Breaking News
હાસ્ય ક્ષેત્રે દેશ-વિદેશમાં ડંકો વગાડનાર કલાકાર કિરીટ વ્યાસનું અવસાન * * * જુનાગઢઃ એક કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો, વિલિંગડન અને આણંદપુર ડેમ છલકાયા * * * * સુરત શહેરમાં ધોધમાર વરસાદ શરુ, જનજીવન ખોરવાયું * * * * ધંધો વિકસાવવા પત્ની પાસે મંગાતા પૈસા દહેજ ગણાય: HC * * * શ્રાવણ મહિનામાં વડોદરાના ઇતિહાસમાં પહેલી વખત કાવડયાત્રાનુ આયોજન

Latest Bhavnagar News

દેશના પાંચ રામ કથાકારોને તલગાજરડા ખાતે તુલસી એવોર્ડથી સન્માનીત કરાશે

July 31 at 12:58pm

મહુવા નજીકના તલગાજરડા ખાતે આગામી તા.૩ને રવિવારે દેશના પાંચ રામકથાકારોને પૂ. મોરારીબાપુ દ્વારા તુલસી એવોર્ડ એનાયત કરવામાં આવશે. સવારે ૯.૩૦ કલાકે વિદ્વાનોની સભામાં આ વર્ષનો સતત પાંચમો એવોર્ડ એનાયત કરાશે. રામાયણના અધ્યયન અને કતા પ્રવચનો માટે તેમજ ..
More...
શ્રાવણના દરેક સોમવારે મટન માર્કેટ બંધ રાખવાનો આદેશ

July 31 at 2:00am

ભાવનગર મહાનગરપાલિકાએ એક જાહેરનામું બહાર પાડી શ્રાવણના દરેક સોમવારે મટન માર્કેટ તથા કતલખાના બંધ રાખવા આદેશ જારી કર્યો હતો. મનપાનાં તંત્રનો વહિવટ કેટલો રેઢિયાળ છે તેની સાબિતી આપતું આ જાહેરનામું આજે પ્રેસ મિડીયાને ૩૦ જૂલાઈનાં રોજ મોકલવામાં આવ્યું હતું. જયારે શ્રાવણનો એક સોમવાર તો ચાલ્યો ગયો છે અને હવે ..
More...
બોરતળાવ સ્ત્રાવનાં દબાણો બે માસમાં કોઈપણ ભોગે હટાવાશે

July 31 at 2:00am

મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં શહેરના ઉત્તરકૃષ્ણનગર વોર્ડમાં દલિતોને ફાળવેલી રાવણા હક્કની જમીનના ઓ.પી.ના પૈસા લેવા બાબતે તથા બોરતળાવ આસપાસ થયેલા ગેરકાયદે દબાણો વિશે પ્રશ્નોતરી કાળમાં શાસક વિપક્ષનાં સભ્યોએ ભારે તડાપીટ બોલાવી હતી. ..
More...
બોટાદ અને ભાવનગર જિલ્લાના ત્રણ ડેમોમાં નવા નીરની આવક

July 31 at 2:00am

બોટાદ જીલ્લાના બે ડેમો અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ચેકડેમમાં એકથી સાત ફુટ નવા પાણીની આવક થવા પામી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સિંચાઈ વર્તુળ કચેરીના સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગઈકાલે ભાવનગર જિલ્લાના તેમજ બોટાદના બે મળી કુલ ત્રણ ડેમોમાં પાણીની નવી આવક નોંધાવા પામી છે. જે મુજબ બોટાદ ..
More...
શહેરમાં ભારે વરસાદને લીધે રસ્તાઓમાં મોટા ગાબડા પડયા

July 31 at 2:00am

શહેરમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના પગલે ઘણાં રસ્તાઓ ધોવાઈ ગયા હતા. એટલું જ નહિં નીચાણવાળા વિસ્તારોમાં આજેય પાણી ભરેલું હતું. રાહદારીઓ અને વાહન ધારકોને આજેય હાલાકી ભોગવવી પડી હતી. મનપાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલ્લી ગઈ હતી. ..
More...
ગારીયાધારમાં ઠેર-ઠેર વરસાદના પાણી કાદવ-કિચડથી નગરજનોના હાલ બેહાલ

July 31 at 2:00am

ગારીયાધાર શહેરમાં ઠેર-ઠેર જમા થયેલ વરસાદના પાણી તથા કાદવ-કિચડથી લોકો પરેશાન બન્યા છે. સાથોસાથ પાલીકા તંત્રની નિષ્ક્રીયતા અને બેદરકારી છતી થવા પામી હતી. છેલ્લા એકાદ અઠવાડીયાથી ગારીયાધાર શહેર અને પંથકમાં વરસાદના હળવા ભારે ઝાપટા વરસી ..
More...
નાગધણીબા ખોડિયાર મંદિરના તાળા તોડી તસ્કરો પલાયન

July 31 at 2:00am

નાગધણીબા ગામે આવેલ ખોડિયાર મંદિરના તાળા તોડી તસ્કરો માતાજીના હારની ચોરી કરી નાસી છુટતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાના પગલે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે ધસી ગયો હતો. બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર વરતેજ તાબેના નાગધણીબા ગામે આવેલ સુપ્રસિદ્ધ ..
More...
ઓનલાઇન ગેસ નોંધણીથી ગ્રાહકોને પારાવાર હાલાકી

July 31 at 2:00am

ઓનલાઇન ગેસ નોંધણીથી ઘણી અગવડતા વધી રહી છે, તે દૂર કરવા માગ કરાઇ છે. ઓનલાઇન ગેસ નોંધણીથી સાધારણ નાગરિકોને ખુબ જ હાલાકી થઇ રહી છે. તેથી તે અંગે જીલ્લા કલેક્ટરને પત્ર પાઠવી જિલ્લા ગ્રાહક સુરક્ષા સંઘના પ્રમુખ મુનિકુમાર ઓઝાએ જણાવેલ છે કે રૃબરૃ જઇને નોંધાવવા સગવડતા ..
More...
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ધાબામાંથી વરસાદી પાણી ઘુસ્યા

July 31 at 2:00am

બહુમાળી ભવનના એનેક્સી બિલ્ડીંગમાં ઉપરના માળે અગાશીમાં ચોમાસા ટાણે જ પી.ડબલ્યુ.ડી. દ્વારા અગાશીમાં લાદી નાખવાનું કામ આરંભ્યું છે. દરમ્યાન ગઇકાલે ભારે વરસાદના પગલે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં પાણી ભરાયા હતા અને ફોન બંધ થઇ ગયો હતો. ..
More...