ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> કચ્છ >> Select City

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • કોંગ્રેસ અહેમદ પટેલને મુખ્યમંત્રી જાહેર કરે:મોદી

    અમદાવાદ

    કોંગ્રેસમાં જો હિંમત હોય તો કોંગ્રેસ અહેમદ પટેલને ઉમેદવાર બનાવી, મુખ્યમંત્રી તરીકે જાહેર કરે, એમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ફોર્મ ભરવા જતાં પૂર્વે કાર્યકર્તાઓને સંબોધન કરતાં જણાવ્યું હતું.

    રાષ્ટ્રીય ભાજપ નેતાઓ અને પ્રદેશ ભાજપ નેતાઓની ઉપસ્થિતિમાં જણાવ્યું હતું કે કોંગ્રેસને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સીમાંકનની અસર


અગાઉ ગાંધીધામ તાલુકો અંજાર વિધાનસભા મત વિસ્તારમાં આવતો હતો. પરંતુ નવા સીમાંકન મુજબ ગાંધીધામની નવી બેઠક અસ્તિત્વમાં આવી છે. જેથી અંજાર બેઠકમાં તેટલો ભાગ કપાઈ ગયો છે. તો ભુજ તાલુકાના ૭૨ ગામોનો અંજાર બેઠકમાં સમાવેશ કરાયો છે. તેથી બેઠકનો જુનો વિસ્તાર બદલાઈ ગયો છે.


બેઠકમાં કોનો કેટલો પ્રભાવ


અંજાર નગરપાલિકામાં ભાજપનું શાસન છે. ૩૫ નગરસેવકો ભાજપના અને કોંગ્રેસની માત્ર એક જ બેઠક છે. અંજાર તાલુકા પંચાયતમાં ભાજપની ૧૧ અને ૪ બેઠક કોંગ્રેસની છે. અગાઉ તાલુકા પંચાયત કોંગ્રેસ હસ્તક હતી તે ભાજપે છીનવી લીધી છે.જિલ્લા પંચાયતની અંજાર વિસ્તારની ત્રણ બેઠકો ભાજપે કબજે કરેલી છે.સહકારી બેંકો, માર્કેટ યાર્ડ ભાજપ પાસે છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

અંજાર બેઠકમાં સૌથી વધુ વસ્તી આહિર સમાજની છે. ભુજ તાલુકાના જે ગામે અંજાર બેઠકમાં ભેળવાયા છે તેમાં પટેલ સમાજની વસ્તી વાધુ છે. જો કે તમામ જ્ઞાાતિઓમાં રાજકીય પક્ષો પ્રભુત્વ ધરાવે છે છતાં આહીર સમાજનું પ્રભુત્વ છે.
આ બેઠકનો ભુતકાળ જોઈએ તો સ્વ.નવીનભાઈ શાસ્ત્રીની જ્ઞાાતિની વસ્તી ઓછી હોવા છતાં બે વખત ચુંટાયા હતા. સ્વ. પરષોત્તમભાઈ ઠક્કર પણ સારા મતે ચૂંટાયા હતા તે દાખલા રૃપ છે.

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

  • કચ્છ6