ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> ભાવનગર >> ભાવનગર ગ્રામ્યSelect City

ભાવનગર ગ્રામ્ય

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  પરશોત્તમભાઇ સોલંકી
Votes: 66367
Looser
  કરશન વેગડ
Votes: 31776
Lead
  BJP
Margin: 34591

2002

Winner
  પરશોત્તમભાઇ સોલંકી
Votes: 54674
Looser
  મહાવિરસિંહ ગોહિલ
Votes: 38955
Lead
  BJP
Margin: 15719

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

આ બેઠક ઉપર ત્રણ ટર્મથી ભાજપના પરશોત્તમ સોલંકી ચૂંટાઇ આવે છે. ૧૯૯૫માં આ બેઠક કોંગ્રેસ પાસે હતી. એ પછી અહીં સતત કોંગ્રેસ હારતી આવી છે. નવા સિમાંકન પ્રમાણે અને શક્તિસિંહની ઉમેદવારીના લીધે ભાજપ માટે આ બેઠક જાળવવી અશક્ય નહી તો પણ લોઢાના ચણા ચાવવા જેવી અઘરી જરૃર છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

આ બેઠક પર પટેલ સમાજનાં ૧૮૩૦૦, કોળી ૩૩૫૦૦, ક્ષત્રિય ૨૪૦૦૦, બ્રાહ્મણ ૫૪૦૦, ભરવાડ રબારી ૧૦૭૦૦, રાજપુત ૫૫૦૦, ખરક ૪૨૦૦, આહિર ૬૨૦૦, લઘુમતિ ૧૧૫૦૦, દરજી-લુહાર ૨૧૫૦, પ્રજાપતિ ૪૦૦૦, સાધુ ૩૨૦૦, વણિક ૩૭૦૦, દલિત ૯૦૦૦, દેવીપૂજક ૩૨૦૦, બાબર ૨૨૦૦ અને અન્ય ૨૧૫૦૦ મતદારોનો સાવેશ થાય છે.

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

આ બેઠક ઉપર સિહોર ભાવનગર અને ઘોઘા મળીને જિલ્લા પંચાયતની કુલ ૭ બેઠક આવેલી છે. તે પૈકી ભાજપ પાસે ૪ બેઠક, કોંગ્રેસ પાસે ૩ બેઠક આવેલી છે. તાલુકા પંચાયતની ભાવનગર,ઘોઘા અને સિહોર તાલુકાની મળીને ૩૫ બેઠક આવેલી છે. તે પૈકી ભાજપ પાસે ૧૫ બેઠક, કોંગ્રેસ પાસે ૧૮ બેઠક અને અપક્ષ પાસે ૨ બેઠક આવેલી છે. જ્યારે સિહોર નગરપાલિકાની ૨૭ બેઠક પૈકી ભાજપ ૧૮, કોંગ્રેસ ૮ અને અપક્ષ ૧ આવેલી છે.