Breaking News
.

Latest Kheda-Anand News

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં ડોર ટુ ડોર ડસ્ટ કલેક્શન શરુ

July 07 at 2:00am

સ્વચ્છતા અભિયાન અંતર્ગત વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં વધુ એકવાર સફાઈ હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ નવતર પ્રયોગ અજમાવાયો હતો. જેમાં વણાકબોરી કોલોનીમાં થોડા થોડા અંતરે મૂકવામાં આવેલ કચરા પેટીઓ ઉપાડી લઈ તેની જગ્યાએ ડોર ટુ ડોર ડસ્ટ કલેક્શન ચાલુ કરાયું છે. જેના પરિણામ સ્વરૃપે કચરા પેટીમાં ભેગો થતો કચરો બંધ થયો અને ગંદકીનો અંત આવ્યો. કોલોનીમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ ડેની પણ ઉજવણી કરાઈ હતી. ..
More...
ધો. ૧૧માં ઘણા વર્ગો બંધ થવાની શક્યતા

July 07 at 2:00am

ચાલુ વર્ષે ધો. ૧૧માં ઘણા બધા વર્ગો બંધ થવાથી અસંખ્ય શિક્ષકો ફાજલ પડવાની ભીતિથી શિક્ષક આલમમાં ડરનો માહોલ પેદા થયો છે. શિક્ષકોને ફાજલ સામે રક્ષણ મળે તેવી તજવીજ કરવાની માંગ સાથે આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકો દ્ધારા નડિયાદ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શિક્ષકો દ્ધારા બિનશરતી ફાજલનું રક્ષણ મળે તેવી માંગ કરી પોતાની રજૂઆત ઉચ્ચકક્ષાએ પહોંચાડવા અપીલ કરાઈ છે...
More...
નડિયાદ સિવિલ હોસ્પિટલ પાછળ નહેરમાં યુવક ડૂબી જતા ચકચાર

July 07 at 2:00am

નડીઆદની સિવિલ હોસ્પિટલની પાછળથી પસાર થતી કેનાલમાં એક ઈસમ ડુબતા ચકચાર મચી હતી.આ ઘટનામાં યુવાન અમદાવાદથી નડીઆદમાં આવેલ એક કોલેજમાં એન્જીનીયરીંગનું ફોર્મ ભરવા માટે આવ્યો હતો.આ યુવાન સાથે કોલેજમાં કામ કરતી એક યુવતિ પણ હોવાનું પોલીસ બેડામાં ચર્ચાયું હતું...
More...
વહેલી પરોઢે ૨૭.૫૫ લાખના દારૃ બિયર ભરેલી ટ્રક પકડાઈ

July 07 at 2:00am

આણંદ જિલ્લાના ભાલેજ-પણસોરા માર્ગ પર આવેલ મેઘવા ગામના પાટીયા પાસેથી આજે વહેલી પરોઢના સુમારે આરઆર સેલ અમદાવાદ તથા ભાલેજ પોલીસની સંયુક્ત ટીમે મળેલી ગુપ્ત બાતમીના આધારે રૃા.૨૭.૫૫ લાખ ઉપરાંતની કિંમતના પરપ્રાંતીય વિદેશી દારૃ અને બિયરનો જથ્થો ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી. પોલીસે ટ્રક ડ્રાઈવર સહિત ત્રણ શખ્શોની ધરપકડ કરી છે અને સ્થળ પરથી ઉક્ત વિદેશી દારૃનો જથ્થો તેમજ રૃા.૧૦ લાખની કિંમતની ટ્રક, ૩ મોબાઈલ ફોન કિંમત રૃા.૧,૫૦૦/- અને ૧,૮૦૦/- રૃપિયાની રોકડ રકમ સહિત કુલ્લે રૃા.૩૭,૫૮,૫૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરીને પક..
More...
ધર્માદો ન સ્વીકારાતા વડતાલ સજ્જડ બંધ

July 07 at 2:00am

સ્વામિનારાયણ સંપ્રદાયના જાણીતા તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર સહિત તેના હસ્તકના મંદિરોમાં ધર્માદો ન સ્વીકારવાના મુદ્દે ચાલતા વિવાદ ઉગ્ર બન્યો છે. વડતાલ મંદિરના પૂર્વ આચાર્ય અજેન્દ્રપ્રસાદ જૂથ દ્ધારા સોમવારે વડતાલ બંધના આપવામાં આવેલા એલાનના પગલે ગામના બજારો સહિત વેપાર ધંધા જડબેસલાક બંધ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી વડતાલમાં કેટલાક હરિભક્તો દ્ધારા આમરણાંત ઉપવાસ ચાલી રહ્યું છે તો બીજી બાજુ આજે વડતાલના બંધના એલાનને લઈ વાતાવરણ તંગદિલીભર્યું જણાયું હતું. તેથી કેટલાક વેપાર ..
More...
જર્મનીમાં અકાળે મૃત્યુ પામેલા વિદ્યાર્થીની નડિયાદમાં અંતિમ યાત્રા

July 07 at 2:00am

જર્મનીમાં મૃત્યુ પામેલા નડિયાદના યુવકનો મૃતદેહ તેના ઘરે લાવવામાં આવતા વાતાવરણ શોકમય બન્યું હતું...
More...

Kheda-Anand  News for Jul, 2015