ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> મહેસાણા >> ઉંઝાSelect City

ઉંઝા

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  નારાયણભાઇ પટેલ
Votes: 65248
Looser
  પ્રવિણભાઇ પટેલ
Votes: 40251
Lead
  BJP
Margin: 24997

2002

Winner
  નારાયણભાઇ પટેલ
Votes: 76979
Looser
  જયપ્રકાશ પટેલ
Votes: 32390
Lead
  BJP
Margin: 44589

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • ઊંઝા વિધાનસભાની ચૂંટણીમાં ૧૬ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

  ઊંઝા,

  ઊંઝા વિધાનસભાની ચૂંટણીમાં આજે ઉમેદવારી ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ભાજપા, કોંગ્રેસ, બીએસપી, જીપીપી, લોકજનશક્તિ, સમાજવાદીના બબ્બે ઉમેદવારો તથા પાંચ અપક્ષોએ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું છે.
  ઊંઝા વિધાનસભાની બેઠક માટે કુલ ૨૩ ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું હતું. તે પૈકી ૧૬ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ઊંઝા વિધાનસભાની..

 • ઊંઝામાં પેસેન્જર સુવિધાની તકેદારી માટે રાજકીય નેતાઓને માગ


  ઊંઝા,

  ઊંઝા સહિત ઉત્તર ગુજરાત ચાલતી રેલ્વે ટ્રેનોમાં પેસેન્જર સેવાઓ-સુવિધાઓની તકેદારી માટે રચવામાં આવતી વિવિધ કમિટીઓ માત્ર કાગળ ઉપરના વાઘ પુરવાર થઈ છે ત્યારે સ્થાનિક લોકોએ સુવિધા મળે તે માટેની માગ રાજકીય નેતાઓ સમક્ષ કરી છે.

  ઊંઝા રેલ્વે સ્ટેશને વિવિધ કમિટીઓના સભ્યોના નામ તથા તેમની માહિતી દર્શાવતું બોર્ડ પણ છેલ્લા કેટલાક..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

 

સીમાંકનની અસરઃ
જૂના સીમાંકન પ્રમાણે મહેસાણા જિલ્લાની સાતેય બેઠકો ભાજપ પાસે છે. નવા સીમાંકનમાં ઉંઝા તાલુકાના તમામ ગામ અને વડનગર તાલુકાના ૨૦ ગામનો સમાવેશ કરાયો છે. જૂના સીમાંકન પ્રમાણેની ઉંઝા બેઠકમાં રહેલા વડનગર તાલુકાના રાજપુર, મિરજાપુર, શોભાસણ, કરબટિયા અને પીપળદર એમ પાંચ ગામ ખેરાળુ બેઠકમાં ગયા છે. સિદ્ધપુર બેઠકના જૂના સીમાંકનના ઉંઝા તાલુકાના આઠ ગામ ઉંઝા બેઠકમાં ઉમેરાયા છે. સુણોકર, અમુટ, ટુંડાવ, મક્તુપુર. બ્રાહ્મણવાડા, વરવાડા, લિંડી, વિશોળ હવે ઉંઝા બેઠકમાં આવ્યા છે. ખેરાળુ બેઠકના પળી, કથરાવી, નવાપુરા, વડનગર તાલુકાના કેસિમ્પા, મોલીપુર, શેખપુર, બદરપુર, ઉંઝામાં ઉમરાયા છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

 

ગઇ વખતની સરખામણીએ મુસ્લીમ અને કડવા પાટીદારોની સંખ્યા વધી છે. આ વખતે ઠાકોર, મુસ્લીમ, કડવા પાટીદારોના મતો મહત્ત્વના બની રહેશે. છેલ્લી ૧૦ ચૂંટણીઓથી જે પક્ષનો ઉમેદવાર ચૂંટાય છે તે પટેલ જ હોય છે. આ બેઠકમાં અત્યાર સુધીની ચૂંટણીઓમાં સરેરાશ ૬૫થી ૭૫ ટકા જેવું મતદાન રહ્યું છે. પાટીદારો પછી બીજા ક્રમે બક્ષી પંચના મતદારો આવે છે. પાટીદારમાં આડા કડવા પાટીદાર, ૪૨ ગામ કડવા પાટીદાર, ૨૭ ગામ કડવા પાટીદાર, મોટા બાર અને નાના બાર કડવા પાટીદાર સમાજ અને ૮૪ ગામ પાટીદાર સમાજના મતો છે. આ વખતે મુસ્લીમ મતદારો પણ વધ્યાં છે.  અગાઉ કોંગ્રેસે આ બેઠકના ઉમેદવાર પસંદ કરવામાં પ્રયોગો વધારે કર્યાં છે. એક વખત ચીમનભાઇ પટેલ સામે ગુજરાતી ફિલ્મની અભિનેત્રી શ્રદ્ધા પાંચોટિયાને ઊભી રાખી હતી.

 

એસસીઃ

. ૨૧,૯૮૪

એસ.ટી

૧૮૯

મુસ્લીમઃ

૧૩,૧૪૯

ઠાકોરઃ

૩૭,૦૪૩

રબારીઃ

૭,૨૬૪

ચૌધરીઃ

૪,૪૧૨

ઓબીસી-અન્યઃ

 ૭,૦૧૧

લેઉઆઃ

૬૭૪

કડવાઃ

 ૮૪,૪૦૭

બ્રાહ્મણ

૫,૨૩૩

જૈન

૨,૦૯૦

દરબાર

૧૮,૯૫૫

સામાન્ય-અન્ય

૯,૬૧૬

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

વડનગર તાલુકા પંચાયતની ૧૭ બેઠકમાંથી ભાજપ પાસે ૧૧, કોંગ્રેસ ૪ અને એક અપક્ષ તેમજ એક બસપા પાસે છે. વડનગર નગરપાલિકાની ૨૭ બેઠકમાંથી ૧૨ ભાજપ, આઠ કોંગ્રેસ અને સાત અપક્ષ પાસે છે. ઉંઝા એપીએમસીમાં હાલના ધારાસભ્ય નારાયણ પટેલના પુત્ર