ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> કચ્છ >> અબડાસાSelect City

અબડાસા

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • એહમદ પટેલ કયારેય મુખ્યમંત્રી પદ કે સરકારી પદના દાવેદાર રહ્યા નથી

    અમદાવાદ

    મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મણિનગર ખાતેની 'જાહેરસભામાં કોંગ્રેસે મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે અહમદ પટેલને જાહેર કરવા જોઈએ' એ પ્રકારની કરેલ ટીપ્પણીની હાંસી ઉડાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે મોદી જેવા ખુરશી દાસોની રાજનીતિ ખુરશીની આસપાસ જ ઘુમતી હોય છે. અહમદ પટેલ..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સીમાંકનની અસર


નવા સીમાંકન મુજબ ૧ - અબડાસા વિધાનસભામાં લખપત, નખત્રાણા અને અબડાસા તાલુકાનો સમાવેશ થાય છે. લખપતને બાદ કરતા અન્ય ગામડાઓમાં ભાજપના મતદારોની સંખ્યા વધુ હોઈ શકે, તો આ વખતે માંડવી તાલુકાના કડવા પટેલના ગામોનો નવા સીમાંકન પ્રમાણે અબડાસા તાલુકામાં સમાવેશ થઈ જતાં કડવા પટેલના મતો કોંગ્રેસના ઉમેદવારને જ મળે તો ભાજપના ઉમેદવાર માટે જીત લોઢાના ચણા ચાવવા સમાન બની રહે તેમ છે.

 

બેઠકમાં કોનો કેટલો પ્રભાવ


અબડાસા વિધાનસભા મત વિસ્તારમાં ભાજપનો પ્રભાવ છે. અહીં નગરપાલીકા તો નથી પરંતુ નખત્રાણા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતનો શાસન ભાજપના હાથમાં છે. આ ઉપરાંત પણ સહકારી બેંકો માર્કટ યાર્ડ સહિતની સંસૃથાઓ ઉપર ભાજપનો વટ છે. પરંતુ લખપત કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

અબડાસા બેઠક ઉપર ક્ષત્રિય, ભાનુશાલી, દલિત અને મુસ્લિમ મતદારો નિર્ણાયકની ભૂમિકા ભજવી શકે. અન્ય જ્ઞાાતિના ઉમેદવારો પણ છે, ક્ષત્રિય, ભાનુશાલી, દલિત અને મુસ્લિમ ઉમેદવારોમાં દરેક જ્ઞાાતિમાં ૩૦ હજારની મતદારોની સંખ્યા છે.

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો