ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> પાટણ >> ચાણસ્માSelect City

ચાણસ્મા

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  રજનીભાઇ પટેલ
Votes: 46696
Looser
  માલાજી દેસાઇ
Votes: 30365
Lead
  BJP
Margin: 16331

2002

Winner
  માલાજી દેસાઇ
Votes: 46108
Looser
  ડો.ત્રિભોવનદાસ પટેલ
Votes: 28240
Lead
  Congress
Margin: 17868

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • ચાણસ્મા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ-ભાજપ વચ્ચે સીધી ટક્કર

    ચાણસ્મા,


    ચાણસ્મા વિધાનસભા બેઠકમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર અને માજી મંત્રી અરવંિદભાઈ પટેલે ઉમેદવારી પત્ર પાછું ખેંચતાં આ બેઠક ઉપર હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એક જ જ્ઞાતિના બે ઠાકોર ઉમેદવારો વચ્ચે ટક્કર થશે. જોકે ત્રિપાંખિયો જંગ ટળતા આ બેઠક ઉપર ભાજપના દિલીપ ઠાકોરને આ..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સીમાંકનની અસરઃ
બે મત વિસ્તારો અને ત્રણ તાલુકામાં કાપકૂપ કરીને ચાણસ્મા મત વિસ્તાર બન્યો છે. સમી-હારીજ બેઠક વખતે ઠાકોર સમાજનો ચહેો મહત્ત્વનો રહેતો હવે ચોર્યાસી સમાજના પાટીદારોના મતોની પણ ચંિતા કરવી પડશે. આથી બંને પક્ષો માટે ઉમેદવારો પસંદ કરવા કસોટીરૂપ બની જશે. જૂના સીમાંકનમાં છ બેઠકો હતી  તેમાંથી વાગડોદ અને સમી-હારીજ રદ થતા પાટણ જિલ્લાની ચાર બેઠક થઇ છે. સમી-હારીજમાં અગાઉ ભાજપના ઉમેદવારો જિત્યાં છે. ચાણસ્મામાં ચાર વખત ભાજપ, ત્રણ વખત કોંગ્રેસ, ૧ વખત કિમલોપ, એક વખત જનસંઘ અને એક વખત અપક્ષે વિજય મેળવેલો છે. જોટાણામાંથી ૩૪ ગામ ૩૪ ગામ કડીમાં અને ૫૬ ગામ બેચરાજીમાં ગયાં. ચાણસ્મા બેઠકમાં પાટણ જિલ્લાના ત્રણ તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં સમીના ૫૧, હારીજ તાલુકાના ૪૦ અને ચાણસ્મા તાલુકાના ૬૦ ગામ સમાવાયા છે. આમ કુલ ૧૫૧ ગામની આ બેઠક બની છે. સમી-હારીજ બેઠક રદ થતાં નાડોદા રાજપુત સમાજના ગામો વિભાજિત થયા. બંને તાલુકાના મતદારો ચાણસ્મા અને રાધનપુર બેઠકમાં વિભાજિત થયાં. ચાણસ્મા બેઠકમાં સીમાંકન બાદ ઠાકોર જ્ઞાતિના મતોનું પ્રભુત્વ વઘ્યું છે. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં ચાણસ્મા મત વિસ્તારમાં ભાજપ તરફી મતદાન વધારે થયું હતું. આ મતવિસ્તારમાંથી ૫૦ ટકા મત ભાજપ અને ૩૩ ટકા મત કોંગ્રેસને મળ્યા હતાં. ૨૦૦૯ ચૂંટણીમાં ભાવસંિહ કોંગ્રેસના દિનેશજી ઠાકોર સામે વિજયી થયા હતાં.
બેઠકમાં કોનો કેવો રાજકીય પ્રભાવ
હારીજ તાલુકા પંચાયતમાં કુલ ૧૫ બેઠકો છે, તેમાં ૯ ભાજપ અને ૬ કોંગ્રેસ પાસે છે. હારીજ તાલુકામાં જિલ્લા પંચાયતની બે બેઠક આવે છે તેમાં એક ભાજપ અને એક કોંગ્રેસ પાસે છે. ચાણસ્મા તાલુકા પંચાયતમાં કુલ ૧૭ બેઠક છે, તેમાં ૧૪ ભાજપ અને ૩ કોંગ્રેસ પાસે છે.ચાણસ્મા તાલુકામાં જિલ્લા પંચાયતની કુલ નવ બેઠક છે તેમાં ૭ ભાજપ અનેેે બે કોંગ્રેસ પાસે છે. સમી તાલુકામાં જિલ્લા પંચાયતની કુલ પાંચ બેઠક છે.  જેમાં ચાર ભાજપ અને એક કોંગ્રેસ પાસે છે. આ બેઠક પર કોઇ એક  પક્ષનો દબદબો રહ્યો નથી. જીતવા માટે ઉમેદવારો બદલતા રહેવા પડ્યાં છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

 

જ્ઞાતિ મુજબ મતદારોનું વર્ગીકરણઃ

એસસીઃ ૨૪,૭૭૨

એસ.ટીઃ ૨૮૯

મુસ્લીમઃ ૧૧,૭૩૬

ઠાકોરઃ ૬૫,૨૩૨

કોળીઃ ૬૩૦

રબારીઃ ૧૪,૭૮૨

ચૌધરીઃ ૭,૫૬૬

ઓબીસી-અન્યઃ૪૪,૩૨૦

લેઉઆઃ ૮,૨૪૪

કડવાઃ ૨૪,૦૮૬

બ્રામણઃ ૬,૪૪૦

જૈનઃ ૮૩૦

રબારઃ ૧૨,૪૨૮

સામાન્ય-અન્યઃ ૨,૯૦૨

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો