ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> અમદાવાદ >> વિરમગામSelect City

વિરમગામ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  કમાભાઇ રાઠોડ
Votes: 47643
Looser
  જગદિશ પટેલ
Votes: 44927
Lead
  BJP
Margin: 2716

2002

Winner
  વજુભાઈ ડોડિયા
Votes: 53766
Looser
  પ્રેમજીભાઈ વડલાણી
Votes: 50702
Lead
  BJP
Margin: 3064

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • ચૂંટણી કાર્યાલય શરૂ થયાં પરંતુ ઉમેદવારને જીતાડવા નહીં, હરાવવા

  ચૂંટણી સમયે ઠેરઠેર ચૂંટણી કાર્યાલયો ખુલતાં હોય છે અને આ કાર્યાલય તેમના ઉમેદવારને જીતાડવા માટે પ્રચાર કરતાં હોય છે. પરંતુ વિરમગામ બેઠક ઉપર બે કાર્યાલયો કોઈને જીતાડવા માટે નહીં પણ ઉમેદવારને હરાવવા માટે ખુલ્યા છે.
  માંડલ ગામમાં તથા દેત્રોજ તાલુકાના ત્રાગડ ગામમાં ૯૫ પૈસા પટેલ સમાજે ‘‘સરદાર સેના’’ના..

 • BJP: વિરમગામમાં પ્રાગજી પટેલ સામે વિરોધ

  અમદાવાદ,
  આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોના ટોળાઓએ ઉમેદવારો સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. હવે આવતી કાલે આવા જ વિરોધી પ્રદર્શન ભાજપ કાર્યાલય સામે જોવા મળશે. અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ અને માંડલના ધારાસભ્ય પ્રાગજી પટેલનું આજે વિરમગામ બેઠક પરથી નામ જાહેર થતાં જ વિરોધ શરૃ થયો છે. આવતીકાલે પટેલ, ઠાકોર અને..

 • વિરમગામની સીટ માટે ભાજપમાં બળવો ઃ કોંગ્રેસને જીતાડવાનું આહવાન

   

  ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે ગુરૂવારે રાત્રે ૮૩ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ આજે અમદાવાદ જિલ્લામાં બળવાની સ્થિતિ પેદા થઈ છે.
  પ્રાગજી પટેલના વિરોધમાં નાડોદા સમાજ, ઠાકોર સમાજ અને મોટો પટેલ સમાજ હજારોની સંખ્યામાં એકત્ર થયા
  સાણંદ અને વિરમગામ બેઠકના ઉમેદવારોનો ભારે વિરોધ થયો છે. ભાજપના જૂના અને કર્મઠ નેતા કાનભા ગોહિલે..

 • વિરમગામના કોંગી ઉમેદવારની વાર્ષિક આવક રૂા.૪પ.૮૭ લાખ

   

   
  વિધાનસભાની ચૂંટણીમાં વિરમગામ બેઠકના મતદારો કરોડપતિ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. આ બેઠક પર કોંગ્રેસ તરફથી લડતા તેજશ્રીબેન પટેલ ભાજપના ઉમેદવાર પ્રાગજીભાઈ પટેલ કરતાં પાંચ ગણી સંપતિ ધરાવે છે. જયારે પરિવર્તન પાર્ટીના ઉમેદવાર માત્ર ૩ લાખની કુલ સંપતિ ધરાવે છે.
  ભાજપના ઉમેદવાર પ્રાગજી પટેલ કરતાં કોંગ્રેસના ઉમેદવારની કાયદેસરની સંપતિ પાંચ ગણીઃ જીપીપીના..

 • ચૂંટણી કાર્યાલય શરૂ થયાં પરંતુ ઉમેદવારને જીતાડવા નહીં, હરાવવા

  અમદાવાદ,
  ચૂંટણી સમયે ઠેરઠેર ચૂંટણી કાર્યાલયો ખુલતાં હોય છે અને આ કાર્યાલય તેમના ઉમેદવારને જીતાડવા માટે પ્રચાર કરતાં હોય છે. પરંતુ વિરમગામ બેઠક ઉપર બે કાર્યાલયો કોઈને જીતાડવા માટે નહીં પણ ઉમેદવારને હરાવવા માટે ખુલ્યા છે.
  માંડલ ગામમાં તથા દેત્રોજ તાલુકાના ત્રાગડ ગામમાં ૯૫ પૈસા પટેલ સમાજે ‘‘સરદાર..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

નવા સીમાંકનની અસર

નવા સિમાંકનમાં વિરમગામ બેઠકની ભૂગોળ અને ઈતિહાસ બંને બદલી નાખ્યા છે. પટેલ મતોનું પ્રભુત્ત્વ ધરાવતી માંડલ બેઠકનો સમાવેશ થયો છે. સાથે ભાજપનો ગઢ ગણાતો સાણંદ તાલુકો આ બેઠકમાંથી નીકળી ગયો છે. ઉપરાંત બાવળા બેઠકના કેટલાક ગામો આ બેઠકમાં આવ્યા છે. વિરમગામ તાલુકો કોળી, નાડોદા દરબાર અને મુસ્લિમ મતોથી પ્રભાવિત છે. આ સ્થિતિમાં પટેલ મતદારો ઘટયા છે. માંડલ અને દેત્રોજ તાલુકામાં પણ નોડાદા દરબાર અને કોળી મતદારોની નોંધપાત્ર સંખ્યા હોવાથી પટેલ ઉમેદવાર માટે જીતવું મુશ્કેલ છે. ભાજપ માટે વિરમગામ બેઠક એ ગ્રેડમાંથી બી ગ્રેડમાં આવી ગઈ છે.

બેઠકમાં કોનો કેવો પ્રભાવ

કોંગ્રેસ પક્ષ માટે આ બેઠક વધુ સારી થઈ હોવાનું મુખ્ય કારણ મુસ્લિમ, દલિત અને કોળી મત છે. કોંગ્રેસના સાંસદ સોમાભાઈ પટેલનો કોળી મતો ઉપર પ્રભાવ છે. આ બેઠકમાં ૪૪ હજાર જેટલા ઠાકોર સમાજના મત છે.   ૨૦૦૭ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કમાભાઈ રાઠોડને ૪૭૬૪૩ મત મળ્યા હતા. જ્યારે તેમના હરિફ કોંગ્રેસના જગદીશ સોમાભાઈ પટેલને ૪૪૩૨૭ મત મળતા કમાભાઈ રાઠોડ ૩૩૧૬ મતોથી વિજયી થયા હતા. આ બેઠક પર ૧૯૯૦માં ભાજપના સોમાભાઈ પટેલ, ૧૯૯૫માં ભાજપના જયંતિભાઈ મચ્છર,  ૧૯૯૮માં કોંગ્રેસના પ્રેમજીભાઈ વડલાણી, ૨૦૦૨માં ભાજપના વજુભાઈ ડોડીયા અને ૨૦૦૭માં ભાજપના કમાભાઈ રાઠોડ જીત્યા હતાં.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

બેઠકમાં મતદારો અને જ્ઞાતિ વર્ગીકરણ

ઠાકોર

૪૫ હજાર

પટેલ

૪૦ હજાર

કોળી

૧૮ હજાર

દરબારો

૨૨ હજાર

દલિતો

૨૦ હજાર

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો