Breaking News
જિનપિંગે ગાંધીજીની સમાધી પર ફૂલ ચઢાવી શ્રદ્ધાંજલી આપી * * * * બે મિત્રો સાથે ગોવા ફરવા ગયેલા અંબાચના રહીશ પાંચ માસથી ગૂમ * * * * ભાજપ સાથે છેડો ફાડનાર ૧૨ સભ્યોના રાજીનામા યથાવત * * * * ટામેટાં અને ડુંગળી પછી હવે મગ તુવેર અને અડદના ભાવ આસમાને * * * * ચુમુરમાં ભારત અને ચીનની સેના વચ્ચેની ફલેગ મિટિંગ નિષ્ફળ

Latest International News

ન્યુયોર્ક સિટી ભારતીય યુવતીને દાવાના સમાધાન પેટે ૨.૨૫લાખ ડોલર ચુકવાશે

September 19 at 2:00am

પોતાના શિક્ષકેને બીભત્સ મેલ મોકલવાની શંકાના આધારે શાળામાંથી કાઢી મુકાયા અને એક દિવસ જેલમાં વિતાવ્યા પછી એની સામે કેસ કરવા બદલ એક ભારતીય રાજદ્વારીની પુત્રીને કેસની પતાવટ કરવા માટે ન્યુયોર્ક શહેરે યુવતીને ૨.૨૫ લાખ ડોલર આપવા તૈયારી બતાવી હતી, જે એક ભારતીય માટે એક મોટી સફળતા છે...
More...
ઈન્દ્રા નૂયી બિઝનેસ ક્ષેત્રના ત્રીજા સૌથી શક્તિશાળી મહિલાઃ ફોર્ચ્યુન

September 19 at 2:00am

ફોર્ચ્યુન મેગેઝિને બિઝનેસ ક્ષેત્રની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં પેપ્સિકો કંપનીના મૂળ ભારતીય સીઈઓ ઈન્દ્રા નૂયીને ત્રીજું સ્થાન આપ્યું છે. આ યાદીમાં પહેલું સ્થાન આઈબીએમના ચેરપર્સન અને સીઈઓ ગિની રોમેટ્ટીનું છે, જ્યારે દ્વિતિય સ્થાન જનરલ મોટર્સના સીઈઓ મેરી બારાને આપવામાં આવ્યું છે...
More...
સુવર્ણ મંદિરમાંથી પ્રેરણા લઈને અમેરિકી વિદ્યાર્થીઓ 'લંગર' યોજશે

September 19 at 2:00am

અમૃતસરના સુવર્ણ મંદિરના લંગર (રસોડા) પરથી પ્રેરણા લઈને અમેરિકાના આન આર્બર ખાતે આવેલી મિશિગન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ત્યાં પણ એક મફત રસોડાની શરુઆત કરી છે. તેઓ ચાલુ વર્ષ દરમ્યાન સુવર્ણ મંદિરની મુલાકાતે આવ્યા હતા અને તેઓ મંદિરના લંગરની વ્યવસ્થા જોઈને અચંબામાં પડી ગયા હતા. હવે તેઓ ૧૯મી સપ્ટેમ્બરે ત્યાં 'ફ્રી-મિલ ડે' ઉજવવાના છે...
More...
ચીની સિંગર સા ડિંગડિંગ સંસ્કૃત મંત્રોને ગીતોની જેમ ગાય છે!

September 19 at 2:00am

સંસ્કૃતના મંત્રોનું ઉચ્ચારણ આપણા હિન્દી ગાયકો માટે પણ ખૂબ મુશ્કેલ કામ ગણાય છે ત્યાં ચીનની ગાયિકા સંસ્કૃતના મંત્રોને ગીતના રૃપમાં ગાય તેની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે, પરંતુ સા ડિંગડિંગ નામની એક ચીની ગાયિકાએ આ કલ્પનાને સાકાર કરી બતાવી છે. સા ડિંગડિંગને સંસ્કૃતના મંત્રો ગાતી સાંભળવી અને જોવી બન્ને એક અદ્ભુત લ્હાવો છે...
More...
સ્કોટલેન્ડ સ્વતંત્ર દેશ બનશે? ૪૨ લાખ મતદાતાઓ નિર્ણય કરશે

September 19 at 2:00am

યુનાઈટેડ કિંગડમ (યુ.કે.) નામના સંગઠનમાં સમાવિષ્ઠ દેશ સ્કોટલેન્ડે અલગ પડવું કે નહીં એ માટે આજે સવારથી મતદાન શરૃ થઈ ચૂક્યુ છે. સ્કોટલેન્ડની પ્રજા મતદાન દ્વારા પોતાના દેશનું ભાવિ નક્કી કરશે. દરેક મતદારોને એક ચીઠ્ઠી આપવામાં આવી છે, જેમાં લખેલુ છે, કે શું સ્કોટલેન્ડને અલગ દેશ તરીકે માન્યતા મળવી જોઈએ? મતદારોએ તેમાં હા અથવા ના લખીને મત આપવાનો રહેશે. છેલ્લા ૩૦૭ વર્ષથી સ્કોટલેન્ડ એક અલગ દેશ હોવા છતાં યુનાઈટેડ કિંગડમનો ભાગ જ છે (જે રીતે તિબેટ અલગ દેશ હોવા છતાં ચીનનો તેના પર કબજો છે). પરંતુ હવે નિર્ણય કરવા..
More...
ભારત ખાતે અમેરિકી રાજદૂત તરીકે રિચાર્ડ વર્માની નિમણૂંક

September 19 at 1:58am

અમેરિકના પ્રમુખ બરાક ઓબામાએ આજે ભારત ખાતે અમેરિકાના નવા રાજદૂત તરીકે ભારતીય મૂળના રિચાર્ડ વર્માની નિમણૂંક કરી છે...
More...

International  News for Sep, 2014