ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> વડોદરા >> રાવપુરાSelect City

રાવપુરા

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  યોગેશભાઇ પટેલ
Votes: 87589
Looser
  ડૉ. પૂર્ણિમા મહેતા
Votes: 34666
Lead
  BJP
Margin: 52923

2002

Winner
  યોગેશભાઇ પટેલ
Votes: 95863
Looser
  રમેશભાઇ પટેલ
Votes: 31309
Lead
  BJP
Margin: 64554

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • બળવાની ધાકે નરેન્દ્ર મોદી તાબે થઇ ગયા ઃ પક્ષમાં જ હરાવ સમિતિઓ રચાશે

  વડોદરા શહેર જિલ્લામાં ટિકિટ ફાળવણીને મુદ્દે ભાજપમાં ભડકો થયો છે. એકના એક ચહેરાને ફરી એક વાર સામે લાવવા પાછળ આ વખતે નરેન્દ્ર મોદી ધારાસભ્યો બળવો કરે તેવી ધાકે તાબે થઇ ગયા હોવાની છાપ કાર્યકરોમાં ઉભી થઇ છે. તો બીજી તરફ કાર્યકરોએ આ ચૂંટણીમાં પોતાની પણ ધાક ઉભી કરવાનું..

 • વડોદરાની ૧૩માંથી ૫ બેઠક પટેલને ફાળવી ક્ષત્રિયને માત્ર એક બેઠક

  કેશુભાઇ પટેલના પાટિદાર ફેક્ટરને કારણે ધાંધા બની ગયેલા ભાજપાના આગેવાનોએ વડોદરા જિલ્લામાં પટેલોને પ્રભુત્વ આપવામાથી મિત્રોને પડતા મુકતા જિલ્લાની પાદરા, સાવલી અને વાઘોડીયા બેઠક ઉપર ક્ષત્રિય આગેવાનો લાલઘૂમ બની ગયા છે. ભાજપાએ વડોદરા શહેર-જિલ્લાની ૧૩માંથી પાંચ બેઠક ઉપર પાટિદારની પસંદગી કરી છે. જયારે સાવલી બેઠક ઉપર જેની સામે..

 • વડોદરાની ૧૩ બેઠકો પર કુલ ૧૮૧ ઉમેદવારોના ફોર્મ ભરાયા

  વડોદરા શહેર - જિલ્લાની ૧૩ વિધાનસભા બેઠકોની ચૂંટણીઓના પ્રથમ અંક જેવા નામાંકન તબક્કાનું આજે સમાપન થયું હતું. આ તબક્કાનો પ્રારંભ ગયા શુક્રવાર તા.૨૩ના રોજ થયો હતો. તા.૨૫/૧૧ સુધી એક પણ બેઠક પર એક પણ ઉમેદવારી નોંધાઈ ન હતી. તે પછી કુલ પાંચ દિવસમાં કુલ ૫૦ ઉમેદવારોએ ફોર્મ્સ ભર્યા..

 • મધ્ય ગુજરાતની સાત બેઠકો ઉપર રસાકસી ભર્યા જંગ જામશે

  નર્મદા જિલ્લાની બે ભરૃચ જીલ્લાની પાંચ અને વિધાનસભા બેઠકો માટેની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિને ભાજપ કોંગ્રેસ જેવા મુખ્ય રાજકીય પક્ષો સહિત અન્ય પક્ષો અને અપક્ષોના ઉમેદવારોએ ઉેદવારી નોંધાવવા ભારે ધસારો કરતા સમગ્ર વિસ્તારમાં ઉમેદવારો અને તેવોના સમર્થકો ઉમટી પડયા હતા. જેના પગલે સમગ્ર સંકુલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત..

 • ભાજપા- કોંગ્રેસના કાર્યાલયો પર પોલીસ બંદોબસ્ત લાદવો પડશે

  (પ્રતિનિધિદ્વારા) વડોદરા,

  વિધાનસભાના ઉમેદવારોની જાહેરાત સાથે જ ભડકો થવાની દહેશતને પગલે ભાજપા અને કોંગ્રેસની કાર્યાલયો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડે તેવો વખત આવ્યો છે. વડોદરા જિલ્લા ભાજપાએ ચૂંટણીને અનુલક્ષીને કાર્યાલયનું હંગામી ધોરણે કપૂરાઇ ચોકડી ખાતે સ્થળાંતર કર્યું છે.

  બંને પક્ષમાં ઉકળતા ચરૃ જેવી સ્થિતિ ઃ વડોદરા..

 • વડોદરાની ૧૩ વિધાનસભા બેઠકો પર વધુ ૩૩ ફોર્મ ભરાયા

  નામાંકન તબક્કાના આજે સાતમા દિવસે નવા ૩૩ ઉમેદવારીપત્રો ભરાવાની સાથે, શહેર - જિલ્લાની તેર વિધાનસભા બેઠકો માટે સ્પર્ધામાં ઉતરનારા ઉમેદવારોની સંખ્યાનો આંકડો વધીને ૫૦ થયો છે એટલે કે ઉમેદવારીના આંકની હાફ સેન્ચુરી નોધાઇ છે. આજે અત્યાર સુધી ઉમેદવારોથી વંચિત રહેલી સયાજીગંજ, કરજણ, છોટાઉદેપુર અને જેતપુરપાવી બેઠકો પર પણ..

 • કેતન ઈનામદાર, ઘનશ્યામ પટેલ અને હસુમતીબેનના ભાજપને રામરામ

  (પ્રતિનિધિદ્વારા) વડોદરા,

  વડોદરા શહેર જિલ્લાની વિધાનસભા બેઠકો ઉપર બળવાખોરોએ ઉમેદવારી કરવા માંડતા ભાજપા અને કોંગ્રેસની છાવણીમાં ગભરાટ ફેલાયો છે. વડોદરા શહેરમાં ભાજપાના મહિલા અગ્રણીએ રાજીનામું ધરી ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી માંજલપૂર બેઠક ઉપર ઉમેદવારી કરી છે. જ્યારે સાવલીમાં ભાજપાના કેતન ઈનામદારે કાર્યકરોના કાફલા સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી...

 • નરેન્દ્રભાઇની મહેરબાની નહી કેશુભાઇની ધાક કામ કરી ગઇ !

  ભાજપાના ધારાસભ્યોને રિપીટ કરવામાં નરેન્દ્રભાઇની મહેરબાની નહી કેશુભાઇની ધાક કામ કરી ગઇ !

  ટિકિટ કાપતા પહેલા ધારાસભ્ય બળવો કરી કેશુભાઇ સાથે બેસી જાય તો શું ? તેની શકયતાને મહત્વ અપાયુ
  (પ્રતિનિધિદ્વારા) વડોદરા,
  ભાજપાના ધારાસભ્યોને રિપીટ કરવામાં નરેન્દ્ર મોદીની મહેરબાની નહી પણ કેશુભાઇની ધાક કામ કરી ગઇ હોવાની લાગણી વ્યકત થઇ રહી છે.
  કેશુભાઇ પટેલે ભાજપા..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

ભાજપમાં બળવો થાય તેવા એંધાણ છે. નવાસીમાંકનમાં જે રીતે વિસ્તારોની કાપકૂપ થઇ છે. તેથી  ઉમેદવારો માટે આ બેઠક જીતવાનુ અઘરૃ થઇ પડશે. આ બેઠકના ભાજપના મુખ્ય દાવેદારો પૈકીના એક વર્તમાન ધારાસભ્ય અને માજી મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા અત્યાર સુધી શહેર વાડી બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યા છે, પરંતુ શહેરવાડી બેઠક રીઝર્વ બનતા તેમને બેઠક બદલ્યા સિવાય છુટકો નથી અને બેઠક બદલે તો લાખાવાલાએ રાવપુરા વિસ્તારમાં નવેસરથી એકડો ઘુંટવો પડશે. હાલના ધારાસભ્ય યોગેશ પટેલ હવે નવી બનેલી માંજલપુર બેઠકથી ચૂંટણી લડવા ઇચ્છુક છે. જો કે તેમનું નામ આ બેઠક પર પણ ચર્ચાઇ રહ્યું છે. ભાજપના નિરીક્ષકો આવ્યા હતા. ત્યારે વડોદરાના ત્રણેય ધારાસભ્યને હવે બદલીને સંનિષ્ટ, પ્રજાના કામ કરે તેવા અને વર્ષો જુના પક્ષના જ કાર્યકરો હોય તેમાંથી ઉમેદવાર પસંદ કરવા રજુઆત થઇ હતી.

સીમાંકનની અસર
રાવપુરા બેઠકમાં  આશરે ૨.૩૫ લાખના મતદારોમાંથી ૬૮,૦૦૦  તો પછાત વર્ગના અને આશરે ૪૬,૦૦૦ મુસ્લિમ મતદારો છે જે આ બેઠક માટે નિર્ણાયક પરિબળ બની રહેશે. પછાત વર્ગોના અને મુસ્લિમ મતદારોનો ઝોક વર્ષોથી કોંગ્રેસ તરફે રહ્યો છે. જ્યારે વાણિયા, બ્રાહ્મણ, પટેલોના મતો માંડ ૮૦,૦૦૦ આસપાસ છે. હાલના ધારાસભ્ય યોગેશ પટેલ રાવપુરા બેઠક સતત છેલ્લી ચાર ટર્મથી  જીતતા આવ્યા છે . બીજું વાઘોડિયા બેઠકમાં અત્યાર સુધી સમા અને છાણીનો ઘણો વિસ્તાર સમાવિષ્ટ થતો હતો, નવા સીમાંકનમાં આ બંને વિસ્તાર રાવપુરામાં આવ્યા છે. જૂના સીમાંકન વખતે મ્યુનિ. કોર્પોરેશનની ગઈ ચૂંટણી યોજાઈ હતી ત્યારે ભાજપે બે બેઠક આ વિધાનસભા ક્ષેત્રમાંથી ગુમાવી હતી. વાઘોડિયા મત વિસ્તારના આશરે ૨૨ હજાર મતદારો કે જેઓ અત્યાર સુધી શહેર વિસ્તારમાં રહેતા હોવા છતાં વાઘોડિયાના ઉમેદવારને મત આપતા હતા, તેઓને નવા સીમાંકન બાદ વડોદરા શહેર વિસ્તારમાં રાવપુરાનો ધારાસભ્ય ચૂંટવાનો પ્રથમ મોકો મળશે. રાવપુરાના રીઝલ્ટમાં છાણી વિસ્તાર મહત્વની ભૂમિકા અદા કરશે.
રાવપુરા બેઠકનું સીમાંકન અજગર જેવું ખૂબ જ વિચિત્ર રીતે કરાયું છે. છાણી, સમા, હાઈવેથી શરૃ કરી ૧૩ વોર્ડને ચીરતો આ બેઠક વિસ્તાર કપૂરાઈ રીંગરોડ અને ડભોઈ રીંગ રોડ સુધી પહોંચે છે નવા સીમાંકનમાં રાવપુરા વિસ્તારમાંથી જ છૂટો પડેલો વિસ્તાર નવી માંજલપુર બેઠક બન્યો છે. રાવપુરામાં ભાજપ તરફે ઝોક ધરાવતા મૂળ મતદારો હતા, તેમાં હવે સીમાંકન બાદ ભાજપ તરફી મતદારોની સંખ્યા ઘટી હોવાનું ગણિત મંડાય છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ મુજબ મતદારોનું વર્ગીકરણ

૬૮ હજાર પછાત વર્ગો

૪૬૩૭૨ મુસ્લિમો

૨૭૬૬૮ વૈષ્ણવ

૨૮૩૧૮ પટેલ

૨૨૧૩૬ બ્રાહ્મણ

૨૪૦૦૦ અન્યો

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો