Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કક્કો કહે છે

ક  - કરુણા રાખો

ખ - ખટરાગ છોડો

ગ - ગમતાનો કરો ગુલાલ

ઘ - ઘરમાં સૌ સાથે પ્રેમથી રહો.

ચ - ચાલતા રહો સન્માર્ગે

છ - છાદન કર. બીજાના અવગુણોનું છાદન કર

જ - જન્મ-મરણના બંધનમાંથી છૂટવા પુરુષાર્થ કર

ઝ - ઝિલજો ગુરુની અમૃત વાણીને

ટ - ટાળતા રહો, બીજા સાથે વાદવિવાદ કરવાનું

ઠ - ઠારજે માબાપના હૈયાને

ડ - ડરતો રહેજે પાપરૃપી સર્પથી

ઢ - ઢાળજે અંતરને પ્રભુ પ્રત્યે

ણ - પુણ્યના કાર્યો કરતા રહેજો

ત - તારણહાર દેવ-ગુરુ-ધર્મનું શરણ લેજે

થ - થાકતા નહિ સેવાના કાર્યો કરતાં

દ - દુભવતો નહિ કોઇના દિલને

ધ - ધીરજ રાખજો દુ:ખના દિવસોમાં

ન - નમ્રતાનો ગુણ કેળવજો

પ - પાપ કાર્યોથી દૂર ભાગજે

ફ - ફિકરની ફાકી કરજે

બ - બચતો રહેજે ઇર્ષારૃપી આગથી

ભ -ભીતિ રાખજે દુષ્કૃત્યોની

મ - મરણનું સદા સ્મરણ રાખજે

ય - યાદ રાખજે માતા-પિતાના ઉપકારને

ર - રમણતા કરજે તારા આત્મસ્વરૃપમાં

લ - લોકોપકારના કાર્યો કરતો રહેજે

વ - વ્યવહારમાં નૈતિકતા કેળવો

શ - શુભ કાર્યો કરવામાં ઢીલાસ ન રાખો.

ષ - ષટ્ શત્રુઓ (કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મન્સર) ને કાબૂમાં રાખો.

સ - સત્સંગીની ગંગામાં સ્નાન કરતાં રહો.

હ - હિંસાથી સદા દૂર રહો

ળ - પળનો પણ સદુપયોગ કરો

ક્ષ - ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે

ત્ર - અત્ર-તત્ર- સર્વત્ર પ્રભુના દર્શન કરો

જ્ઞા - જ્ઞાાનપ્રાપ્તિ માટે વિનય આવશ્યક છે.

- મિતેશભાઈ એ. શાહ
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments