Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માત્ર કીડી ખાઇને જીવતું પ્રાણી : એન્ટઇટર

દક્ષિણ અમેરિકાના જંગલમાં જોવા મળતું એન્ટઇટર માત્ર કીડી ખાઈને જીવતું અજાયબ પ્રાણી છે. આપણે તેને કીડીખાઉ કહીએ. લાંબા નહોરવાળા જાડા પગ, અને નાળચા જેવા લાંબા મોંવાળા કીડીખાઈ કદરૃપા પ્રાણી છે.

વળી શરીર ઉપર રૃવાંટીને બદલે સખત ભીંગડા હોય છે. કીડીખાઉની બે ફૂટ લાંબી જીભ તેનો મુખ્ય અવયવ છે. તેના કાન અને આંખો માત્ર દેખાવનાં હોય છે.

તે નાક વડે ગંધ મેળવીને કીડી કે ઉધઇનો રાફડો શોધી કાઢે છે. નહોર વડે રાફડો ખોદીને તે બે ફૂટ લાંબી જીભ દરમાં ખોસે છે. અને ઝડપથી બહાર ખેંચી લે છે. તેની જીભ ઉપર સુક્ષ્મ કાંટા હોય છે.

દરમાં જીભ ખોસે એટલે જીભ ઉપર હજારો કીડી ચોંટી જાય છે. એક સેંકડના બે લબકારા જેટલી ઝડપથી તે કીડીનો શિકાર કરે છે. કીડી જ ખાવાની એટલે તેને દાંત હોતા જ નથી.

કીડીખાઉ ઘણી જાતના થાય છે. જંતુભક્ષી  પ્રાણીઓમાં જાયન્ટ એન્ટઇટર સૌથી મોટું છે. તે પાંચથી સાત ફૂટ લાંબુ હોય છે. ઘાસિયા મેદાનો કે જ્યાં કીડી અને ઉધઇના રાફડા વધુ હોય તેવા પ્રદેશમાં તે જોવા મળે છે.

જાયન્ટ એન્ટઇટરને લાંબી કાળા વાળવાળી ગુચ્છાદાર પૂંછડી હોય છે. તેના આંખ અને કાન નબળા હોય છે. પરંતુ ગંધ પારખવાની શક્તિ માણસ કરતાં ૪૦  ગણી હોય છે.
 

Post Comments