ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> મહેસાણા >> વિસનગરSelect City

વિસનગર

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  પ્ૠષિકેશ પટેલ
Votes: 63142
Looser
  બબલદાસ પટેલ
Votes: 33304
Lead
  BJP
Margin: 29838

2002

Winner
  પ્રહેલાદભાઇ પટેલ
Votes: 72303
Looser
  કીરીટભાઇ પટેલ
Votes: 55437
Lead
  BJP
Margin: 16866

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • મહેસાણા જીલ્લાની વિસનગર બેઠકમાં 20 ફોર્મ ભરાયા

    મહેસાણા,

     


    ફોર્મ ભરવાના અંતિમ દિવસ સહિત જીલ્લાની ૭ બેઠકો માટે ૧૨૭ ફોર્મ વિવિધ પક્ષોના ઉમેદવારો દ્વારા ભરાયા હતા. જેમાં મહેસાણામાં ભાજપ, કોંગ્રેસ, સ.પા., બ.સ.પા. સહિતના પક્ષોના ઉમેદવારો સહિત ૨૧ ફોર્મ ભરાયા હતા. તેજ રીતે વિસનગરમાં ૨૦ જેટલા, વિજાપુરમાં ૧૪, બેચરાજી માટે ૨૨, ઊંઝામાં ૧૯, કડીમાં ૧૮, ખેરાલુ ૧૩  ફોર્મ ભરાયા..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

 

સીમાંકનની અસરઃ
વીસનગર બેઠકમાં સીમાંકનમાં ખાસ મોટા ફેરફારો નથી. મહેસાણા તાલુકાના બે ગામ બેચાજી બેઠકમાં ભળ્યાં છે. આ બેઠકમાં ઉમતા ભાંડુ, બાસણા, વાલમ, કાંસા, ગુંજા, ભાલક, કડા જેવા મોટા ગામોનો સમાવેશ થાય છે. વીસનગર તાલુકાના તમામ ગામો આ બેઠકમાં સમાવી લેવામાં આવ્યા છે. બેઠકમાં કુલ ૬૫ ગામ અને ૨૧૬ બુથનો સમાવેશ થાય છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

 

બક્ષીપંચના લગભગ ૫૬,૦૦૦ જેટલા મતોમાંથી ચૌધરીઓના ૩૦ ટકા, પ્રજાપતિના ૧૩ ટકા, રબારીના ૧૨ ટકા, રાવળના ૭.૬ ટકા, દેવી પૂજકના પાંચ ટકા મતો છે. ્ત્યાર સુધી ભાજપે જ્ઞાાતિવાદના સમીકરણોના આધારે ટિકિટ ફાળવીને આ બેઠક પર સ્થાન મજબુત બનાવ્યું છે. ૧૯૯૫, ૧૯૯૮ અને ૨૦૦૨ની ચૂંટણીમાં ભાજપે પટેલ ઉમેદવાર ઉભો રાખવાની સાથે સાથે પ્રતિ સ્પર્ધીઓના મતો તોડવા માટે અપક્ષ ઉમેદવાર ઉભો રાખવાની પણ વ્યૂહરચના અપનાવી હતી.

 

એસસી:

૧૯૮૩૨

એસટી:

૯૬

મુસ્લીમઃ

૧૨,૯૧૦

ઠાકોરઃ

૪૪,૮૮૦

રબારીઃ

૫,૨૧૩

ચૌધરીઃ

૯,૯૧૫

ઓબીસી-અન્યઃ

૭૦૧૬

લેઉઆઃ

૬,૩૫૧

કડવાઃ

૫૭,૪૫૮

બ્રાહ્મણઃ

૨,૭૩૯

જૈનઃ

૩,૫૨૫

દરબારઃ

૮,૧૬૩

સામાન્ય-ઓબીસીઃ

૧૫,૭૭૮

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

વીસનગર તાલુકા પંચાયતમાં કુલ ૨૩ બેઠક છે. તેમાં ૧૪ ભાજપ, આઠ કોંગ્રેસ અને એક બેઠક અપક્ષ પાસે છે. વીસનગર નગરપાલિકામાં કુલ ૨૬ બેઠક છે તેમાં ૨૧ ભાજપ અને પાંચ કોંગ્રેસ પાસે છે. વીસનગર એપીએમસીમાં પણ ભાજપનું પ્રભુત્વ છે. આ મતક્ષેત્રમાં જિલ્લા પંચાયતની પાંચ બેઠક આવે છે. જેમાંથી ચાર ભાજપ પાસે અને એક કોંગ્રેસ પાસે છે.