ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> સુરત >> ઓલપાડSelect City

ઓલપાડ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  કિરીટ પટેલ
Votes: 168284
Looser
  કમળાબેન પટેલ
Votes: 80123
Lead
  BJP
Margin: 88161

2002

Winner
  ધનસુખભાઇ પટેલ
Votes: 74572
Looser
  ભગુભાઇ પટેલ
Votes: 70455
Lead
  BJP
Margin: 4117

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • ફટાકડા ફોડી મીઠાઇ પણ વહેંચાઇ પછી ખબર પડી કે ટિકીટ કપાઇ ગઇ

    સુરત,
    ઓલપાડ વિધાનસભા બેઠકમાં ભાજપ તરફે પહેલા ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ કાંતિ પટેલનું નામ ફાઇનલ થવાની વાત વહેતી થતાં ઉત્સાહમાં આવી ગયેલા પ્રમુખે ગામમાં ફટાકડા ફોડી, મિઠાઇઓ વહેંચી અને કાર્યકરોને ચૂંટણીની તૈયારી કરવા હાંકલ કરી દીધી હતી અને ત્યાં જ બીજા ઉમેદવારનું નામ  જાહેર થયું હતું.
    ચૂંટણીના પરિણામો નક્કી નથી..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

 

આંતરિક રાજકારણ
કોળી પટેલ બહુમતિવાળો વિસ્તાર છે. જેના કારણે બન્ને પક્ષે કોળી પટેલ ઉમેદવારને ટીકીટ આપી છે. જયેશ પટેલ સંઘ સાથે જોડાયેલા અને ભાજપમાંથી આવ્યા હોવાથી અન્ય દાવેદારોએ તેમની વિરૃધ્ધ રજુઆત કરીને  ઉમેદવાર બદલવા માટે માગણી કરી છે. આ ઉપરાંત કોળી સમાજે પણ ઉમેદવાર બદલવા માટે માગણી કરી છે. જોકે, તેમ છતાં ચૂંટણીમાં બન્ને ઉમેદવાર સરખા હોવાથી ફાઈટ ટફ રહેશે. કોંગ્રેસીઓ વિરૃધ્ધની કામગીરી નહી કરે તો  કોંગ્રેસના વિજયના ચાન્સ ભાજપ કરતાં વધુ રહેશે. 
 
સીમાંકનની અસર
આ બેઠક ભાજપ સુરત શહેરના મતથી જીતતું હતું. ગત વિાનસભાની ચૂંટણીમાં ભાજપને ૮૯,૦૦૦ મતની લીડ મળી હતી. જેમાંથી શહેરી વિસ્તારમાંથી ૭૨૮૦૦ની લીડ મળી હતી. જે હવે અલગ વિાનસભા મજુરામાં સમાવેશ થયો છે. જેની સામે તાપી કિનારાની ઝુંપડપટ્ટીના ૨૦ હજાર જેટલા મતદાર ગરીબ આવાસનાનો સમાવેશ ઓલપાડ વિનસભામાં થયો છે.
 
બેઠકમાં ક્યા પક્ષનો  કેવો પ્રભાવ
ઓલપાડ અને હાલની મજુરા બેઠક એક હતી ત્યારથી જ ગામડાઓ કોંગ્રેસ સાથે જ્યારે શહેરના મતદારો ભાજપ સાથે રહ્યાં છે. પરંતુ બેઠકનું વિભાજન થતાં ગામડાના કારણે કોંગ્રેસનો પ્રભાવ રહ્યો છે.