ્જે લેવામાં આવ્યા છે...
More...
ત્રીસ-ત્રીસ વર્ષથી મધ્યાહન ભોજન સંચાલકોનો પગાર માત્ર ૧ હજાર

July 17 at 2:00am

મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા સંચાલક રસોયા અને મદદનીશો છેલ્લા ૩૦ વર્ષીય કામ કરતા હોવા છતાં તેમને માત્ર સરકાર દ્વારા મામુલી માસિક એક હજાર વેતન ચૂકવવામાં આવે છે. સામાન્ય વેતનમાં કુટુંબનું ભરણપોષણ કરવું કઠીન હોવાથી પગાર ધોરણ આપી કાયમી કરવા સહિતની જુદી જુદી પાંચ માંગણીઓ સંચાલકો દ્વારા કરવામાં આવી હતી..
More...

Kutch  News for Jul, 2014