Breaking News
.
Business Plus
  • Monday
  • August 17, 2015

Business Plus Top Story

કાપડ બજાર - ઉદયન રસિકભાઈ મોદી

કાપડ બજાર - ઉદયન રસિકભાઈ મોદી

August 17 at 2:00am

કાપડ બજારમાં એક પછી એક તહેવારોની સીઝન ફેઈલ ગયેલ છે. આમ જોવા જઈએ તો ઘણા સમયથી કાપડમાં ગણત્રી ફેઈલ થતી જોવા મળે છે. કાપડ બજારમાં લાંબા સમય ઘરાકી નહિ ચાલતા માલોનાં સ્ટોક વધવા પામેલ છે અને આના કારણે નાણાભીડ વર્તાય છે. સ્ટોકનું પ્રમાણ વધતા આ સ્ટોકમાં નાણા બ્લોક થતા જોવા મળે છે.
ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

August 17 at 2:00am

વાચક મિત્રો સોમવારે સપ્ત્હનાં પહેલા દિવસે ઓઈલ, ગેસ, મેટલ શેરોમાં વેચવાલી થકી ૧૩૪.૬૭ પોઈન્ટનાં ઘટાડે ૨૮૧૦૧.૭૨ બંધ રહ્યો. મંગળવારે ઓટો બેકિંગ શેરોમાં એફઆઈઆઈની વેચવાલીએ ૨૩૫.૬૩ પોઈન્ટનાં ઘટાડે ૨૭૮૩૬.૦૯ બંધ રહ્યું.
ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૃ પારેખ

ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૃ પારેખ

August 17 at 2:00am

કોટનમાં વધારે પડતા કેમિકલ્સ જેવા કે પેસ્ટીસાઇડ, ફર્ટીલાઇઝર્સ વાપરવાથી એનવિરોનમેન્ટ અને હ્યુમન હેલ્થને નુકસાન પહોંચે છે.
ખેડૂતો માટેની અનેક યોજનાઓ માટે નાણાંની ફાળવણી પણ તે ખર્ચાતા નથી

ખેડૂતો માટેની અનેક યોજનાઓ માટે નાણાંની ફાળવણી પણ તે ખર્ચાતા નથી

August 17 at 2:00am

દેશમાં ઉત્પાદિત થતી કૃષિ જણસોના વેચાણ માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ દેશભરમાં ઈ-માર્કેટિંગ પ્લેટફોર્મ ઊભું કરવાની જાહેરાત કરી છે. ખેડૂતોને તેમના ઉત્પાદનોના સારા ભાવ મળી રહે અને પૂરતું વળતર પ્રાપ્ત કરી શકે તેવા હેતુ સાથે આ પ્લેટફોર્મ ઊભું કરવા જાહેરાત કરાઈ છે.
સ્કીલ્ડ વર્કફોર્સ ઊભુું કરવા માટેના પાયા કોલેજ સ્તરેથી જ નંખાય તે જરૃરી

સ્કીલ્ડ વર્કફોર્સ ઊભુું કરવા માટેના પાયા કોલેજ સ્તરેથી જ નંખાય તે જરૃરી

August 17 at 2:00am

દેશના આર્થિક વિકાસ તથા ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ કરવામાં ભારતે હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ ત્યારે જ પૂરેપૂરી સફળ થઈ શકશે જો ભારતમાં ભરપૂર માત્રામાં સ્કીલ (નિપુણ) કાર્યબળ હશે. કોઈપણ આધુનિક ટેકનોલોજી અથવા નવા કાર્યક્રમોને ચલાવવા માટે તેમને અનુકૂળ એવું વર્કફોર્સ પ્રથમ આવશ્યકતા છે. પરંતુ ભારતના મોટાભાગના ક્ષેત્રોમાં સ્કીલ્ડ વર્કર્સની ખામી જણાય છે. વિદ્યાર્થીઓમાં નિપુણતા કેળવવા માટે ભારતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે તાલીમના અભાવને કારણે સ્કીલ્ડ વર્કર્સની અછત વધતી જાય છે.
વિદેશી વેબસાઇટો પરથી પેમેન્ટ કરી ડાઉનલોડ કરવામાં સાવધાન

વિદેશી વેબસાઇટો પરથી પેમેન્ટ કરી ડાઉનલોડ કરવામાં સાવધાન

August 17 at 2:00am

વિદેશી વેબસાઇટો પરથી ખરીદી કરવામાં સાવધાની રાખી ગત અંદાજપત્ર વખતે કરાયેલ કાયદાકીય અને નિયમોમાં ફેરફારોનું ઉલ્લંધન તો થતું નથીને તેની તકેદારી લેવી જરૃરી છે.ફેરફારો એવા થઇ ગયા છે કે એ બધી કડાકૂટમાં પડવા કરતાં મન મક્કમ કરીને વિદેશી વેબલાઇટો પરથી ખરીદી કરવાનું જ ટાળવું.ખરીદીનો અર્થ માત્ર ભૌતિક વસ્તુઓની જ ખરીદી એવો થતો નથી,ચૂકવણી કરી આવા સાઇટો પર મનોરંજન માણો , મ્યુઝીક કે વિડીયો ડાઉનલોડ કરો કે વિદેશી પ્રકાશકના પોતાના વેબસાઇટ પરથી ખરીદી કરો કે વિદેશી આર્ટીસ્ટના સાઇટ પરથી તેનું આલ્બમ ઓર્ડર કરતી વખતે
અમુક બેન્કોના શેરો તો આટલી તેજીમાં પણ બુકવેલ્યુના ત્રીજા ભાગનાં ભાવે મળે

અમુક બેન્કોના શેરો તો આટલી તેજીમાં પણ બુકવેલ્યુના ત્રીજા ભાગનાં ભાવે મળે

August 17 at 2:00am

સરકારી બેન્કોમાં રૃ. ૭૦,૦૦૦ કરોડની મૂડી આગામી ચાર વર્ષમાં સરકાર આપશે પણ તે પણ પૂરતી નહીં પડે એ આસાનીથી સમજી શકાય તેમ છે.જોકે અબજ રૃપિયાનો સવાલ એ છે કે આ સરકારી ફંડીંગના કારણે શું બેન્કોમાં ટર્ન અરાઉન્ડ જોવા મળશે ખરૃં? કે પછી પહેલાની મૂડીની જેમ જ આ નવી મૂડી પણ લોન આપવામાં વપરાશે અને અંતે નોન પરફોર્મીંગ એસેટ બની જશે.બેન્કો ડૂબત-શંકાસ્પદ લોનોની સમસ્યાથી ઘેરાયેલી છે.બેન્કોનો કેપીટલ બેઝ ધોઇ નાંખવામાં આવા ધિરાણોએ બહુ મોટો ફાળો આપ્યો છે.
અવમૂલ્યન કરી દેશનું ઉર્ધ્વમૂલ્યન કરવાનો made in china રસ્તો

અવમૂલ્યન કરી દેશનું ઉર્ધ્વમૂલ્યન કરવાનો made in china રસ્તો

August 17 at 2:00am

આંતરરાષ્ટ્રીય ચલણ બજારમાં ચીનના નામનો ડંકો વાગવો શરૃ થયો છે. કેમ કે ચીને થોડા દિવસ પહેલાં પોતાના ચલણનું મૂલ્ય ડોલર સામે ઘટાડયુ હતું. તેની વિશ્વ બજાર પર સારી-નરસી અસર થાય એ પહેલાં ચીને ફરી એક વખત ચલણમૂલ્યમાં ઘટાડો (કરન્સી ડિવેલ્યુએશન) કર્યો હતો. પરિણામે ચીન સાથે વેપાર કરતાં દેશોના અર્થતંત્ર પર તેની પ્રત્યક્ષ અને પરોક્ષ અસર થઈ રહી છે. ચલણના અવમૂલ્યનનો આ ઘટનાક્રમ ખરેખર છે શું?
ભારત સાથે બાથ ભીડવા પાક.નો આર્થિક વિકાસ ઇચ્છતું ચીન

ભારત સાથે બાથ ભીડવા પાક.નો આર્થિક વિકાસ ઇચ્છતું ચીન

August 17 at 2:00am

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પછી ચીનના રાષ્ટ્રપતિની ગુજરાતની મુલાકાત. તે પછી વડાપ્રધાનના વિવિધ દેશોના પ્રવાસ દરમિયાન તેમણે ચીનની મુલાકાત લીધી...ચીનના વડાપ્રધાન સહિત અન્ય ચાઈનીઝ સત્તાવાળાઓને મળ્યા અને ભારત-ચીન વચ્ચે વિવિધ સ્તરે સંબંધો મજબૂત બનાવવા તત્પરતા દાખવી....
મોદીના વિદેશ પ્રવાસ પર પાણી ફરી વળશે..

મોદીના વિદેશ પ્રવાસ પર પાણી ફરી વળશે..

August 17 at 2:00am

ચીનના ડીવેલ્યુશનના પગલાથી મોદીના વિદેશ પ્રવાસ પર પણ પાણી ફરી વળે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

Business Plus  News for Aug, 2015