ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> વલસાડ >> ધરમપુરSelect City

ધરમપુર

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • ધરમપુરના ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફ માટે મતદાનની વ્યવસ્થા

  ધરમપુરના ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફ માટે મતદાનની વ્યવસ્થા
  કર્મચારી, અધિકારી અને પોલીસ જવાનો પોસ્ટ બેલેટથી મતદાન કરી શકશેઃ તા.૪, ૫ અને ૬ના રોજ મતદાન થશે
  વલસાડ,
  વિધાનસભાની ચૂંટણી કામગીરીમાં જોતરાયેલા કર્મચારીઓ મતદાનથી વંચિત નહીં રહે તે માટે ચૂંટણી પંચે અલાયદી વ્યવસ્થા ગોઠવી છે. ૧૭૮-દરમપુર બેઠકના આવા મતદારો માટે તા.૪,..

 • આદિવાસીઓની જીંદગી બદલાય તેવું મોડલરૂપ રાજ્ય બનાવવું છે

  ધરમપુરમાં  મુખ્યમંત્રી મોદીની જાહેરસભા
  આદિવાસીઓની જીંદગી બદલાય તેવું મોડલરૂપ રાજ્ય બનાવવું છે
  તમારી પાસે ગાડી હોય અને ડ્રાઇવર રજા પર હોય ત્યારે અચાનક વલસાડ જવાનું થાય તો તમે અજાણ્યાને ગાડી ચલાવવા આપશો ?
  વલસાડ,
  કોંગ્રેસીઓનું કેવું દારિદ્ર છે તે તેઓ બતાવી રહ્યાં છે. પહેલાં મોદીને વાનર કહ્યો હવે..

 • વલસાડ જિલ્લા પંચાયતના ભાજપી સભ્ય ઝીણાભાઇ પવારે અપક્ષ ઉમેદવારી કરવાની તૈયારી દર્શાવી ઃ અનેક અગ્રણીઓએ

   

  વલસાડ

  ધરમપુર વિધાનસભા બેઠક પર એનાર્ડે ફાઉન્ડેશનના મહિલા વીંગનો કો-ઓર્ડીનેટર સુમિતાબેન ચૌધરીને ટિકીટ ફાળવતાં ધરમપુર ભાજપમાં ભડકો થયો છે. આજરોજ ધરમપુર નગરમાં ભાજપનાં ૧૨ દાવેદારોએ મિટીંગ કરી પાયાનાં કાર્યકરોને અવગણી પૈસાના જોરે ટિકીટ ફાળવાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથોસાથ વલસાડ જિ.પં.ના ભાજપી સભ્ય ઝીણાભાઇ પવારે આવતીકાલે અપક્ષ..

 • ધરમપુર બેઠક પર ભાજપ-કોંગ્રેસ 'હાર'ને અસંતુષ્ટોના માથે ઠોકી બેસાડશે

   

  વલસાડ,

  ધરમપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો અસંતુષ્ટોને શાંત પાડી શક્યા નથી ત્યારે હારની જવાબદારી અસંતુષ્ટોને માથે ઠોકી દેવાય તેવી ચર્ચાએ જોર પકડયું છે.

  ધરમપુરમાં જીપીપીના ઉમેદવારે ઉમેદવારી નહી કરતાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઇ થશે. ટિકીટની મારામારીમાં પાયાના કાર્યકરો અને પ્રબળ..

 • ધરમપુર બેઠક પર સુમિત્રા ચૌધરીને ટીકિટ ફાળવાતા ભાજપમાં ભડકો

   

  વલસાડ જિલ્લા પંચાયતના ભાજપી સભ્ય ઝીણાભાઇ પવારે અપક્ષ ઉમેદવારી કરવાની તૈયારી દર્શાવી ઃ અનેક અગ્રણીઓએ બેઠક કરી

  વલસાડ,

  ધરમપુર વિધાનસભા બેઠક પર એનાર્ડે ફાઉન્ડેશનના મહિલા વીંગનો કો-ઓર્ડીનેટર સુમિતાબેન ચૌધરીને ટિકીટ ફાળવતાં ધરમપુર ભાજપમાં ભડકો થયો છે. આજરોજ ધરમપુર નગરમાં ભાજપનાં ૧૨ દાવેદારોએ મિટીંગ કરી પાયાનાં કાર્યકરોને અવગણી..

 • ધરમપુર બેઠક મુદ્દે-કોંગ્રેસમાં થયેલો વિવાદ થાળે પાડી દેવાયો

   

  ધરમપુર બેઠક મુદ્દે-કોંગ્રેસમાં થયેલો વિવાદ થાળે પાડી દેવાયો

  તાલુકા પંચાયતના માજી પ્રમુખે સાસંદ કિશન પટેલ સાથે ઝગડો કરી ઝપાઝપી કરી હતી

  વલસાડ,

  ધરમપુર બેઠક પરથી ટિકીટ ન ફાળવાતા નારાજ થયેલા માજી તાલુકા પંચાયત પ્રમુખે સાંસદ કિશન પટેલ સાથે ઝઘડો કરી ઝપાઝપી કરવાના બનાવ બાદ સફાળા..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

જિલ્લામાં કોંગ્રેસનું જમા પાસું પક્ષમાં જુથવાદ નથી તે છે જ્યારે ભાજપમાં ઠેરઠેર જુથવાદ વકરેલો છે. ભાજપના હોટ ફેવરીટ મનાતા દાવેદાર સુમિત્રાબેન ચૌધરી સામે જ અન્ય ૧૨ દાવેદારોએ વિરોધ કરી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લેખિતમાં સુમિત્રાબેન ચૌધરીએ એનાર્ડ ફાઉન્ડેશન મારફત આદિવાસીઓની યોજનાઓના કરોડો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર કર્યાનું જણાવી તેમના સિવાય અન્ય કોઇ દાવેદારને ટીકીટ ફાળવવાનું જણાવ્યું છે. બીજી બાજું માજી સાંસદ મણીભાઇ ચૌધરીનું જુથ પણ અલગ છે.

નવા સીમાંકન પ્રમાણે ધરમપુર બેઠકના ૯૦ ગામો વાંસદા બેઠકમાં ગયા છે જે કોંગ્રેસના ગઢ ગણાય છે. જ્યારે વલસાડ તાલુકાના ૪૨ ગામો ધરમપુર બેઠકમાં સમાવાયા છે. જેમાં કોંગ્રેસ તરફી ઘણા ગામો છે. કોંગ્રેસને ફાયદા કરતા નુકશાન વઘુ જણાય છે. જો કે આ બેઠક ઉપર મોટી સરસાઇથી જીતતી આવી છે તે જમા પાસુ છે.

 

જ્ઞાતિ મુજબ  વર્ગીકરણ
ઘોડીયા પટેલ - ૮૦૦૦૦
કુંકણા - ૪૫૦૦૦
વારલી - ૩૨૦૦૦
બક્ષીપંચ - ૧૫૦૦૦