ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> ભાવનગર >> ગારિયાધારSelect City

ગારિયાધાર

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  કેશુભાઇ નાકરાણી
Votes: 50756
Looser
  બાબુભાઇ માંગુકીયા
Votes: 46638
Lead
  BJP
Margin: 4118

2002

Winner
  કેશુભાઇ નાકરાણી
Votes: 52100
Looser
  નાનુભાઇ વાઘાણી
Votes: 38079
Lead
  BJP
Margin: 14021

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • ગારિયાધાર સહિત ૯ સીટ પર ૯૫ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ

    ભાવનગર

    ભાવનગર જિલ્લાની નવ વિધાનસભા સીટ પર આજે ફોર્મ પરત ખેંચવાની અવધિ સમાપ્ત થતાં કુલ ૨૮ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચતા હવે ૯૫ ઉમેદવાર મેદાનમાં રહ્યાં છે. જેમાં સૌથી વધુ ૧૫ ઉમેદવાર ગારિયાધાર વિધાનસભા સીટ પર જ્યારે સૌથી ઓછા ૬-૬ ઉમેદવાર મહુવા અને પાલિતાણા વિધાનસભા બેઠક પર રહ્યાં..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સિમાંકનમાં ફેરફાર વાળી આ બેઠક પર કોળી અને પટેલ સમાજના મતદારોનું પ્રભુત્વ છે. છેલ્લી ચાર ટર્મથી ભાજપના કેશુભાઇ નાકરાણી આ બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે. આ વખતે આ બેઠક પર ચતુષ્કોણીય જંગ હોય તેથી ભારે રસાકસીવાળી બનશે તેવી શક્યતા જણાઇ રહી છે. ચારેય ઉમેદવારો બળુકા હોય તેથી મતદારો કઇ તરફ ઢળે છે તે સમય કહેશે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

આ બેઠક પર પટેલ સમાજના ૪૧૦૦૦, કોળી સમાજનાં ૩૫૮૦૦, ક્ષત્રિયના ૬૬૦૦ , બ્રાહ્મણ ૪૦૦૦, ભરવાડ ૪૮૦૦, આહિર ૧૨૦૦૦, લઘુમતિ ૮૨૦૦, પ્રજાપતિ ૬૦૦૦, કાઠી દરબાર ૧૨૦૦, સાધુ ૩૬૦૦, દલિત ૮૫૦૦, દરજી-લુહાર ૩૭૦૦, ગઢવી બારોટ ૧૫૦૦, દેવીપૂજક ૩૨૫૦, ખરક ૧૮૦૦, બાબર ૨૪૦૦, વણિક ૧૩૦૦ અને ૩૦૦૦૦ હજાર જેટલા અન્યનો સમાવેશ થાય છે.

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

જિલ્લા પંચાયતની કુલ બેઠક ૨ છે. તે પૈકી એક ભાજપ અને એક કોંગ્રેસ પાસે. જ્યારે તાલુકા પંચાયતની ૧૫ પૈકી ભાજપ ૮ અને કોંગ્રેસ ૭, જ્યારે નગરપાલિકાની ૨૭ બેઠક પૈકી ભાજપ પાસે ૨૨ બેઠક અને કોંગ્રેસ પાસે પાંચ બેઠક છે. ઉપરાંત આ બેઠક ઉપર મહુવા તાલુકાના જે ગામો ભેળવવામાં આવ્યા છે. તેવી જિલ્લા પંચાયતની બે સીટનો પણ સમાવેશ થયો છે. જેમાં ભાજપ ૧ અને કોંગ્રેસ ૧ છે. જ્યારે મહુવાતાલુકા પંચાયતની ૧૦ બેઠક વિસ્તારમાં આવે છે. આ ૧૦ બેઠક પૈકી ૫ ભાજપ પાસે, ૧ કોંગ્રેસ બાકીના અપક્ષના ફાળે જાય છે.