ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> સુરત >> વરાછાSelect City

વરાછા

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • ગુજરાતમાં ક્રાંતિકારી બદલાવ અમે લાવીશુંઃ સોનિયા ગાંધી

    (પ્રતિનિધિ દ્વારા) સુરત


    ગુજરાતની હાલની ભાજપ સરકારને આમ ગરીબ-આમ આદમી પ્રત્યે કોઈ લગાવ નથી. તેઓનો લગાવ પોતાના તથા પોતાની સાથે રહેલા ખાસ લોકો માટે જ છે. અમને આ વાતનો અહેસાસ છે. ભાજપની આ નીતિના કારણે લોકો પરેશાન છે ગુજરાતને એક નવી રોશનીની જરૃર છે. આ રોશની કોંગ્રેસ જ લાવી શકે..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

આંતરિક રાજકારણ

૧૦૦ ટકા સૌરાષ્ટ્રીયન મતદારો ધરાવતી આ બેઠક છે. જેમાં અમરેલીના મતદારો સૌથી વધુ છે.  ભાજપ અને કોંગ્રેસ બન્નેએ અમરેલીના ઉમેદવારને પસંદ કર્યા છે. કાનાણી  ભાજપ કરતાં પ્રજાના નેતા તરીકે વધુ ઓળખાઈ છે. આખા બોલા અને પ્રજા માટે ભુતકાળમાં નેતાઓ સાથે પણ લડી ચુક્યા છે. જ્યારે ધીરૃભાઈ ગજેરા પણ મજબુત દાવેદાર છે.
 
સીમાંકનની અસર
ગત લોકસભાની બેઠકમાં આ વિસ્તારમાં ધીરૃ ગજેરાને લીડ મળી હતી. પરંતુ તે વખતે કેશુભાઈ ફેક્ટરે ભાજપના મત તોડતા કોંગ્રેસને ફાયદો થયો હતો. આ વખતે મતો ભાજપ અને કોંગ્રેસ બન્નેના મતો તુટી શકે છે.
 
બેઠકમાં ક્યા પક્ષનો  કેવો પ્રભાવ
ગત લોકસભાની ચૂંટણીમાં પણ આ બેઠક પર કેશુભાઈ પટેલનો પ્રભાવ જોવા મળ્યો હતો. કેશુભાઈ પટેલના કારણે કોંગ્રેસના ધીરૃ ગજેરાને ભાજપ કરતાં વધુ મત મળ્યા હતા. આ બેઠક પર બન્ને પક્ષનો પ્રભાવ જોવા મળી રહ્યો છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

 

બેઠકના મતદારો

કુલ મતદારઃ-૧,૮૦,૮૦૩

 

              જ્ઞાતિ મુજબ વર્ગીકરણ

 

પાટીદાર

૧,૪૦,૦૦૦ ( ૯૦ ટકા અમરેલીના )

વણકર સમાજ

૫,૦૦૦

કોળી પટેલ

૩,૦૦૦

બ્રાહ્મણ

૩,૫૦૦

ઓ.બી.સી.

૮,૦૦૦

અન્ય

૧૦,૦૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો