ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> મહેસાણા >> વિજાપુરSelect City

વિજાપુર

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  કાન્તિભાઇ પટેલ
Votes: 60189
Looser
  બાબુભાઇ પટેલ
Votes: 45923
Lead
  BJP
Margin: 14266

2002

Winner
  કાન્તિભાઇ પટેલ
Votes: 70358
Looser
  નરેશ રાવલ
Votes: 43652
Lead
  BJP
Margin: 26706

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • વિજાપુરમાં વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ

    વિજાપુર,


    સમગ્ર ગુજરાતમાં રાજકીય લેબોરેટરીનું ઉપનામ ધરાવતા વિજાપુર વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણીનો ગરમાવો જામવા લાગ્યો છે. સત્તાધારી ભાજપ તરફે વર્તમાન ધારાસભ્ય કાન્તિભાઈ રામાભાઈ પટેલ સતત ત્રીજીવાર મેદાનમાં છે. જ્યારે કોંગ્રેસ તરફે વિજાપુર બજાર સમિતિના ચેરમેન પ્રહલાદભાઈ પટેલે ઝુકાવ્યું છે. આ બે મુખ્ય હરીફ પક્ષો ઉપરાંત પરિવર્તન પાર્ટીના પી. એમ. પટેલ તથા..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

 

સીમાંકનની અસરઃ
મહેસાણા જિલ્લામાં કુલ નવ તાલુકા, જિલ્લાની કુલ ૭ બેઠકો- મહેસાણા, ખેરાળુ ઉંઝા, વીસનગર, બેચરાજી, કડી, વિજાપુરનો સમાવેશ થાય છે. આ સાત બેઠક પૈકી કડી બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત કરાઇ, જૂની અનામત જોટાણા રદ થઇ છે. નવા સીમાંકનમાં વિજાપુર બેઠકમાં વિજાપુર તાલુકાના ગામોનો સમાવેશ કરાયો છે. જૂના સીમાંકનમાં વિજાપુર તાલુકાના પિલવાઇ, કણભા, રણાસણ, રામપુરા ગામ માણસા બેઠકમાં હતાં.
નવા સીમાંકન પ્રમાણે થયેલી ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન થયું હતું. તેમાં ભાજપના જયશ્રી પટેલને ૪૭.૬ ટકા અને કોંગ્રેસના જીવાભાઇ પટેલને ૪૫.૫ ટકા મતો મળ્યાં હતાં. નવા સીમાંકન બાદ અહીં પટેલ જ્ઞાતિના મતદારોની સંખ્યા વધી છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

 

મહેસાણા બેઠકમાંથી મહેસાણા તાલુકાના ગામો ભળતા ૫,૫૦૦ ક્ષત્રિય મતદારો આ બેઠકમાં ઉમેરાયા છે. મહેસાણા તાલુકાનું રણાસણ ગામ ભળતાં ૩,૫૦૦ બ્રાહ્મણ મતદારો ઉમેરાયા છે. સીમાંકન બાદ ૩૭.૭ ટકા પાટીદારો અને ૧૬.૨ ટકા ઠાકોરોના મતો છે. ઉપરાંત ક્ષત્રિયોના ૧૧.૬ ટકા અને દલિતોના ૧૧.૫ ટકા મતો છે. ચૌધરીના ૨.૩ ટકા, બ્રાહ્મણના ૩.૬ ટકા, અને ઓબીસીના ૧૧.૫ ટકા મતો છે.

 

એસસીઃ

૧૭,૭૬૧

એસટીઃ

૧૬૨

મુસ્લીમઃ

૩૭૧૨,૦

ઠાકોર

૩૬,૨૧૭

રબારીઃ

૩,૩૫૦

ચૌધરીઃ

૩,૫૫૦

લેઉઆઃ

૬,૫૩૮

કડવાઃ

૬૧,૪૪૩

ખ્રિસ્તીઃ

૫,૪૦૫

જૈનઃ

૨,૧૦૫

દરબારઃ

૨૪,૬૮૨

અન્ય

૨૪,૦૦૮

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

 

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિજાપુર તાલુકા પંચાયત અને નગરપાલિકા ભાજપના હાથમાં છે, જ્યારે વિજાપુર એપીએમસી કોંગ્રેસના હાથમાં છે. મતક્ષેત્રમાં જિલ્લા પંચાયતની કુલ છ બેઠકો આવે છે. તેમાંથી ભાજપ પાસે પાંચ અને કોંગ્રેસના કબજામાં એક બેઠક છે. ૨૦૦૯માં લોકસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપ તરફી મતદાન થયું હતું.