ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> કચ્છ >> માંડવીSelect City

માંડવી

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સીમાંકનની અસર


કચ્છમાં નવા સીમાંકનથી ત્રણ જેટલી બેઠકમાં ફેરફાજર થયા છે. અગાઉ માંડવી અને મુંદરા એમ બે વિધાનસભાની બેઠક હતી તેને એક બીજા સાથે મર્જ કરીને નવા સીમાંકન મુજબ નવી-૨ માંડવી વિધાનસભા બેઠક બનાવાઈ છે. તેમાં મુંદરા-માંડવી તાલુકાના તમામ ગામોનો  સમાવેશ કરાયો છે. મત વિસ્તારો  ડબલ થઈ જવાના કારણે મુખ્ય બે રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ  માટે ચૂંટણી  પ્રચાર અંગે નવી આગેકૂચ કરવી પડશે. જો કે હાલ આ બંને બેઠકના ધારાસભ્યો મુંદરાના રમેશ મહેશ્વરી તેમજ માંડવીના ધનજીભાઈ સેંઘાણી ભાજપ પક્ષના  હોવાથી કોને ટીકીટ મળશે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.જો કે નવા સીમાંકન મુજબ આ વખતે નવી અનામત બેઠક ગાંધીધામ બનતા  મુંદરાના ધારાસભ્ય રમેશ મહેશ્વરી ગાંધીધામમાંથી ઉભા રહેશે તેવું સુત્રોએ જણાવ્યું છે. માંડવી બેઠકમાં મત વિસ્તાર ડબલ થઈ જવાથી બંને પક્ષના ઉમેદવારો વિશેષ ગણતરી તેમજ હોમવર્ક કરી કામ કરવું પડશે. આ બેઠકમાં આ વર્ષે મુંદરાના ૬૫ જેટલા બુથો વધ્યા છે.  જ્યાં તાલુકાના ૪૦ જેટલા ચાલી બુથો અબડાસા બેઠકમાં ચાલી જતા  આ ગામના પાટીદાર સમાજના વોટ અબડાસા બેઠકમાં જશે.


બેઠકમાં કોનો કેટલો પ્રભાવ


માંડવીની બેઠકમાં હાલ તો ભાજપનો જ પ્રભાવ જોવા મળે છે. હાલ ધારાસભ્ય ઉપરાંત નગરપાલીકાના ભાજપના ધારાસભ્યો, તાલુકા પંચાયતના ૧૭ સભ્યોમાંથી ૧૪ ભાજપના જ્યારે માત્ર ૩ કોંગ્રેસના છે. જિલ્લા પંચાયતની ચારે ચાર સીટ ઉપર તેમજ ખેતીવાડી બજાર સમિતિમાં પણ ભાજપનું રાજ છે.  આ બેઠકમાં કોંગ્રેસની સ્થિતિ ખરાબ છે. એવો કોઈ ઉમેદવારો કે કાર્યકરો નથી જે વિરોધપક્ષે કરવાની કામગીરી કરી શકે.