ઈડર બેઠક પર શરૃઆતથી ભાજપનું વર્ચસ્વ રહ્યું છે. આ બેઠક પર અનુસુચિત જાતિના મતદારોનું પ્રભુત્વ છે. અનુસુચિત જાતિના મતદારો જે ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળે તે જ ત્યાંથી જીતી શકે છે.
..
સીમાંકન બાદની નવી બેઠક
|
ઇડરમાં ૧૭ જેટલા ઉમેદવારીપત્રો ભરાયા
ઇડર વિધાનસભા બેઠક માટે કુલ ૧૭ જેટલા ઉમેદવારીપત્રો ભરાયા હતા જેમાં ભાજપના ઉમેદવાર રમણલાલ વોરા અને કોંગ્રેનસા ઉમેદવાર રામભાઈ સોલંકીએ ચાર- ચાર ઉમેદવારીપત્રો ભર્યા હતા આ ઉપરાંત જી.પી.પી.ના ત્રણ, બહુજન સમાજવાદી પક્ષ અને જનતાદળ (યુ)ના એક- એક અને બાકીના અપક્ષોએ ઉમદવારીપત્રો ભર્યા હતા. ત્યારબાદ ફોર્મ ચકાસણી બાદ આજે ઉમેદવારીપત્રો પરત ખેંચવાના.. |
બેઠકમાં કોનો કેવો રાજકીય પ્રભાવ
૧૯૯પમાં ભાજપના રમણલાલ વોરાને ૬૧૧રર મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના કરસનદાસ સોનેરીને ર૬૩પ૮ મત મળ્યા હતા. -૧૯૯૮માં ભાજપના રમણલાલ વોરાને પ૦૦૧૧ મત મળ્યા હતા. કોંગ્રેસના કરસનદાસ સોનેરીને ર૪પ૬૧ મત મળ્યા હતા. -ર૦૦રમાં રમણલાલ વોરાને ૭ર૭૭૬ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના છગનભાઈ કે.પરમારને ૪૬૬૪૭ મત મળ્યા હતા. -ર૦૦૭માં ભાજપના રમણલાલ વોરાને ૬ર૮૧૮ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના મણીલાલ જે.વાઘેલાને ૪૭૬૦૧ મત મળ્યા હતા.
આ બેઠકમાં જાતિ પ્રમાણે અંદાજે ક્ષત્રિય ૭૫ હજાર, એસ.સી. ૩૫ હજાર, બ્રાહ્મણ ૮ હજાર, રબારી, ભરવાડ ૫ હજાર, વાણિયા ૬ હજાર, સુથાર ૨૬૭૮, પટેલ ૬૫ હજાર, બ્રાહ્મણ ૮ હજાર, પ્રજાપતિ ૧૯૦૦, નાયી ૧૨૧૮, વણઝારા ૩૨૦૦, પંચાલ ૨૧૦૦, ગઢવી ૯૦૦, મુસ્લિમ ૨૬ હજાર, દરજી, મદારી ૧૮૦૦, દેવીપૂજક ૨૦૬૫ અને અન્ય ૧૮ હજાર જેલી જણાય છે. પહેલા કોંગ્રેસ હાવી હતી આ બેઠક પર પરંતુ છેલ્લી ચાર ટર્મથી ભાજપના રમણલાલ વોરા સતત ચાર વખતથી વિજયી થાય છે.
ઈડર વિધાનસભા બેઠકમાં ઈડરના ૧૩૯ ગામોનો સમાવેશ થાય છે. જ્યારે કુલ મતદારો ૨ લાખ ૨૯ હજાર ૬૫૨ છે. વિધાનસભાના કુલ મતદારો ૧ લાખ ૧૮ હજાર ૨૩૨ પુરૃષોનો અને ૧ લાખ ૧૧ હજાર ૪૩૦ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. ઈડર વિધાનસભામાં ઈડર અને વડાલીના બે તાલુકાનો સમાવેશ થાય છે. ઈડરના ૨૨૪ અને વડાલીના ૯૩ મળી કુલ ૩૧૭ બુથો ધરાવતી આ બેઠકમાં ૭ જીલ્લા પંચાયતની જેમાં ઈડરની ૫ અને વડાલીમાં ૨, ૨૦ તાલુકા પંચાયતની જેમાં ઈડરમાં ૨૫ અને વડાલીમાં ૧૫, ૨ નગરપાલિકા જેમાં ઈડરની ૧માં ૯ વોર્ડની ૨૭ બેઠકોનો સમાવેશ અને વડાલીની ૧ના ૭ વોર્ડની ૨૧ બેઠકોનો સમાવેશ થાય છે.