Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બચવું કેવી રીતે?

કોઈને મરવું ગમતું નથી રાજાને તો મરવું જ ન હતું

રાજાને મરવું ન હતું. મૃત્યુની સામે જાતજાતનાં રક્ષણો તેણે બનાવી લીધાં. એક મહેલ એવો બનાવ્યો કે તેને દ્વાર જ નહિ. અંદર ભરાઈને બેસી જાવ, પછી મૃત્યુ શું, સાક્ષાત્ યમરાજ પણ અંદર પ્રવેશી શકે નહિ.

''પણ હવા તો જોઈશે કે નહિ? પ્રાણવાયુ?'' મહેલ બનાવનારા ઈજનેરોએ પૂછયું : ''પ્રાણને માટે જરૃરી પ્રાણવાયુ ક્યાંથી આવશે?''

એવી એક જગા રાખવામાં આવી. એ દરવાજે આકરો ચોકીપહેરો ગોઠવી દીધો. હવે કોણ આવે છે જોઈએ!

બીજા રાજા એ એકદંડિયો મહેલ જોવા આવ્યો. ખુશ થઈ ગયો. તે કહે : ''ખરેખરી સુરક્ષિત વ્યવસ્થા છે આ. ભય કે શંકાની કોઈ ધાસ્તી જ નહિ. હું પણ આવો જ એક સુરક્ષિત મહેલ બનાવી દઉં છું.''

એ બંને સમ્રાટો અમરત્વનું વચન લઈને બહાર આવતા હતા. ત્યારે બહાર એક ભિખારીને તેમણે બેઠેલા જોયા. હસતો હતો તે. સમ્રાટ પૂછે : ''શું હશે છે એઈ?''

ભિખારી કહે : ''આ મહેલ બને છે ત્યારથી હું અહીં જ છું. તે પહેલાંનો અહીં છું. મહેલમાં મને એક ખામી લાગે છે.''

''કઈ?''

''પેલા દ્વારની. ડોકા-બારી જ કહોને! મૃત્યુ તો એવું સૂક્ષ્મ હોય છે ને કે નાનામાં છિદ્રમાંથી પ્રવેશ કરી શકે. પેલા પરાશર રાજાને ફૂલની વચમાંના તક્ષકથી મૃત્યુ નહોતું મળ્યું?''

રાજા કહે : 'એ મારા પ્રાણવાયુની જગ્યા છે. જો એ ડોકાબારી બંધ કરી દઉં. તો મરી જ જાઉં ને !'
'ઠીક છે', ભિખારી કહે : 'બરાબર છે, જુઓ...'

સમ્રાટોએ જોયું. જે સહેજ સરખી જગા રાખી હતી. તેમાંથી એક ભમરી અંદર દાખલ થતી હતી ગિંધેલ. કહે છે કે ક્યારેક ગિંધેલનો ડંખ પણ પ્રાણહર્તા બની શકે છે.

મામાનું ઘર કેટલે?
દીવો બળે એટલે

ભગવાનનું ઘર કેટલે,
થોડુંક ચાલો એટલે

- હરીશ નાયક
 

Post Comments