Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મચ્છર જેવાં કીટક પ્રકાશથી કેમ આકર્ષાય છે ?

ઘણા જીવશાસ્ત્રીઓ માને છે કે પાંખોવાળા નાના કીટકો ખોરાક માટે તેજસ્વી ફુલો તરફ આકર્ષાય છે. એટલે ટયૂબલાઈટને ફુલ સમજી આકર્ષાય છે.

ચોમાસા પછી સાંજના સમયે વાતાવરણમાં મચ્છર જેવી અનેક જીવાતો ઊડતી હોય છે. ટયૂબલાઈટ કે અન્ય પ્રકાશિત સ્રોતની આસપાસ મચ્છરોનું ટોળું ઊડતું જોવા મળે છે.

મચ્છર જેવી પાંખોવાળી જીવાત ભેજ અને અંધારામાં રહેવા ટેવાયેલી હોય છે. પરંતુ તેમની દૃષ્ટિ તેજ હોય છે અને દિશાસૂચન ગજબનું છે. આ જીવાત સૂર્ય કે ચંદ્રના પ્રકાશનો આધાર રાખી રસ્તો શોધે છે. રાત્રે સૂર્યને પ્રકાશ હોતો નથી એટલે ટયૂબ લાઈટના પ્રકાશને આધારે દિશા શોધે છે.

ટયૂબ લાઈટ એક જ સ્થળે મર્યાદિત પ્રકાશ વેરે છે એટલે મચ્છર ભ્રમમાં મૂકાય છે. રસ્તા પર બીજી ઘણી ટયૂબલાઈટ પણ હોય છે એટલે તે એક જ ટયૂબલાઈટની આસપાસ ચક્કર માર્યા કરે છે. ઘણી જીવાત તો ચક્કર મારતા મારતાં જ મોતને ભેટે છે.

ઘણા જીવશાસ્ત્રીઓ માને છે કે પાંખોવાળા નાના કીટકો ખોરાક માટે તેજસ્વી ફુલો તરફ આકર્ષાય છે. એટલે ટયૂબલાઈટને ફુલ સમજી આકર્ષાય છે. ટયૂબલાઇટની વધુ નજીક પહોંચે ત્યારે તીવ્ર પ્રકાશ સાથે તેની આંખ અનુકૂલન સાધી શક્તી નથી અને અંધ બની જાય છે અને એટલે ચકરાવા માર્યા કરે છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments