ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> સાબરકાંઠા >> પ્રાંતિજSelect City

પ્રાંતિજ

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • પ્રાંતીજમાં જયસિંહ ચૌહાણ વિજયી થશે કે પરાજયસિંહ બનશે?

  પ્રાંતિજ,

  શિક્ષણ રાજ્ય મંત્રી અને પૂર્વ સાંસદ જયસિંહ ચૌહાણ માટે આ ચૂંટણીમાં જીતનો માર્ગ કપરો છે. ગત ચૂંટણીમાં 11797 મતોથી તેઓ જીત્યા હતા.

  જ્યારે તેમની સામે કોંગ્રેસનાં મહેન્દ્રસિંહ બારૈયા સ્થાનિક ઉમેદવાર તરીકે જાણીતા છે. આ સંવેદનશીલ બેઠકમાં મતનું વિભાજન પણ થઇ શકે છે.

  કેમકે ગુજરાત પરિવર્તન પાર્ટીનાં નિખિલ પટેલ ભાજપનાં ગઢમાં ગાબડું પાડીને..

 • પ્રાંતિજમાં ૩ ઉમેદવારી ફોર્મ પરત ખેંચાતાં હવે ૧૦ વચ્ચે જંગ

   પ્રાંતિજ

  પ્રાંતિજમાં ૩ ઉમેદવારી ફોર્મ પરત ખેંચાતાં હવે ૧૦ વચ્ચે જંગ ખેલાશે.
  ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ થતાં હવે ઉમેદવારો દ્વારા ચૂંટણી અભિયાન તેજ કરી દેવામાં આવ્યું છે. ભાજપ અને કોંગ્રેસ તરફથી એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. વધુને વધુ બેઠકો કબજે કરવા માટે બંને પક્ષ મેદાને પડયા છે ત્યારે મતદારો..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં કોનો કેવો રાજકીય પ્રભાવ
૧૯૯પમાં ભાજપના વિનેન્દ્રસિંહ ડી.ઝાલાને પ૪૧૯૩ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના જયવદન મૂળજીભાઈને ર૧૭૭૯ મત મળ્યા હતા. -૧૯૯૮માં ભાજપના દિપસિંહ શંકરસિંહ રાઠોડને ૩૭૭૧૬ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના ગોવિંદભાઈ પ્રભુદાસ પટેલને ર૯૦૩૬ મત મળ્યા હતા. -ર૦૦રમાં ભાજપના રાઠોડ દિપસિંહ એસ.ને પ૬૯૮પ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના વી.ડી.ઝાલાને ૩૯૪૧૧ મત મળ્યા હતા. -ર૦૦૭માં ભાજપના જયસિંહ માનસિંહ ચૌહાણને પપ૬૧૩ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના વિનેન્દ્રસિંહ ઝાલાને ૪૩૮૧૬ મત મળ્યા હતા.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

આ વિધાનસભામાં જાતિ અંદાજે ક્ષત્રિય- ૯૭૦૦૦, પટેલ, ૩૨૦૦૦, એસસી ૧૩૦૦૦, રાવળ- ૪૫૦૦, રબારી, દેસાઈ- ૩૫૦૦, બ્રાહ્મણ ૩૨૦૦, પંચાલ- ૧૬૦૦, દરજી- ૧૦૦૦, પ્રજાપિત ૪૧૫૦, વાણિયા ૧૩૯૮, દેવીપૂજક- ૨૩૮૮, નાયી- ૨૦૦૦, સુથાર- કડિયા- સથવારા- ૨૩૭૦, વણઝારા ઓડ- ૧૩૨૮, મોદી- ૬૭૭, નાયક- ૭૦૧, ગોસ્વામી ૯૯૧ અને અન્ય ૧૮૨૬૫ જેટલા જણાય છે. આ વિધાનસભા પર ક્ષત્રિયનું પ્રભુત્વ છે. ભાજપ હાવી છે.

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

પ્રાંતિજ વિધાનસભા બેઠકમાં પ્રાંતિજના ૬૬ અને તલોદના ૭૩ ગામોનો સમાવેશ થાય છે. વિધાનસભાના કુલ મતદારો ૨ લાખ ૧૦ હજાર ૩૯૯ છે જેમાં ૧ લાખ ૦૯ હજાર ૪૧૦ પુરુષોનો અને ૧ લાખ ૯૮૯ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. કુલ ૨૬૯ બુથોમાં પ્રાંતિજમાં ૧૩૪ અને તલોદમાં ૧૭ બેઠકોનો સમાવેશ થાય છે. તાલુકા પંચાયતની કુલ ૩૪ બેઠકો છે જેમાં પ્રાંતિજમાં ૧૭ અને તલોદમાં ૧૭ બેઠકોનો સમાવેશ થાય છે અને આ વિધાનસભામાં નગરપાલિકા ૨ છે જેમાં પ્રાંતિજમાં ૭ વોર્ડની ૨૧ બેઠકો અને તલોદમાં પણ ૭ વોર્ડ અને ૨૧ બેઠકોનો સમાવેશ થાય છે.