ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> વડોદરા >> માંજલપુરSelect City

માંજલપુર

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

વોર્ડ નં. ૨૩મા દંતેશ્વર અને તરસાલી વિસ્તાર છે. જેમાં ગરીબો અને મધ્યમ વર્ગના લોકો રહે છે. અહીં કોંગ્રેસનો એક અને ભાજપના બે કોર્પોરેટર છે. વોર્ડ નં. ૨૪ માં તરસાલી અને ઘાઘરેટીયા ગામ ઉપરાંત સોસાયટી વિસ્તાર છે. અહીથી કોર્પોરેશનની ગત ચૂંટણીમાં કોંગ્રેસના એક પણ ઉમેદવાર ચૂંટણી જીત્યા ન હતા. વોર્ડ નં. ૨૫ માં મકરપુરા, માણેજા અને વડસર ગામ ઉપરાંત વિવિધ વસાહતો અને સોસાયટીઓ છે અને અહીંથી કોંગ્રેસની એક માત્ર આખી પેનલ (ત્રણ કોર્પોરેટર) કોર્પોરેશનની ચૂંટણી જીતી હતી. નવા સીમાંકન બાદ માંજલપુરના મતદારો પ્રથમવાર તેમનો ધારાસભ્ય ચૂંટશે. આ બેઠક પર  કોંગ્રેસના ઉમેદવાર ચિન્નમ ગાંધીનું નામ લગભગ નિશ્ચિત બન્યું છે. જયારે ભાજપમાં રાવપુરાના હાલના ધારાસભ્ય યોગેશ પટેલનું નામ ચર્ચામાં સૌથી ઉપર છે.

 
બેઠકમાં કોનો કેવો રાજકીય પ્રભાવ
માજંલપુર બેઠક વિસ્તારમાં ૧૮૯ બુથ છે. અહીં સોસાયટી વિસ્તાર મહત્તમ છે. ઉપરાંત માંજલપુર, મકરપુરા, માણેજા, જાંબુવા, તરસાલી, દંતેશ્વર, ઘાઘરેટીયા અને કપુરાઇ જેવા ગામો પણ છે.  કુલ ૧૫ કોર્પોરેટરોમાંથી ૧૦ ભાજપના છે અને પાંચ કોંગ્રેસના છે. માંજલપુર વિસ્તારમાં વર્ષોથી કોંગ્રેસનું જોર છે. નવા સીમાંકનમાં ભાજપનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારો પણ જોડાયા છે. કોર્પોરેશનમાં કોંગ્રેસના બે માજી નેતા, માજી, ડેપ્યુટી મેયર અને કોંગ્રેસના દંડકનો આ વિસ્તાર છે. થોડા સમયપૂર્વે વોર્ડ નં. ૨૧ ના ભાજપના એક કોર્પોરેટર ભાજપના એક અગ્રણીથી નારાજ થઇને કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. જો કે થોડા દિવસમાં પુનઃ ભાજપમાં આવી ગયા હતા.
મોટાભાગે આ બેઠક વિસ્તાર સોસાયટીઓનો બનેલો છે અને મતદારો ઉજળિયાત વધુ છે.  એટલે આ વિસ્તારમાં જ્ઞાતિવાદ ચાલશે. તેવી એક દલીલ થઇ રહી છે.  પરિવર્તન પાર્ટી કહે છે કે આ બેઠક પર પટેલ પરિબળ કામ કરશે.
 
સીમાંકનની અસર
રાવપુરા અને શહેરવાડી બેઠકમાંથી છુટા પડેલા વિસ્તારમાંથી માંજલપુર બેઠકનો નવા સીમાંકનથી જન્મ થયો છે. અહીં વાણિયા બ્રાહ્મણ અને પટેલોના આશરે ૬૦ હજાર મતો છે. આશરે ૯૦ હજાર મતો ક્ષત્રિય, ઓબીસી અને પછાત વર્ગોના છે. મુસ્લિમ મતદારો સૌથી ઓછા છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ મુજબ મતદારોનું વર્ગીકરણ

મરાઠી

        ૨૧૨૭૪

ક્ષત્રિય

        ૧૭૧૮૧

વાણિયા

        ૨૨૪૬૭

પટેલ

        ૨૩૦૫૬

બ્રાહ્મણ

        ૧૪૫૧૧

ઓબીસી

         ૩૩૪૮૦

એસટી

        ૧૫૩૪૧

દલિત

        ૨૧૬૧૯

અન્ય

        ૧૭૦૦૦

મુસ્લિમ

         ૪૨૦૦

હિન્દીભાષી, દક્ષિણ ભારતીયો

        ૫૦૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો