Breaking News
ચૂંટણી પંચે અમિત શાહ પરનો પ્રતિબંધ હટાવ્યો,આઝમખાન પરનો પ્રતિબંધ યથાવત * * * નરેન્દ્ર મોદીને વિનાશ પુુરુષ ગણાવતો ઉમા ભારતીનો વિડિયો કોંગ્રેસે જારી કર્યો * * * એડમિરલ રોબિન ધવન નૌ સેનાના વડા નિમાયા

Latest Business News

જાન્યુ.-માર્ચમાં FIIએ સેન્સેકસની ૧૬ કંપનીમાં હિસ્સામાં કરેલો વધારો

April 19 at 2:00am

સ્થિર સરકાર રચાવાના આશાવાદ સહિતના અન્ય સાનુકુળ પરિબળો પાછળ ભારતમાં સક્રિય બનેલી એફઆઈઆઈ એ વિતેલા માર્ચ ત્રિમાસિક ગાળા દરમિયાન સેન્સેકસમાં સમાવિષ્ટ કંપનીઓ પૈકી ૧૬ કંપનીમાં પોતાના હિસ્સામાં વધારો કર્યો છે...
More...
માર્ચમાં પી-નોટ્સ થકી થતું રોકાણ ત્રણ વર્ષની ઉંચી સપાટીએ

April 19 at 2:00am

વિતેલા માર્ચ માસમાં વિદેશ સ્થિત એચએનઆઇ અને હેજ ફંડોના માનીતા રૃટ પી-નોટ્સ એટલે કે પાર્ટીસીપેટરી નોટસ થકી ભારતના શેરબજારોમાં કરાયેલું રોકાણ ત્રણ વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યું છે. માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ માર્ચ માસમાં ભારતીય બજારમાં (ઇક્વિટી, ડેટ અને ડેરીવેટીવ્ઝ) પીનોટસ થકી કરાયેલા રોકાણનું મૂલ્ય રૃા. ૨,૦૭,૬૩૯ કરોડ રહ્યું હતું જે તેના અગાઉના માસે રૃા. ૧,૭૨,૭૩૮, કરોડ હતું...
More...
મુંબઈમાં હાજર માલની અછતે સોનામાં આગેકૂચ

April 19 at 2:00am

મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે ભાવોમાં આંચકા પચાવી ધીમો સુધારો દેખાયો હતો. સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૩૦થી ૫૫ વધ્યા હતા જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૨૦ ઉંચા ંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં જો કે સોનામાં ઉછાલે વેચેવાલી વધતાં ભાવો પ્રત્યાઘાતી ઘટી ઐંશના ૧૩૦૦ ડોલરની અંદર જતા રહ્યાના સમાચારો હતા...
More...
રિલાયન્સ ઈન્ડ.નું વાર્ષિક રેકોર્ડ રૃા.૪.૦૧ લાખ કરોડનું ટર્નઓવરઃ ચોખ્ખો નફો પાંચ

April 19 at 2:00am

કોર્પોરેટ જાયન્ટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ૩૧, માર્ચ,૨૦૧૪ના પૂરા થયેલા ચોથા ત્રિમાસિકના અપેક્ષિત પરિણામ જાહેર કર્યા છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં રૃ.૪,૦૧,૩૦૨ કરોડનું રેકોર્ડ ટર્નઓવર નોંધાવ્યું છે. ચોથા ત્રિમાસિક જાન્યુઆરી થી માર્ચ,૨૦૧૪માં કંપનીનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાના રૃ.૫૫૮૯ કરોડની તુલનાએ માત્ર ૦.૮ ટકા વધીને રૃ.૫૬૩૧ કરોડ થયો છે. જે વર્ષના ત્રીજા ત્રિમાસિકના રૃ.૫૫૫૧ કરોડની સરખામણીએ ૨.૧ ટકા વધ્યો છે. જ્યારે કુલ ટર્નઓવર ગત વર્ષના રૃ.૮૪,૧૯૮ કરોડની તુલનાએ ૧૩.૦૫ટકા વધીને રૃ.૯૫,૧૯૩..
More...
NSELના ડિફોલ્ટરો દ્વારા રજૂ થનારા પેમેન્ટ પ્લાન પર રોકાણકારોની નજર

April 19 at 2:00am

નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)ના ઈ-સીરિઝના રોકાણકારોને રાહત થયા બાદ હવે ''પેર્ડ કોન્ટ્રેક્ટ''ની કટોકટીમાં ફસાયેલા ૧૩ હજાર રોકાણકારોનાં નાણાં છુટાં થવાની દિશામાં મુંબઈ વડી અદાલતે ડિફોલ્ટર્સને ૨૧ એપ્રિલે પેમેન્ટ પ્લાન રજૂ કરવાના આપેલા આદેશના પગલે એનએસઈએલના સમગ્ર રોકાણકારો મુંબઈ વડી અદાલતની ૨૧ એપ્રિલની સુનાવણી પર મીટ માંડીને બેઠા છે...
More...
નવા કંપની એક્ટથી NBFCની આર્થિક ભીંસ વધશે ઃ RBI અને સરકાર સમક્ષ ધા

April 19 at 2:00am

નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ (એનબીએફસી)એ નવા કંપની એક્ટ હેઠળના નિયમનોમાં સુધારણા કરવા માટે આર.બી.આઈ. અને કોરપોરેટ બાબતોના મંત્રાલયનો સંપર્ક સાધ્યો છે. આ કંપનીઓને એવો ભય છે કે સરકારી બોન્ડમાં રોકાણ કરવા માટેના નિયમો અને જમા ભંડોળની શરતો ઘણી આકરી હોવાથી કંપનીઓને માઠી અસર પહોંચશે...
More...
નાણા વર્ષ '૧૫માં રિકાસ્ટ લોનમાં પંદર ટકાનો વધારો થશે ઃ ફિચ

April 19 at 2:00am

આતંરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી ફિચે કહ્યું હતું કે આગામી સમયમાં રિસ્ટ્રકર્ચડ ડેટ સહિત ઘરેલુ બેંકો ઉપરના દબાણમાં વધારો થશે. વર્ષ ૨૦૧૩-૧૪ના દસ ટકા કરતાં ચાલુ વર્ષના અંત સુધીમાં આનો લેવલ પંદર ટકા સુધી વધી જશે. ગ્રોસ એનપીએ અને રિસ્ટ્કચર્ડ ડેટ સપ્ટેમ્બરમાં ૧૦.૨ ટકા રહી હતી...
More...
વીજથી ચાલતા અને હાઈબ્રિડ વાહનોને સબસિડી માટે કેન્દ્રની વિચારણા

April 19 at 2:00am

વીજળીથી ચાલતા અને હાઈબ્રિડ વાહનો ભારતના શોખીનો માટે આવનારા દિવસોમાં એક આકર્ષક વિકલ્પ બની રહે તેવી શકયતા ઊભી થઈ છે. વીજળીથી ચાલતી અને હાઈબ્રિડ કારને કેન્દ્ર રૃપિયા ૮૦૦૦થી રૃપિયા ૧૨ લાખ સુધીની સબસિડી આપવા વિચારી રહ્યું છે...
More...

Business  News for Apr, 2014