Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શક્તિ વધારવાનું મિકેનિઝમ : દાંતાવાળા ચક્રો

બાઈક અને કાર જેવા વાહનોમાં ગિયર હોય છે. વાહન પહેલા કે બીજા ગિયરમાં ચાલે છે. તેવી વાત તમે સાંભળી હશે. આ ગિયર શું છે તે જાણો છો ? ગિયર એટલે દાંતવાળું ચક્ર. દાંતવાળા ચક્ર એકબીજાની નજીક દાંતા એકબીજામાં ફિટ થાય તે રીતે ગોઠવીને એક ચક્ર ફેરવવાથી બીજું ચક્ર પણ ફરે છે.

બેથી વધુ ચક્રો ગોઠવીને પણ ગિયર બને, દાંતા એકબીજાને ધક્કો મારે તે સારી ગોઠવણીનો ફાયદો મોટો છે. દાંતાની સંખ્યાની ગણતરીથી વિવિધ પરિણામો મેળવી શકાય.

ઘડિયાળમાં ત્રણે કાંટા વધતા ઓછા દાંતાવાળા ચક્રોથી જુદીજુદી ગતિથી ચાલે છે. વાહનોમાં શક્તિ વધારવા માટે ગિયર્સનો ઉપયોગ થાય છે.

સાયકલમાં પેડલનું મોટું વ્હીલ પગની શક્તિ વડે ફરે તેની  સાથે ચેન વડે જોડાયેલું ઓછા દાંતાવાળું નાનું ચક્ર વધુ ગતિ અને શક્તિથી ફરે. પેડલ એક આંટો ફરે ત્યારે નાના ચક્ર વધુ ગતિ અને શક્તિથી ફરે. પેડલ એક આંટો ફરે ત્યારે નાના ચક્ર વડે સાયકલનું વ્હીલ વધુ આંટા ફરે.

આ ગોઠવણીથી સાયકલ ઝડપથી દોડે છે. વધુ વજન  ઊચકતી ક્રેનમાં પણ દાંતાવાળા ચક્રોની ગોઠવણીથી એક જ વ્યકિત સાંકળ ખેંચીને હજારો કિલો વજન ઊંચકી શકે છે. 

ગિયર ગતિની દિશા પણ બદલી શકે છે. સીડી પ્લેયરમાં  મોટર વડે સીડી ફેરવવા ઉપરાંત એને બહાર કે અંદર ધકેલવાનું કામ પણ મેળવી શકાય છે.

દાંતાવાળા ચક્રોની શોધ આર્કિમિડીઝે કરેલી. આજે યંત્ર ઉદ્યોગમાં તેના ભરપૂર ઉપયોગ થાય છે.
 

Post Comments