Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માણસની કિંમત

લાલબહાદુર શાસ્ત્રીને દેશના સામાન્ય નાગરિક સાથે સ્નેહભર્યો તંતુ બંધાયેલો હતો. એમણે ડ્રાઇવરને ગાડી ઊભી રાખવાની સૂચના આપી

સ્વતંત્ર ભારતના નેતાઓમાં લાલબહાદુર શાસ્ત્રીનું અનોખું સ્થાન છે. સાદગી, પ્રામાણિકતા અને દેશસેવાના આદર્શોનું એમણે એમના જીવનમાં યથાર્થ પાલન કર્યું હતું.

લાલબહાદુર શાસ્ત્રી ભારત સરકારના રેલવે મંત્રી તરીકે કાર્ય કરતા હતા ત્યારે તેઓ સરદારનગરમાં યોજાયેલા સંમેલનમાં ભાગ લેવા જઇ રહ્યા હતા. રસ્તામાં કેટલાક લોકોએ હાથ ઊંચા કરીને મોટર ઊભી રાખવાનો સંકેત કર્યો.

લાલબહાદુર શાસ્ત્રીને દેશના સામાન્ય નાગરિક સાથે સ્નેહભર્યો તંતુ બંધાયેલો હતો. એમણે ડ્રાઇવરને ગાડી ઊભી રાખવાની સૂચના આપી.

ગાડી ઊભી રહેતા કેટલાંક ગ્રામજનોએ કહ્યું ''સાહેબ ! સામેના ગામમાં એક ગરીબ સ્ત્રીને પ્રસૂતિનો સમય નજીક આવી ગયો છે. જો તમે એને હોસ્પિટલમાં સમયસર પહોંચાડી શકો તો તેનો અને બાળકનો જીવ બચી જાય.''

લાલબહાદુર શાસ્ત્રી સાથે ઉત્તરપ્રદેશના મંત્રી પણ હતા. તેમણે ગ્રામજનોને કહ્યું, ''ભાઇઓ, આ તો રાષ્ટ્રના રેલવેમંત્રી છે. તેમને તત્કાળ સરદારનગર પહોંચવું જરૃરી છે.''

ગ્રામજનો વિમાસણમાં પડયા. એમના ચહેરા પર નિરાશા ફરી વળી. લાલબહાદુર શાસ્ત્રીએ ગાડીમાંથી બહાર આવીને ગ્રામજનોના ખભે પ્રેમથી હાથ મૂકતાં કહ્યું, ''ચિંતા ન કરશો. હું એ મહિલાને હોસ્પિટલમાં પહોંચાડી દઇશ.''

સાથેના મંત્રીને લાલબહાદુર શાસ્ત્રીની વાત પસંદ પડી નહીં. એમણે કહ્યું, ''સંમેલનમાં આપણે મોડા પડીશું.''

શાસ્ત્રીજીએ ઉત્તર આપ્યો, ''સમય કરતાં પણ માનવીની વધુ કિંમત છે. કદાચ સંમેલનમાં હાજર ન રહી શકું તો પણ શું ?''

સામે આવેલા ગૌરી ગામમાં ખરબચડા ધૂળિયા રસ્તાને પાર કરીને રેલવે મંત્રી લાલબહાદુર શાસ્ત્રી ગયા અને પેલી સ્ત્રીને મોટરમાં લઇને હૉસ્પિટલ તરફ ચાલી નીકળ્યા.

- મિતેશભાઇ એ. શાહ, કોબા
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments