ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> આણંદ >> પેટલાદSelect City

પેટલાદ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  નિરંજન પટેલ
Votes: 44500
Looser
  રાજેશ પટેલ
Votes: 40969
Lead
  Congress
Margin: 3531

2002

Winner
  સી.ડી. પટેલ
Votes: 58854
Looser
  નિરંજન પટેલ
Votes: 36203
Lead
  BJP
Margin: 22651

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • સોનિયાબેન, તમારી આખી સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છેઃ મોદી

    અમદાવાદ

    કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ આજે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન ગુજરાતની ભાજપ સરકારને ભ્રષ્ટાચારી ગણાવતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વળતા પ્રહારમાં યુપીએ સરકારને ભ્રષ્ટાચારમાં લેખાવી છે. મોદીએ જણાવ્યું હતું કે સોનિયાબેન, કોંગ્રેસની કેન્દ્રમાં આખેઆખી સરકાર ભ્રષ્ટાચારમાં ડુબેલી છે અને તમે ગુજરાતની ભાજપ સરકારને બદનામ કરો છો? તમારી..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

 

સીમાંકનની અસર

નવા સીમાંકન મુજબ પેટલાદ વિધાનસભામાં બોરસદના કોંગ્રેસના ગઢ સમાન કેટલાક ગામોનો સમાવેશ તેમજ ચકલાસી બેઠક રદ થવાથી અને પેટલાદ-આણંદ તેમજ સોજિત્રા સહિતની બેઠકોના કેટલાક ગામોનો સમાવેશ થવાથી આ બેઠક પર કોંગ્રેસનું જોર વઘ્યું છે જ્યારે ભાજપના ગઢ સમાન ધર્મજ સહિતના કેટલાક ગામો પેટલાદ વિધાનસભામાંથી નીકળીને સોજિત્રામાં ભેળવી દેવાયા છે જેથી કોંગ્રેસ માટે આ બેઠક સલામત મનાઈ રહી છે.
 
૨૦૦૨માં પેટલાદ બેઠક ભાજપે કબ્જે કરી હતી. પરંતુ ૨૦૦૭માં આ બેઠક ભાજપને ગુમાવવી પડી હતી. જો કે આ વખતે ભાજપે પેટલાદ બેઠક પર તદ્દન નવા ચહેરાની પસંદગી કરી છે. પેટલાદ તાલુકાના બોરીયા ગામના રહીશ દિપક રાવજીભાઈ પટેલને ભાજપે ટિકિટ ફાળવી છે. તેઓ હાલ આણંદ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન છે.
 
આ પહેલા તેઓ પેટલાદ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. કોંગ્રેસના જુના જોગી નિરંજન પટેલ સામે આ વખતે તેઓની ટક્કર થશે. પેટલાદ તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી તેમજ ક્ષત્રિય આગેવાન ઘૂળાભાઈ સોલંકીનો પક્ષમાંથી બળવો, જો કે કોંગ્રેસના ઉમેદવાર માટે જોખમ, ભાજપમાં પણ વકરેલો જૂથવાદ, ભાજપના હોદ્દેદાર જાહેર કાર્યક્રમમાં ખર્ચ કરતા નથી અન્ય વ્યક્તિ તેનો ખર્ચ કરે છે એથી કાર્યકરોમાં રોષ. પેટલાદ બેઠક પર કોંગ્રેસનો પ્રભાવ પરંતુ તાલુકા પંચાયતમાં કાગ્રેસની સત્તા અને નગરપાલિકામાં ભાજપની સત્તા છે,એેપીએમસીમાં કોંગ્રેસની સત્તા