Breaking News
વડોદરા લોકસભા પેટા ચૂંટણીમાં ભાજપના રંજનબેનનો વિજય * * * * અમદાવાદ: મણિનગર વિધાનસભા બેઠક પર ભાજપનો વિજય * * ** Live પેટા ચૂંટણી પરિણામ: સપાએ યૂપીમાં ભાજપને પછાડી * * * * ચીની પ્રમુખ સાથે બે ચીની વિમાનો શ્રીલંકાથી આવશે * * * *

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઇ

મને પાયાના પથ્થર થવું વધુ ગમે છે!

પંડિત જવાહરલાલ પછી ભારતના બીજા વડાપ્રધાન બનનારા શ્રી લાલબહાદુર શાસ્ત્રી શાંત છતાં મક્કમ મનોબળ ધરાવતા હતા. દેશસેવાને માટે ભેખ લેનાર લાલબહાદુર શાસ્ત્રીએ ક્યારેય પદની ખેવના કરી નહોતી. સતત પરિશ્રમ અને સમર્પણને કારણે તેઓ ભારતીય રાજકારણમાં આગવી નામના પામ્યા.
૧૯૫૨માં જવાહરલાલ નહેરુના પ્રધાનમંડળમાં લાલબહાદુર શાસ્ત્રી રેલ-મંત્રી બન્યા, પરંતુ રેલ્વેના અકસ્માતની જવાબદારી પોતે સ્વીકારીને મંત્રી પદેથી રાજીનામું આપી દીધું. ઉચ્ચ સંસદીય પરંપરાનું દ્રષ્ટાંત પૂરું પાડયું. તેઓ રશિયાના પ્રવાસે ગયા ત્યારે એમની પાસે ઑવરકૉટ નહોતો અને અવસાન પામ્યા ત્યારે બેંકમાં એમના નામે એક પૈસો નહોતો, એટલું જ નહીં પણ મોટર લેવા માટે બેંકમાંથી ઉછીનાં નાણા લીધા હતા, એના હપ્તા ભરવાના પણ બાકી હતા. કદાચ તેઓ દુનિયાના પહેલા દેવાદાર વડાપ્રધાન હશે!
આવા લાલબહાદુર શાસ્ત્રીને કોઇએ પૂછ્યું કે 'તમે દેશની વિકટ સમસ્યાઓ ઉકેલો છો, છતાં પ્રસિદ્ધિથી દૂર કેમ ભાગો છો ? આવું કરવાનું તમારું કારણ શું ?
લાલબહાદુર શાસ્ત્રીએ કહ્યું, 'પંજાબકેસરી લાલા લજપતરાયના સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સોસાયટી (ભારત સેવક સંઘ)માં હું જોડાયો હતો. એનો નિયમ એવો કે વીસ વર્ષ સુધી રાતદિવસ સોસાયટીએ સોંપેલું દેશસેવાનું કામ કરવાનું. દસ વર્ષ સુધી ધારાસભામાં જઇ શકાય નહીં. આજીવિકા માટે પહેલાં ખર્ચ જોગા સાઠ રૃપિયા અને પછી એકસો રૃપિયા મળે. અમારા નેતા લાલા લજપતરાય અમને આ અંગે એક ઉદાહરણ આપતા હતા.'
'કયું ઉદાહરણ?'
'એમણે કહ્યું કે લાલબહાદુર! તાજમહાલ બાંધવામાં બે પ્રકારના પથ્થરો વપરાયા છે. એક અત્યંત કીંમતી આરસપહાણના પથ્થરો, જેના ઘુમ્મટ અને મિનારા આપણે જોઇ શકીએ છીએ. દુનિયાભરના પ્રવાસીઓ એની સુંદરતા જોઇને એની પ્રશંસા કરે છે. બીજા પ્રકારના પથ્થરો એ સામાન્ય પથ્થરો છે, જે તાજમહાલની વિશાળ ઈમારતના પાયામાં પૂરાયેલા હોય છે. ભવ્ય ઈમારતનો ભાર આ પાયામાં પડેલા પથ્થરો પર છે. જેને કોઇ જોઇ શકતું નથી, ત્યાં એની પ્રશંસા કરવાની તો વાત જ શી?'
લાલબહાદુરે વધુમાં કહ્યું, 'અમને લાલાજી હંમેશાં કહેતા કે ખરો કાર્યકર્તા બીજા પ્રકારના પથ્થર જેવો હોવો જોઇએ, જેને માન, પ્રશંસા કે પ્રસિદ્ધિની પરવા ન હોય. લાલાજીના આ શબ્દો મારા હૃદયમાં અંકિત થઇ ગયા. આથી મને પાયાના પથ્થર થવું વધુ ગમે છે.'

Post Comments