ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> બનાસકાંઠા >> દિયોદરSelect City

દિયોદર

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  અનિલ માળી
Votes: 48936
Looser
  માનસંિહ વાઘેલા (બસપ)
Votes: 28544
Lead
  BJP
Margin: 20392

2002

Winner
  ધીમાભાઈ પટેલ (અપક્ષ)
Votes: 54246
Looser
  લીલાધર વાઘેલા
Votes: 37351
Lead
  અપક્ષ
Margin: 16895

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • દિયોદર બેઠક પર ૧૧ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું

  દિયોદર,
  વિધાનસભાની ચૂંટણીમાં દિયોદર બેઠક પરથી ૧૧ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવતાં આ જંગ જોરદાર બની રહેશે. જો કે, આ ચૂંટણીમાં પ્રાદેશિક ચૂંટણી તરફથી ઉમેદવારી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. તેમજ અપક્ષો પણ મેદાને આવ્યા છે. ત્યારે ઉમેદવારી પરત ખેંચવાના સમય પછી ચીત્ર સ્પષ્ટ બનશે.
  દિયોદર બેઠક પર ઉમેદવારી નોંધાવવાના..

 • દિયોદર સીટ ઉપર સીટીંગ ધારાસભ્ય અનિલમાળીની બાદબાકી

  ભાભર,

  બનાસકાંઠા જિલ્લામાં ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી ભાજપના સંગઠનમાં જ અસંતોષ સાથે કેટલાક મોટા સમાજની લાગણીને ધક્કો પહોંચાડ્યો છે. પ્રદેશ ભાજપ મહામંત્રીને પોતાના જ વિસ્તારમાંથી હાર નજર સમક્ષ દેખાતાં પારકા વિસ્તાર ઉપર કબ્જો જમાવ્યો છે અને વાવ-ભાભર તાલુકાના પોતાના જ સમાજના સ્થાનિક આગેવાનોની કારકીર્દીને કાયમી બુચ લગાવી દીઘું છે.
  રબારી, માળી..

 • દિયોદર બેઠક પર આઠ ઉમેદવારો ચુંટણી જંગ ખેલશે

  દિયોદર
  વિધાનસભાની ચૂંટણીમાં દિયોદર બેઠક પર આઠ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાનાર હોઈ આજથી ચૂંટણી જંગનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે આ ચૂંટણીમાં ભાજપ તેમજ કોંગ્રેસની સાથે પ્રાદેશિક તેમજ અપક્ષો મળી ઉમેદવારો હોઈ તેઓ મોટાપક્ષોના હારજીતના સમીકરણો બદલી દેતા હોવાનું અનેક ચૂંટણીઓમાં જોવા મળ્યું છે ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસ બંને..

 • દિયોદર સીટ ઉપર સીટીંગ ધારાસભ્ય અનિલમાળીની બાદબાકી

  બનાસકાંઠા જિલ્લામાં ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી ભાજપના સંગઠનમાં જ અસંતોષ સાથે કેટલાક મોટા સમાજની લાગણીને ધક્કો પહોંચાડ્યો છે. પ્રદેશ ભાજપ મહામંત્રીને પોતાના જ વિસ્તારમાંથી હાર નજર સમક્ષ દેખાતાં પારકા વિસ્તાર ઉપર કબ્જો જમાવ્યો છે અને વાવ-ભાભર તાલુકાના પોતાના જ સમાજના સ્થાનિક આગેવાનોની કારકીર્દીને કાયમી બુચ લગાવી દીઘું છે. સ્થાનિક ભાજપ..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

ઠાકોર સમાજની બહુમતી ધરાવતી આ બેઠક પર તેઓનું સમાજ ઉપર પ્રભુત્વ હોઈ પસંદ થયેલ છે. તદઉપરાંત કોંગ્રેસે આયાતી ઉમેદવાર મુકેલ હોઈ લાભ ખાટવાની ધારણા મુળ ભાજપના બ.કાં. જીલ્લા પ્રમુખ ત્યારબાદ કોંગ્રેસમાં જોડાયા અને બે વર્ષ  પુર્વે ફરી ભાજપમાં જોડાયા. મિલનસાર સ્વભાવ, સમાજ ઉપર પકડ તથા તેઓની કાર્યપઘ્ધતિ તેઓને ફાયદો કરાવી શકે તેમ છે.

દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું વર્ચસ છે. જ્યારે સ્થાનિક માર્કેટમાં પણ કોંગ્રેસની બાકી છે. ૨૦૦૯માં લોકસભાની ચૂંટણી વખતે ભાજપને અહીંથી ૪૮૫૦ મતોની લીડ મળી હતી. કોંગ્રેસ જો જૂથબંધી ત્યજીને લડે તો સીટ ઉપર તે આ વખતે જીતી શકે તેમ છે. અલબત્ત, કોંગ્રેસના ઘોષિત ઉમેદવાર સામે મોટો રોષ છે. એ નારાજી કેટલી દૂર થાય છે તેની ઉપર પરિણામનો આધાર છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

 

દલિત

        ૨૨૦૦૦

ચૌધરી

        ૨૯૦૦૦

આદિવાસી     

        ૩૮૦૦ 

બ્રાહ્મણ

        ૯૦૦૦ 

મુસ્લિમ

        ૩૦૦૦

જૈન   

        ૧૯૦૦

ઠાકોર

        ૧ લાખ

દરબાર        

        ૭૮૦૦ 

કોળી  

        ૪૮૦૦૦       

રબારી

        ૨૫૦૦૦

કોંગ્રેસમાં સખળડમળ છે. ગયા વખતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોર પરિણામમાં ત્રીજાક્રમે રહ્યો હતો. એમને ૧૯ ટકા વોટ મળ્યા હતા અને બીએસપીનો ઉમેદવાર ૨૨ ટકા વોટ લઈ ગયો હતો. આ સ્થિતિ આંતરિક ઝગડાને કારણે બની હતી. આ વખતે પણ આયાતી ઉમેદવાર તરીકે ગોવાભાઈ રબારીને જોવાઈ રહ્યાં છે. આ વાતાવરણમાં કોંગ્રેસની સફળતા વિશે શંકા જાગે છે.

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

 

દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું વર્ચસ છે. જ્યારે સ્થાનિક માર્કેટમાં પણ કોંગ્રેસની બાકી છે. ૨૦૦૯માં લોકસભાની ચૂંટણી વખતે ભાજપને અહીંથી ૪૮૫૦ મતોની લીડ મળી હતી.  સમગ્ર જિલ્લાની માફક અહીં પણ પરિવર્તન પાર્ટીની કોઈ અસર નથી. અલબત્ત, આંતરિક વિવાદને કારણે અપક્ષો મોટી સંખ્યામાં ઊભા રહે તેવી દહેશત છે.