ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> મહેસાણા >> મહેસાણાSelect City

મહેસાણા

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  અનિલભાઇ પટેલ
Votes: 66886
Looser
  નરેશકુમાર રાવલ
Votes: 50577
Lead
  BJP
Margin: 16309

2002

Winner
  અનિલભાઇ પટેલ
Votes: 61491
Looser
  જીવાભાઇ પટેલ
Votes: 43719
Lead
  BJP
Margin: 17772

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • મહેસાણામાં નીતિન પટેલની નીતિ જીતશે?

  મોદી સરકારમાં શહેરી વિકાસ મંત્રી નીતિન પટેલની કડી બેઠક અનામત થતાં તેમણે બેઠક બદલવી પડી છે અને મહેસાણાની બેઠક પરથી ચૂંટણી લડવી પડી રહી છે. ગત ચૂંટણીમાં માત્ર 1327 વોટથી જીત્યા હતા ત્યારે આ વખતે આયાતી ઉમેદવાર એ તેમનું નબળું પાસું છે અને કોંગ્રેસનાં નટુભાઇ પિતાંબરની સ્થાનિક બેઠક હોવાથી તેઓ..

 • મહેસાણામાં મુખ્યમંત્રીના થ્રીડી પ્રચારમાં કોંગ્રેસ પર પ્રહાર

  મહેસાણા
  મહેસાણાના મોઢેરા રોડ સ્થિત ટહુકો પાર્ટી પ્લોટમાં નરેન્દ્ર મોદીએ થ્રીડી ટેકનોલોજીથી ચૂંટણી પ્રચાર કર્યો હતો. પાર્ટી પ્લોટમાં મોદીના પ્રવચનને સાંભળવા લોકો ઉમટી પડ્યા હતા. મોદીએ તેના પ્રવચનમાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી.
  મહેસાણાના મોઢેરા રોડ પર આવેલ ટહુકો પાટી પ્લોટમાં મંગળવાર સાંજે નરેન્દ્ર મોદીનો થ્રીડી ટેકનોલોજીથી ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ..

 • મહેસાણા જિલ્લામાં ૬૨ ઉમેદવારો વિધાનસભાની ચુંટણી લડશે

  મહેસાણા
  મહેસાણા જિલ્લાની સાત વિધાનસભા માટે ૬૨ ઉમેદવારો ચુંટણી લડશે. આજે ફોર્મ પરત ખેંચવાની અંતમ તારીખ બાદ અંતિમ ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં ૨૦-ખેરાલુ વિધાનસભામાં ૦૬, ૨૧-ઊંઝા વિધાનસભામાં ૦૮, ૨૨-વિસનગર વિધાનસભામાં ૧૦, ૨૩-બેચરાજી વિધાનસભામાં ૦૮, ૨૪-કડી વિધાનસભામાં ૦૭, ૨૫-મહેસાણા વિધાનસભામાં ૧૪ અને ૨૬-વિજાપુર વિધાનસભામાં ૦૯ ઉમેદવારો ચુંટણી લડી..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

 

સિમાંકનની અસરઃ
નવાં સીમાંકન પ્રમાણે મહેસાણા તાલુકાના ૧૧૪ ગામમાંથી ૪૪ ગામોનો સમાવેશ આ બેઠકમાં કરાયો છે. નાગલપુર ગામના ૨૭ બુથ આ બેઠકમાં ભળ્યાં છે. ઉપરાંત ગોઝારિયાના ૧૦ બુથ, ડેડિયાસણ, ગીતાસણ, ધોળાસણ, મંડાળી મહેસાણા બેઠકમાં સમાવાયા છે. નવા સીમાંકનમાં તાલુકાના લગભગ ૯૭,૦૦૦ અને મહેસાણા શહેરી વિસ્તારના ૧,૧૫,૦૦૦ મતદારો આ બેઠકમાં સમાવાયા છે. જ્યારે મહેસાણાના ૧૪ ગામો બેચરાજીમાં ગયા છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

 

 

આ મતક્ષેત્રમાં કડવા પાટીદારોનું વર્ચસ્વ વધારે છે. નવા સીમાંકનમાં ચૌધરી મતો ધરાવતા કેટલાક ગામો બેચરાજી બેઠકમાં ભળી જવાને કારણે ચૌધરી મતોનુ પ્રભુત્વ આગલી ચૂંટણીની સરખામણીએ ઘટયું છે. લગભગ ૨૨.૬ ટકા મતો પટેલના છે. ૪૨ કડવા પાટીદાર ગામના મતો અહીં સૌથી વધારે છે. ત્યારબાદ ૧૫.૮ ટકા મતો ઠાકોરોના છે, દલિતોના મતો ૧૧.૭ ટકા અને બ્રાહ્મણોના મત ૧૦.૧ ટકા છે. મુસ્લીમોના મત ૫.૮ ટકા, ઓબીસીના ૧૪.૨ ટકા છે.

 

એસસી

૩૯,૫૪૯

એસટી

૨૨૦

મુસ્લીમ

૧,૨૧૦

ઠાકોર

૪૧,૩૨૦

રબારી

૭,૧૦૦

ચૌધરી

૪,૯૦૭

અન્ય

૩૦,૯૧૭

લેઉઆ

૬,૨૦૨

કડવા પાટીદાર

૫૭,૧૩૧

ખ્રિસ્તી

૪૩૦

બ્રામણ

૯,૨૨૫

જૈન

૫,૧૮૧

દરબાર

૯,૭૮૯

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

 

 સીમાંકન બાદ ૪૨,૮૪,૧૨,૨૭,૭,૫૨,૧૧, અને ૧૫ કડવા પાટીદાર સમાજના મતદારો વધ્યાં હોવાથી ભાજપ માટે પણ બેઠક મજબુત થઇ છે. પરંતુ સામે કોંગ્રેસે પણ કડવા પાટીદાર સમાજના આગેવાન ુંઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો હોઇ આ બેઠકનો જંગ રસાકસીભર્યો રહેશે. તાજેતરમાં મહેસાણા દૂધસાગર ડેરીના વિપુલ ચૌધરીને અમુલ સંગઠનના ચેરમેન બનાવ્યા છે. વિપુલ ચૌધરીનું ચૌધરીના મતો પર પ્રભુત્વ હોવાથી આ વિસ્તારના ચૌધરી મતો ભાજપની તરફેણમાં પડે તો સમીકરણો બદલાઇ શકે એમ છે.